Home તાજા સમાચાર gujrati મહિલા અનામત બિલ 2026 વિશે ગુજરાતીઓ શું માને છે?

મહિલા અનામત બિલ 2026 વિશે ગુજરાતીઓ શું માને છે?

26
0

Source : BBC NEWS

મહિલા અનામત બિલ 2026 વિશે ગુજરાતીઓ શું માને છે?

3 કલાક પહેલા

કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે સાંસદોને મોકલવામાં આવેલાં ત્રણ ડ્રાફ્ટ બિલમાં બે સીમાચિહ્નરૂપ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

પહેલો, લોકસભાના સાંસદોની 543થી વધારીને મહત્તમ 850 કરવી અને બીજો, નીચલા ગૃહ તથા રાજ્ય વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી.

આ બિલ 16થી 18 એપ્રિલ દરમિયાન યોજનારા સંસદના ખાસ સત્રમાં રજૂ કરવામાં આવશે.

આ ત્રણ બિલ છે-

કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારો) 2026

બંધારણ (131મો સુધારો) બિલ 2026

સીમાંકન બિલ 2026 (ડિલિમિટેશન બિલ 2026)

આ ખરડાઓ 2023માં પસાર કરવામાં આવેલા નારી શક્તિ વંદન અધિનિયમ પર આધારિત છે, જેમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરાઈ હતી, પરંતુ તેના અમલીકરણને ભવિષ્યની વસ્તીગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવી હતી.

આ જ કારણસર 2023નો પ્રસ્તુત કાયદો સંસદમાં લગભગ સર્વસંમતિથી પસાર થયો હતો, પરંંતુ અનામતના અમલીકરણમાં એક દાયકાથી વધુ સમય લાગી શકે છે, તેવી ચિંતા ઘણા લોકોએ વ્યક્ત કરી હતી.

ગુજરાતનાં મહિલાઓએ આ મહિલા અનામત અંગે શું કહ્યું?

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS