Home તાજા સમાચાર gujrati ભારતીય ઝંડાવાળાં જહાજો પર ફાયરિંગ મુદ્દે ભારતના વિદેશ સચિવે શું કહ્યું? –...

ભારતીય ઝંડાવાળાં જહાજો પર ફાયરિંગ મુદ્દે ભારતના વિદેશ સચિવે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

19
0

Source : BBC NEWS

વિદેશ સચિવ વિક્રમ મિસરી

ઇમેજ સ્રોત, Arun Kumar/ The India Today Group via Getty Images

20 એપ્રિલ 2026, 08:07 IST

અપડેટેડ 24 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભારતીય ઝંડાવાળાં બે જહાજો પર ફાયરિંગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એવું પણ જણાવ્યું કે ઈરાનને અબાધિત પરિવહનના સિદ્ધાંતનું પાલન કરવાનું કહ્યું છે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શ્રીલંકાના કોલંબોમાં મીડિયા સાથે વાતચીત કરવા અંગે કહ્યું કે, “ભારતીય જહાજો પર થયેલા હુમલાની ઘટના અંગે અમે બુહ ચિંતિત છીએ. અમે ઈરાની અધિકારીઓનો તરત સંપર્ક કર્યો અને તેમની સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી.”

તેમણે કહ્યું કે, “અમે એમને કહ્યું કે નાવિકોની સુરક્ષાનું સન્માન કરાય અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી રસ્તાઓમાં કોઈ અવરોધ વિના પરિવહનના સિદ્ધાંતનું પાલન કરવામાં આવે. આ સિદ્ધાંત હોર્મુઝ સ્ટ્રેટ પર પણ લાગુ થાય છે.”

નોંધનીય છે કે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સ તરફથી ભારતના ઝંડાવાળાં બે જહાજો પર શનિવારના દિવસે ફાયરિંગ થયું હતું.

ત્યાર બાદ ભારતના વિદેશ મંત્રાલયે શનિવાર સાંજે ભારતમાં ઈરાની રાજદૂત મોહમ્મદ ફથાલીને બોલાવ્યા હતા અને ઘટના પર ‘ગહન ચિંતા’ વ્યક્ત કરી હતી.

અમેરિકામાં ગોળીબારમાં આઠ બાળકોનાં મોત, પોલીસે હુમલાખોર અંગે શું કહ્યું?

હુમલાખોર કાર ચોરી કરીને ભાગી ગયો હતો અને તે પોલીસ ગોળીબારમાં માર્યો ગયો છે.

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના લ્યુઇસિયાનાના શ્રેવેપોર્ટમાં ગોળીબારમાં આઠ બાળકોનાં મોત થયાં છે. બધાં બાળકો એકથી ચૌદ વર્ષની વચ્ચેનાં હોવાનું જાણવા મળે છે. પોલીસે આ ઘટનાને “ઘરેલુ વિવાદ” ગણાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે એક હુમલાખોરે 10 લોકો પર ગોળી ચલાવી અને પછી કાર ચોરીને ભાગી ગયો હતો. બાદમાં પોલીસ ગોળીબારમાં સંદિગ્ધનું મોત થયું.

પોલીસે પીડિતોનાં નામ જાહેર કર્યાં નથી, પરંતુ કહ્યું છે કે કેટલાંક બાળકો મૃતક હુમલાખોરનાં સંબંધીઓ હતાં. બધાં બાળકો સગીર હતાં.

શ્રેવેપોર્ટ મેયરના કૉમ્યુનિકેશન ડાયરેક્ટર લી એન ઍવેન્સકીએ બીબીસીને જણાવ્યું હતું કે સંદિગ્ધ હુમલાખોરની ઓળખ શમર ઍલ્કિન્સ તરીકે થઈ છે.

શ્રેવેપોર્ટના મેયર ટૉમ આર્સેનોએ રવિવારે જણાવ્યું હતું કે, “આ એક દુ:ખદ ઘટના છે, કદાચ શ્રેવેપોર્ટમાં આપણે જોયેલી સૌથી દુ:ખદ ઘટના.”

પાકિસ્તાનના વડા પ્રધાન અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે ફોન પર શું વાતચીત થઈ?

ભારત, અમેરિકા, ઈરાન, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Iranian Presidency / Handout/Anadolu via Getty Images

પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફે રવિવારે સાંજે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી.

પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે, “બંને નેતાએ લગભગ 45 મિનિટ સુધી વર્તમાન ક્ષેત્રીય સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી. શહબાઝ શરીફે 11-12 એપ્રિલે વાતચીત માટે ઇસ્લામાબાદમાં પ્રતિનિધિમંડળ મોકલવા બદલ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને ઈરાની નેતૃત્વનો આભાર માન્યો હતો.”

“પીએમ શહબાઝે ઈરાની રાષ્ટ્રપતિને સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીના નેતાઓ સાથેની તેમની મુલાકાતો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે આ બેઠકો ક્ષેત્રમાં કાયમી શાંતિ લાવવા માટે સંવાદ અને રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ.”

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, “વડા પ્રધાને પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન, મિત્રો અને સહયોગીઓ સાથે મળીને ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે ઈમાનદાર અને સાચા પ્રયાસોમાં સંપૂર્ણ જોડાયેલું રહેશે.”

ઍક્સ પોસ્ટમાં લખ્યું, “ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનો આભાર માન્યો.”

“તેમજ કહ્યું કે પાકિસ્તાન તરફથી કરાતા શાંતિના પ્રયાસો સરાહનીય છે. તેમણે પણ ખાતરી આપી કે આવનારા દિવસોમાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો મજબૂત બનશે.”

પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા મધ્યસ્થી કરી રહ્યું છે. ઇસ્લામાબાદમાં વાટાઘાટનો એક રાઉન્ડ થઈ ચૂક્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે એક અમેરિકાનું પ્રતિનિધિમંડળ પણ વાટાઘાટના બીજા રાઉન્ડ માટે ઇસ્લામાબાદ જશે.

હોર્મુઝ સ્ટ્રેટ પર ‘નિયંત્રણ’ પર એક વરિષ્ઠ ઈરાની સાંસદે શું કહ્યું?

ભારત, અમેરિકા, ઈરાન, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઈરાને કહ્યું છે કે તે હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ છોડશે નહીં. એક વરિષ્ઠ ઈરાની સાંસદે તેને ‘ઈરાનનો અધિકાર’ ગણાવી છે.

ઈરાની સાંસદ અને ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોરના પૂર્વ કમાન્ડર ઇબ્રાહીમ અઝીઝીએ બીબીસીને જણાવ્યું હતું કે, “ઈરાન નક્કી કરશે કે જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા દેવાશે કે નહીં.”

તેમણે દાવો કર્યો હતો કે આ સંબંધિત એક કાયદો હવે બનાવાઈ રહ્યો છે અને આ અંગેનું એક બિલ સંસદમાં રજૂ થવાનું છે.

ઇબ્રાહીમ અઝીઝીએ હોર્મુઝ સામુદ્રધુનીને “દુશ્મનનો સામનો કરવા માટે ઈરાન પાસે રહેલી શક્તિઓમાંની એક” ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે હોર્મુઝ સામુદ્રધુની ખૂલી ગઈ છે.

જોકે, ઈરાની રાજ્ય મીડિયાએ પાછળથી જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી બંધ કરી દેવાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS