Home તાજા સમાચાર gujrati મુંબઈ : માછીમારી કરતાં કરતાં 100થી વધુ લોકોના જીવ બચાવ્યા, વાશીના ‘જીવનદૂત’...

મુંબઈ : માછીમારી કરતાં કરતાં 100થી વધુ લોકોના જીવ બચાવ્યા, વાશીના ‘જીવનદૂત’ મહેશ સુથારની કહાણી

12
0

Source : BBC NEWS

મુંબઈ : માછીમારી કરતાં કરતાં 100થી વધુ લોકોના જીવ બચાવ્યા, વાશીના ‘જીવનદૂત’ મહેશ સુથારની કહાણી

પ્રકાશિત 44 મિનિટ પહેલા

મહેશ સુથાર નવી મુંબઈના વાશી ગામમાં રહે છે.

તેઓ 42 વર્ષના છે અને બાળપણથી જ વાશી ક્રિકમાં માછીમારીનું કામ કરે છે.

જો કોઈ મુંબઈ અને નવી મુંબઈની સરહદ પર આ ક્રિકમાં પડી જાય તો મહેશ તેમને બચાવવાનું કામ કરે છે.

તેઓ તેમનાં માતાપિતા સાથે માછીમારી કરવા જતા હતા અને એ સમયે કેટલાક લોકો આત્મહત્યાનો પ્રયાસ કરતા હતા. આથી તેમણે વિચાર્યું કે આ લોકો માટે કશુંક કરવું જોઈએ.

ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે મહેશ ગમે ત્યાં હોય તો પણ તરત ત્યાં આવી જાય છે. અડધી રાતે તેઓ લોકોના જીવ બચાવવા માટે આવી જાય છે.

મહેશ સુથાર વાશીના ‘જીવનદૂત’ તરીકે ઓળખાય છે. તેઓ છેલ્લાં 25 વર્ષથી આ કામ કરે છે.

અત્યાર સુધીમાં અનેક સન્માનો તેઓ મેળવી ચૂક્યા છે.

દર વર્ષે આ જગ્યા પર 50-60 લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે, જોકે મહેશ અને અન્ય લોકોના કારણે જીવ ગુમાવનારની સંખ્યા ઓછી થઈ છે.

અત્યાર સુધીમાં તેમણે 100થી વધુ લોકોના જીવ બચાવ્યા છે અને 200થી વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે.

માછીમારી સાથે લોકોનું જીવન બચાવવું એ મહેશ સુથારના જીવનનું જાણે કે મિશન બની ચૂક્યું છે.

નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઇન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

મુંબઈ, માછીમાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS