Home તાજા સમાચાર gujrati એક એવા વિશાળકાય ડાયનાસોરની કહાણી જેનું વજન નવ હાથી જેટલું થતું હતું...

એક એવા વિશાળકાય ડાયનાસોરની કહાણી જેનું વજન નવ હાથી જેટલું થતું હતું અને લંબાઈ 88 ફૂટની હતી

11
0

Source : BBC NEWS

ડાયનોસોર, ઇતિહાસ થાઇલૅન્ડ પ્રાચીનકાળ બીબીસી ગુજરાતી ગુજરાત ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

થાઇલૅન્ડમાં ખોદકામ દરમિયાન મળેલા અવશેષોના આધારે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક નવા પ્રકારના ડાયનાસોરની ઓળખ કરી છે. આ ડાયનાસોરની ગરદન ઘણી લાંબી છે.

દક્ષિણ એશિયામાં શોધાયેલો આ સૌથી વિશાળ ડાયનાસોર છે. તેનું વજન લગભગ 27 ટન છે, જે નવ એશિયન હાથીઓના વજનની બરાબર છે અને તેની લંબાઈ 27 મીટર એટલે કે લગભગ 88 ફૂટ છે.

તે ડિપ્લોડોક્સ (લાંબી ગરદન અને લાંબી પૂછડી ધરાવતો મોટો ડાયનાસોર) કરતાં લાંબો હતો. સાથે તે લાંબી ગરદનવાળા શાકાહારી સૌરોપોડ પરિવારનો હતો.

આ ડાયનાસોરનું નામ શું?

ડૉક્ટરલ રિસર્ચર થિટીવૂટ આ ડાયનાસોરના એક હાડકા સાથે

ઇમેજ સ્રોત, Reuters

થાઇલૅન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સના સંશોધકોની ટીમે લગભગ 10 વર્ષ પહેલાં ઉત્તરપૂર્વ થાઇલૅન્ડમાં એક તળાવની બાજુમાં મળેલા અવશેષોની તપાસ કર્યા પછી ડાયનાસોરની આ પ્રજાતિની ઓળખ કરી હતી.

સંશોધકોનું કહેવું છે કે આ શોધ એ પ્રકાશ પાડવામાં મદદ કરે છે કે પ્રાચીનકાળમાં આબોહવા પરિવર્તનને કારણે આ વિશાળ ડાયનાસોર કેવી રીતે વૃદ્ધિ પામ્યો અને તેનો વિકાસ કેવી રીતે થયો.

આ ડાયનાસોરનું પૂરું નામ ‘નાગાટીટન ચૈયાકુમેન્સિસ’ છે. દક્ષિણપૂર્વ એશિયાઇ લોકવાયકામાં તે ‘નાગ’ એટલે કે સર્પનું પ્રતીક છે. ગ્રીક પૌરાણિક કથાઓમાં ‘ટાઇટન’ એ દેવતાઓનો ઉલ્લેખ કરે છે. ચૈયાકુમેન્સિસ એ પ્રાંતનો ઉલ્લેખ કરે છે જ્યાં આ ડાયનાસોરના અવશેષ મળી આવ્યા હતા. આ વિસ્તારનું નામ છે ચૈયાકુમ.

આ ડાયનાસોર 100થી 120 મિલિયન વર્ષ પહેલાં આ પૃથ્વી પર જીવતો હતો. જે ટાયરનોસોરસ રેક્સના 40 મિલિયન વર્ષો પહેલાંનો છે.

આ ડાયનાસોર ટાયરનોસોરસ રેક્સ (વિશાળ માંસ ખાનાર ડાયનાસોર) કરતાં બમણો વિશાળ છે.

યુનિવર્સિટી કૉલેજ લંડન (યુસીએલ)ના થાઇ ડૉક્ટરલ વિદ્યાર્થી થિતિવુતવુટ સેથાપાનિચસાકુલના નેતૃત્વમાં કરાયેલ આ સંશોધન સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયું હતું.

થાઇલૅન્ડમાં 14મા ડાયનાસોરનું નામકરણ થયું

થાઇલૅન્ડના મ્યુઝિયમમાં તેનું હાડપિંજર

ઇમેજ સ્રોત, Getty Images

સંશોધકોનું કહેવું છે કે ડાયનાસોરના અવશેષો ધરાવતા સૌથી નાની અને નવીનતમ ખડક રચનામાં આ અવશેષો મળી આવ્યા હોવાને કારણે તેને નાગાટીટનને છેલ્લો ‘ટાઇટન’ કરી રહ્યા છે.

થિતિવુતવુટ સેથાપાનિચસાકુલનું કહેવું છે કે “ડાયનાસોર યુગના અંતમાં બનેલા ખડકોના બંધારણમાં કોઈ ડાયનાસોરના અવશેષો નથી. આ વિસ્તાર પહેલાંથી જ એક પાતાળ બની જવા પામ્યો હોત. તેથી આ કદાચ દક્ષિણ એશિયામાં આપણે ઓળખી શકીએ તેવો છેલ્લો, સૌથી તાજેતરનો મોટો સૌરોપોડ છે.”

થિતિવુતવુટ સેથાપાનિચસાકુલ પોતાને ડાયનાસોરનો બાળક લેખાવે છે. તેમણે યુસીએલની એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ડાયનાસોરનું નામકરણ કરવાનું તેમનું બાળપણનું સપનું સાકાર થયું.

થાઇલૅન્ડમાં આપવામાં આવેલું ડાયનાસોરનું આ 14મું નામ છે. મહાસારખમ યુનિવર્સિટીના પેલેઓન્ટોલૉજિસ્ટ ડૉ. સીતા મનિતકુએ જણાવ્યું, “થાઇલૅન્ડમાં ડાયનાસોરના અવશેષોની વિવિધતા પણ છે અને સમૃદ્ધિ પણ. તે એશિયામાં સૌથી વધુ ડાયનાસોર અવશેષો ધરાવતો ત્રીજો સૌથી મોટો દેશ પણ હોઈ શકે છે.”

ડાયનાસોર ઊંચા તાપમાનનો સામનો કરી શકે છે?

નાગાટીટનના સમયમાં, પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું સ્તર વધી રહ્યું હતું અને સાથે વૈશ્વિક તાપમાન વધી રહ્યું હતું.

આ સંશોધનના સહ-લેખલ અને યુસીએલના પ્રોફેસર પૉલ અપચર્ચે જણાવ્યું કે “સૌરોપોડ ડાયનાસોર તેમના સમય દરમિયાન ખૂબ મોટા કદમાં વધ્યા હતા.”

તેમણે નૅશનલ જિયોગ્રાફિકને જણાવ્યું, “તે થોડું વિચિત્ર લાગે છે કે સૌરોપોડ ઊંચા તાપમાનનો સામનો કરી શકે છે. કારણ કે તેમના મોટા શરીરને ગરમી જાળવી રાખવામાં અને તેને વિસર્જિત કરવામાં વધારે મુશ્કેલી પડશે.”

તેમણે સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું, “તેઓ જે વનસ્પતિ પર જીવન ગુજારતા હતા તેમને આ વધતા તાપમાનની ગંભીર અસર થઈ હોવી જોઈએ, જે ખૂબ મોટા શાકાહારી પ્રાણીઓ માટે મહત્ત્વપૂર્ણ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS