Home તાજા સમાચાર gujrati રાજકોટ : જંગલેશ્વરમાં ડિમોલિશન પછી ઘરવિહોણાં થયેલા લોકોએ શું કહ્યું?

રાજકોટ : જંગલેશ્વરમાં ડિમોલિશન પછી ઘરવિહોણાં થયેલા લોકોએ શું કહ્યું?

12
0

Source : BBC NEWS

રાજકોટ : જંગલેશ્વરમાં ડિમોલિશન પછી ઘરવિહોણાં થયેલા લોકોએ શું કહ્યું?

3 કલાક પહેલા

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ હતી અને અત્યાર સુધીમાં આજી નદી પટ્ટા તથા ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત 1060 બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

જંગલેશ્વરમાં થઈ રહેલું આ ડિમોલિશન સૌરાષ્ટ્રના ઇતિહાસનું ‘સૌથી મોટું ડિમોલિશન’ ગણાવાઈ રહ્યું છે.

સરકારના કહેવા પ્રમાણે આ તમામ મકાનો ગેરકાયદેસર છે, જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ દાયકાઓથી અહીં રહે છે અને અહીં રહેવું એ તેમની મજબૂરી છે. લોકોનું કહેવું છે કે તેઓ મોટી સોસાયટીમાં મકાન બાંધીને રહી શકે તેમ નથી, એટલે જ તો તેઓ અહીં રહેતા હતા.

ત્યારે વર્ષોથી અહીં વસતાં સ્થાનિકોએ ઘર ગુમાવતાં શું કહ્યું?

વધુ જુઓ વીડિયોમાં…

વીડિયો: ગોપાલ કટેશિયા અને બિપિન ટંકારિયા

રાજકોટ: જંગલેશ્વરમાં ડિમોલિશન પછી ઘરવિહોણાં થયેલા લોકોએ શું કહ્યું? બીબીસી ગુજરાતી ગુજરાત રાજકોટ સૌરાષ્ટ્ર મકાન ઘરવિહોણા લોકો ગરીબ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS