Home તાજા સમાચાર gujrati રૅપરથી લઈને નેપાળના ‘કિંગમેકર’, કોણ છે બાલેન શાહ જેઓ બની શકે છે...

રૅપરથી લઈને નેપાળના ‘કિંગમેકર’, કોણ છે બાલેન શાહ જેઓ બની શકે છે નેપાળના પીએમ?

12
0

Source : BBC NEWS

નેપાળના નવા વડા પ્રધાન બાલેન શાહ કોણ છે, બાલેન શાહનું ઇન્ડિયા કનેક્શન અને સંબંધ, નેપાળમાં ચૂંટણી અને જેનઝી આંદોલન, નેપાળમાં હિંસા, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

28 ડિસેમ્બર 2025

અપડેટેડ 5 કલાક પહેલા

વાંચવાનો સમય: 7 મિનિટ

નેપાળમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતા બાલેન શાહ કાઠમંડુના મેયરથી વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. હાલ તેમની ઉંમર માત્ર 35 વર્ષ છે.

જેન-ઝી આંદોલન બાદ નેપાળની સંસદ પણ યુવાન થઈ ગઈ છે. આ વખતે પૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દાહલ એટલે કે ‘પ્રચંડ’ સિવાય અન્ય કોઈ પૂર્વ વડા પ્રધાન સંસદમાં નહીં હોય. કારણકે, તમામ પૂર્વ વડા પ્રધાનો જેઓ આ ચૂંટણી લડી રહ્યા હતા, તેમની હાર થઈ છે. એટલે આ સંસદમાં યુવા ચહેરાઓ વધારે દેખાશે.

નેપાળમાં જ્યારે વર્ષ 2015માં નવું બંધારણ લાગુ થયું, ત્યારે એવી માન્યતા પ્રબળ બની હતી કે ‘નેપાળમાં ક્યારેય કોઈ પૂર્ણ બહુમતીથી સરકાર નહીં બનાવી શકે.’ જોકે, જે પ્રકારે નેપાળમાં પરિણામ આવ્યાં છે, લાગે છે કે બાલેન શાહે એ માન્યતાને તોડી છે.

આ વખતે બાલેન શાહનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) આપબળે સરકાર બનાવશે. નેપાળની સંસદમાં કુલ 275 બેઠક છે. બહુમત માટે 138 સીટની જરૂર હોય છે, જ્યારે આરએસપી બહુમત તરફ અગ્રેસર છે.

રાજકારણમાં તેમની સરખામણી તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન તથા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ થાય છે.

આર્દોઆન ઇસ્તંબુલના મેયરપદ પરથી માર્ચ 2003માં તુર્કીના વડા પ્રધાન બન્યા હતા.

નેપાળમાં ત્રણ વર્ષ પહેલાં બનેલી પાર્ટી સત્તા પર

નેપાળના નવા વડા પ્રધાન બાલેન શાહ કોણ છે, બાલેન શાહનું ઇન્ડિયા કનેક્શન અને સંબંધ, નેપાળમાં ચૂંટણી અને જેનઝી આંદોલન, નેપાળમાં હિંસા, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, KP Khanal

આરએસપીની સ્થાપના ત્રણ વર્ષ અગાઉ જ થઈ હતી અને નેપાળની અનેક પાર્ટીઓ અને નેતાઓની સરખામણીએ આ પાર્ટીના નેતા નવાંસવાં છે. ગત સંસદમાં આરએસપી સંખ્યાબળની દૃષ્ટિએ ચોથા ક્રમે હતી.

ડિસેમ્બર-2025માં નેપાળમાં બાલેન શાહ અને આરએસપી વચ્ચે સમજૂતી થઈ હતી.

‘બાલેન શાહ’ તરીકે ઓળખાતા કાઠમંડુ મૅટ્રોપોલિટન સિટીના મેયર બાલેન્દ્ર શાહને ડિસેમ્બર-2025માં આરએસપી દ્વારા વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

આ સમજૂતી પછી બાલેન તથા આરએસપી સાથે મળીને નેપાળની ચૂંટણી લડ્યાં હતાં.

એ સમજૂતી હેઠળ જ આરએસપી દ્વારા બાલેન સંસદીય દળના નેતા અને વડા પ્રધાનપદના નેતા બનાવવામાં આવ્યા હતા. જ્યારે રબિ લામિછાને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષ રહેશે. રબિ લામિછે આરએસપીના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને નેપાળના ઉપવડા પ્રધાન અને ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાલેન શાહ અને રબિ લામિછે સાથે વાત કરી હતી અને તેમને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

બાલેન શાહ કોણ છે?

નેપાળના નવા વડા પ્રધાન બાલેન શાહ કોણ છે, બાલેન શાહનું ઇન્ડિયા કનેક્શન અને સંબંધ, નેપાળમાં ચૂંટણી અને જેનઝી આંદોલન, નેપાળમાં હિંસા, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, KATHMANDU MAHANAGARPALIKA

બાલેન શાહ મે 2022માં પહેલી વખત નેપાળના પાટનગર કાઠમંડુના મેયર બન્યા ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સ્થાનિક ચૂંટણીમાં બાલેન શાહે નેપાળ કૉંગ્રેસનાં સૃજનાસિંહને હરાવ્યાં હતાં. બાલેન શાહ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને નેપાળના સ્થાપિત પક્ષોને હરાવીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

બાલેન શાહ લોકપ્રિય રૅપર હતા અને જ્યારે તેઓ કાઠમંડુના મેયરની ચૂંટણી લડ્યા, ત્યારે તેમના વિશે ઘણી ચર્ચાઓ થતી હતી. તે સમયે બાલેન શાહની ઉંમર માત્ર 32 વર્ષ હતી.

બાલેન શાહની ચર્ચા માત્ર યુવાનોમાં જ નહીં, પરંતુ નેપાળની બહાર વસતા લોકોમાં પણ થતી હતી. દિલ્હીમાં કામ કરતા લોકો પણ બાલેન શાહ વિશે ખૂલીને વાત કરતા હતા.

2017માં નેપાળની સ્થાનિક ચૂંટણી સમયે બાલેન શાહે પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું કે, “હું આજે મતદાન નહીં કરું. હું ઉમેદવાર નથી. હું સિવિલ ઇંજિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ છું અને સ્ટ્રક્ચરલ ઇંજિનિયરિંગમાં માસ્ટર્સ કરી રહ્યો છું.”

“દેશને કેવી રીતે સુધારી શકાય એ હું જાણું છું. આગામી ચૂંટણીમાં હું મારો મત મારી જાતને જ આપીશ. હું મારા દેશનો વિકાસ ઇચ્છું છું અને તેના માટે બીજા કોઈ પર નિર્ભર રહી શકું તેમ નથી.”

નેપાળના જેન-ઝી આંદોલન વખતે બાલેન રસ્તા પર ન ઊતર્યા

નેપાળના નવા વડા પ્રધાન બાલેન શાહ કોણ છે, બાલેન શાહનું ઇન્ડિયા કનેક્શન અને સંબંધ, નેપાળમાં ચૂંટણી અને જેનઝી આંદોલન, નેપાળમાં હિંસા, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, @ShahBalen

બાલેન શાહ કોઈ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા નહોતા. તેમની પાસે કોઈ સંગઠન કે રાજકીય અનુભવ પણ નહોતો.

નેપાળમાં જ્યારે ‘જેન-ઝી’ આંદોલન શરૂ થયું, ત્યારે સોશિયલ મીડિયા પર લોકો બાલેન શાહને અપીલ કરતા હતા કે તેઓ મેયરના હોદ્દા પરથી રાજીનામું આપીને આ આંદોલનનું નેતૃત્વ સંભાળે.

બાલેન શાહે નેપાળમાં જેન-ઝી આંદોલનનું સમર્થન કર્યું હતું, પરંતુ તેઓ પ્રત્યક્ષ રીતે રસ્તા પર ઊતર્યા ન હતા.

બાલેન શાહનો જન્મ 1990માં થયો હતો. તેમના પિતા રામ નારાયણ શાહ આયુર્વેદના ડૉક્ટર છે અને તેમનાં માતાનું નામ ધ્રુવદેવી શાહ છે.

તેમણે કાઠમંડુની ‘વ્હાઇટ હાઉસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી’ માંથી સિવિલ ઇંજિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ કર્ણાટકની ‘વિશ્વેશ્વરૈયા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી’માંથી સ્ટ્રક્ચરલ ઇંજિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.

તેઓ કૉલેજકાળમાં વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય હતા, પરંતુ વર્ષ 2022ની નેપાળની સ્થાનિક ચૂંટણીમાં તેઓ પહેલી વખત સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા.

કાઠમંડુમાં મત માંગતી વખતે તેઓ કહેતા, “હું તમને વધારે કંઈ નહીં કહું. તમે માત્ર ચૂંટણીમાં મતદાન કરો. મને માત્ર એક તક આપો.”

ભારત પ્રત્યે બાલેન શાહનું વલણ

નેપાળના નવા વડા પ્રધાન બાલેન શાહ કોણ છે, બાલેન શાહનું ઇન્ડિયા કનેક્શન અને સંબંધ, નેપાળમાં ચૂંટણી અને જેનઝી આંદોલન, નેપાળમાં હિંસા, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બાલેન શાહે જૂન-2023માં હિંદી ફિલ્મ ‘આદિપુરુષ’ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. એ ફિલ્મમાં હિંદુ દેવી સીતાને ભારતીય દર્શાવવામાં આવ્યાં હતાં, જેની સામે બાલેનને વાંધો હતો.

આ સિવાય વર્ષ 2020માં નેપાળના તત્કાલીન વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ દેશનો નવો નક્શો બહાર પાડ્યો હતો. જેમાં ઉત્તરાખંડના કેટલાક ભાગોને નેપાળમાં દેખાડવામાં આવ્યા હતા.

જૂન-2023માં બાલેન શાહ કાઠમંડુના મેયર હતા, ત્યારે તેમણે એ વિવાદસ્પદ નક્શો પોતાની ઑફિસમાં લગાવ્યો હતો.

આ મામલે ભારતમાં નેપાળના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા લોકરાજ બરાલ કહે છે કે નેપાળનાં રાજકારણમાં બાલેન શાહ જાણીતો ચહેરો નથી, એવામાં તેમના વિશે કંઈપણ કહેવું એ અટકળબાજી કરવા જેવું જ હશે.

ઝાપામાં નેપાળ-ચીન ફ્રૅન્ડશિપ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક આકાર લઈ રહ્યો હતો. જે ચીનના મહત્ત્વાકાંક્ષી બૅલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવના (બીઆરઆઈ) ભાગરૂપ છે.

આ પાર્ક ઝાપા-5 સંસદ બેઠક એટલે કે બાલેન શાહના મતવિસ્તાર હેઠળ આવે છે. આની ઉપર પૂર્વ વડા પ્રધાન ઓલીનું પ્રભુત્વ રહ્યું છે અને તેમના કાર્યકાળ દરમિયાન જ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

ઝાપા-5 બેઠક પરથી બાલેન શાહે પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીને પરાજય આપ્યો હતો.

તે ભારતનાં પૂર્વોત્તર રાજ્યોને જોડનારા વ્યુહાત્મક સિલીગુડી કૉરિડોર પાસે આવેલી જગ્યા છે. આ જગ્યા સાંકડી પટ્ટી જેવી હોવાથી તેને ‘ચિકન નૅક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારત આ પ્રોજેક્ટથી ખુશ ન હતું અને તેના પ્રત્યે ચિંતા પ્રગટ કરી હતી. બાલેન શાહે આ પ્રોજેક્ટને પોતાના ચૂંટણીઢંઢેરામાંથી હઠાવી દીધો હતો.

બાલેનની રૅપર તરીકેની ઓળખ

નેપાળના નવા વડા પ્રધાન બાલેન શાહ કોણ છે, બાલેન શાહનું ઇન્ડિયા કનેક્શન અને સંબંધ, નેપાળમાં ચૂંટણી અને જેનઝી આંદોલન, નેપાળમાં હિંસા, બીબીસી ગુજરાતી ઇન્ટરનેશનલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળ અને ભારત ભૌગોલિક રીતે જ નહીં પરંતુ સામાજિક અને સંસ્કૃતિક રૂપે પણ જોડાયેલા છે. જેને લોકોક્તિમાં રોટી-બેટીનો સંબંધ કહે છે.

નેપાળના દક્ષિણ તરાઈ વિસ્તારમાં રહેનારા વિભિન્ન જાતીય, ભાષા અને સાસ્કૃતિક સમૂહોના લોકોને મધેસી કહેવામાં આવે છે. જેમના બિહાર-યુપી સાથે મજબૂત સામાજિક અ પારિવારિક સંબંધ છે. તેઓ મુખ્ય રીતે મૈથિલી, ભોજપુરી, અવધી અને બજ્જિકા બોલે છે.

જનકપુરના વરિષ્ઠ પત્રકાર રોશન જનકપુરીએ અગાઉ બીબીસીને જણાવ્યું કે બાલેન કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા નથી. તેમનાં પત્ની સબીના કાફ્લે પબ્લિક હેલ્થવર્કર છે. બાલેન શાહના ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બનેવી બૅન્કર અને બહેન પેઇન્ટર છે.

જનકપુરીના જણાવ્યા મુજબ, 2015માં મધેસીઓના આંદોલન વખતે ભારત તરફથી કથિત ‘અઘોષિત નાકાબંધી’ જાહેર થઈ, ત્યારે બાલેન ખૂબ સક્રિય હતા. ભૂકંપ સમયે પણ તેઓ અસરગ્રસ્ત લોકો સુધી રાહતસામગ્રી પહોંચાડતા હતા.

બાલેનની વકતૃત્વકળાની પણ લોકો પ્રશંસા કરે છે. તેઓ સત્તા વિરુદ્ધ ખૂલીને બોલે છે. તેઓ ઘણી વખત કાળાં ચશ્માં પહેરી રાખે છે.

બાલેનનાં ઘણાં ગીતો પણ લોકપ્રિય બન્યાં છે, જેમ કે ‘નેપાળી બુબા..’, ‘પુલિસ પત્રિકાર…’, ‘નેપાળ હાસેકો…’. આ ગીતોમાં નેપાળની સામાજિક અને રાજકીય સ્થિતિ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

કેટલાકનું માનવું છે કે બાલેનને સૌથી વધુ લોકપ્રિયતા ઇન્ટરનેટ દ્વારા મળી છે.

નેપાળના રાજકારણમાં મધેસી મૂળ ધરાવતા નેતા કાઠમંડુ અને પહાડી વિસ્તારોમાં આટલા લોકપ્રિય બને તે એક મોટી ઘટના છે, પરંતુ ડૅન્માર્કમાં નેપાળના રાજદૂત રહી ચૂકેલા વિજયકાંત કર્ણ બાલેન શાહની મધેસી ઓળખને નકારી કાઢે છે.

તેમણે બીબીસીને કહ્યું કે, “બાલેનનો જન્મ કાઠમંડુના નેવારી વિસ્તારમાં થયો હતો. બાલેન ક્યારેય મધેસીઓના પ્રશ્નો સાથે ઊભા રહ્યા નથી. બાલેને ક્યારેય મધેસીઓનો મુદ્દો નથી ઉઠાવ્યો. 2015માં મધેસીઓના આંદોલનને કચડી નાખવામાં આવ્યું, પરંતુ બાલેન તે સમયે કંઈ બોલ્યા ન હતા.”

બાલેન શાહની સરખામણી ઝેલેન્સ્કી સાથે કેમ થાય છે?

બાલેન શાહ જે રીતે નેપાળમાં ઊભરી આવ્યા, તેને નેપાળના જાણીતા ચિંતક અને લેખક સીકે લાલ યુક્રેનના ઝેલેન્સ્કી સાથે સરખાવે છે. ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં કૉમેડિયન હતા.

સીકે લાલના મતે, “યુક્રેનમાં ઝેલેન્સ્કીનો ઉદય જોતાં સમજાય છે કે લોકપ્રિયતાવાદી નેતાઓ આવાં આંદોલનોથી જ આગળ આવે છે. પરંતુ તેમની સમસ્યા એ છે કે તેમની પાસે કોઈ મજબૂત સંગઠન કે ચોક્કસ વિચારધારા હોતી નથી. ઘણી વાર ટોળાને કારણે જે નેતૃત્વ પેદા થાય છે, તેમની પાસેથી મોટા પરિવર્તનની આશા રાખવામાં જોખમ રહેલું હોય છે.”

બાલેને મેયરપદ માટેના પોતાના ચૂંટણીઢંઢેરામાં ડિજિટલ ગવર્નમેન્ટથી માંડીને ‘આઇડિયા બૅન્ક’ સુધીની વાતો કરી હતી.તેમણે શિક્ષણ, આરોગ્ય અને પાયાના માળખાકીય વિકાસ માટે મહત્ત્વાકાંક્ષી યોજનાઓની દરખાસ્ત કરી હતી.

મેયરની ચૂંટણી જીત્યા પછી બાલેન શાહે કહ્યું હતું કે, “આગળનો માર્ગ સરળ નથી. આપણા અભિયાનની કસોટી હવે શરૂ થશે. આપણે જે રસ્તો પસંદ કરીશું અને જે પ્રયાસ કરીશું, તે જ આ શહેરની પ્રગતિ નક્કી કરશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS