Source : BBC NEWS
રાજકોટ ડિમોલિશન: ‘નાહવા-ધોવા બીજાના ઘરે જવું પડે’, ઘરવિહોણા પરિવારોની આપવીતી
2 કલાક પહેલા
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 1500 જેટલાં કથિત દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.
કેટલાંકને મહાનગરપાલિકાએ દૂર કર્યાં, તો કેટલાકમાં કબજેદારોએ પોતે જ તેને હઠાવી લીધા હતા.
જોકે, આ ત્રણ દિવસમાં અનેક પરિવારો બેઘર થઈ ગયાં છે અને રઝળી પડ્યા છે. કોઈકે મંદિરમાં આશરો લેવો પડ્યો છે, તો કોઈકના બાકી બચેલા ઘરમાં રહેવા માટે જગ્યા નથી રહી.
તો કોઈક નહાવા-ધોવા જેવી સામાન્ય બાબત માટે પણ બીજા ઉપર આશ્રિત થઈ ગયું છે. બેઘર બનેલાં આવા જ કેટલાક લોકોની વાત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



