Home તાજા સમાચાર gujrati ટ્રમ્પે કહ્યું, ‘ન તો હું બળાત્કારી છું અને ન તો મેં કોઈનો...

ટ્રમ્પે કહ્યું, ‘ન તો હું બળાત્કારી છું અને ન તો મેં કોઈનો બળાત્કાર કર્યો’ – ન્યૂઝ અપડેટ

12
0

Source : BBC NEWS

ગુજરાત, ભારત, બીબીસી ગુજરાતી, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

2 કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહિલા પત્રકાર નોરા ઓ’ડોનલને ‘શરમજનક’ ગણાવ્યાં હતાં.

સીબીએસ ન્યૂઝના 60 મિનિટમાં પ્રોગ્રામમાં ટ્રમ્પનો ઇન્ટરવ્યૂ પત્રકાર નોરા લઈ રહ્યાં હતાં.

એ સમયે તેમણે વ્હાઇટ હાઉસમાં કૉરસ્પૉડેટ્સ ડીનરમાં ગોળી ચલાવનાર સંદિગ્ધ શખ્સના મૅનિફેસ્ટોનો (ઇરાદો) ઉલ્લેખ કર્યો. હુમલાખોરે ટ્રમ્પના એપ્સ્ટીન જોડાણ અંગે ઉલ્લેખ કર્યો હતો, જે પત્રકારે ટ્રમ્પ સામે વાંચીને સંભળાવ્યો.

આના પર ટ્રમ્પે કહ્યું કે “મને ખબર હતી કે તું આ વાંચીશ, કેમ કે તમે લોકો બહુ ખરાબ છો. હાં, તેણે લખ્યું હતું, પરંતુ ન તો હું બળાત્કારી છું અને ન તો મેં કોઈનો બળાત્કાર કર્યો છે.”

ટ્રમ્પે આગળ કહ્યું, “તમે કોઈ બીમાર માણસનો બકવાસ વાંચ્યો, મને એ બાબત સાથે જોડ્યો, જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. મને સંપૂર્ણ રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.”

ટ્રમ્પે ફરી કહ્યું, “મેં મૅનિફેસ્ટો વાંચ્યો છે. એ માણસ બીમાર હતો, પણ તમને શરમ આવવી જોઈએ કે તમે આ વાંચ્યું, કેમ કે હું એવો નથી.”

નારાએ સ્પષ્ટ કર્યું કે આ તેમના શબ્દો નથી, પરંતુ ટ્રમ્પે કહ્યું કે તેમણે ટીવી પર આ વાંચવું જોઈતું નહોતું.

ગુજરાતની આ બેઠક પર ફરી મતદાન થશે

ગુજરાત, ભારત, બીબીસી ગુજરાતી, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, sachin pithva

ગુજરાતમાં 26 એપ્રિલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું.

જોકે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જેપર ગામે ઇવીએમમાં ગઈ કાલે ટેકનિકલ ખામી સર્જાતા આજે ફરી વાર મતદાન યોજાશે.

બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, જેપર પ્રાથમિક શાળામાં આવેલા મતદાનમથક 04 અને 05માં આજે ફરી વાર મતદાન થશે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે ઇવીએમ અને બેલેટ યુનિટ બન્નેમાં લાંબા સમય સુધી ટેકનિકલ ખામી થતા લોકો મતદાન કરી શક્યા નહોતા.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે આજે ફરી મતદાન થશે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળશે ઈરાનના વિદેશમંત્રી

ગુજરાત, ભારત, બીબીસી ગુજરાતી, અમેરિકા, ઈરાન, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી રશિયા જઈ રહ્યા છે. અહીં તેઓ રાજધાની મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.

આ માહિતી ઈરાની સ્ટુડન્ટ્સ ન્યૂઝ એજન્સીએ રશિયામાં ઈરાનના રાજદૂત કાઝેમ જલાલીના હવાલાથી આપી છે.

કાઝેમ જલાલીએ કહ્યું કે આ મુલાકાત આજે એટલે કે સોમવારે થશે. તેમણે કહ્યું કે અરાગચી રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરશે, જેમાં વર્તમાન સ્થિતિ, યુદ્ધવિરામ અને તેને સંબંધિત ઘટનાઓ પર ચર્ચા થશે.

રશિયન વિદેશ મંત્રાલયે પણ રવિવારે પુષ્ટિ કરી કે અરાગચી વાતચીત માટે મોસ્કો આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અબ્બાસ અરાગચી પાકિસ્તાન અને ઓમાન ગયા હતા, જ્યાં મધ્યપૂર્વની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS