Home તાજા સમાચાર gujrati ભારતમાં લાખોને નોકરીઓ આપનારા 27,500 અબજના આ કૅરિયર પર ખતરો કેમ...

ભારતમાં લાખોને નોકરીઓ આપનારા 27,500 અબજના આ કૅરિયર પર ખતરો કેમ તોળાઈ રહ્યો છે?

17
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારત, આઇટી સેક્ટર, ટૅક્નૉલૉજી સેક્ટર, બેરોજગારી, રોજગાર

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં ભારતની ટૅકનોલોજી (આઈટી) કંપનીઓના શૅરનું મોટાપાયે ધોવાણ થયું છે.

આના મૂળમાં એવી આશંકા છે કે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) દેશનો 300 અબજ ડૉલર (આશરે 27,500 અબજ રૂપિયા)નો બૅક-ઓફિસ ઉદ્યોગ જેના આધારે ટકી રહ્યો છે, તે પરંપરાગત આઉટસોર્સિંગ મોડલને ઉથલાવી શકે છે.

આઈટીના શૅરોમાં આ વેચવાલીની શરૂઆત આમ તો તાજેતરની ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને પગલે શૅર બજારમાં પ્રસરેલા ગભરાટ પહેલાં જ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારત માટે આ ઉદ્યોગ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભારતના સોફ્ટવેર ઉદ્યોગે લાખો વ્હાઇટ-કૉલર જોબ્ઝનું નિર્માણ કર્યું છે.

તેના કારણે ઊંચી મહત્ત્વાકાંક્ષા તથા મજબૂત ખરીદ શક્તિ ધરાવતો એક નવો મધ્યમ વર્ગ ઊભરી આવ્યો.

આ સમાન વર્ગને કારણે છેલ્લાં 30 વર્ષોમાં બેંગાલુરુ, હૈદરાબાદ અને ગુરુગ્રામ જેવાં મોટાં શહેરોમાં ફ્લૅટ્સ, કાર અને રેસ્ટોરાંની માગમાં ઉછાળો આવ્યો છે.

નોકરી ઉપર સંકટ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારત, આઇટી સેક્ટર, ટૅક્નૉલૉજી સેક્ટર, બેરોજગારી, રોજગાર

ઇમેજ સ્રોત, Amarjeet Kumar Singh/Anadolu via Getty Images

ભારતની સૌથી વિશાળ દસ સોફ્ટવેર કંપનીઓને ટ્રૅક કરતો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આ વર્ષે લગભગ 20 ટકા જેટલો ગબડ્યો છે, જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે.

આ ઘટાડો ફેબ્રુઆરીના પ્રારંભમાં શરૂ થયો હતો, જ્યારે એન્થ્રોપિકના ક્લાઉડ એજન્ટે એક નવું ટૂલ રજૂ કર્યું અને દાવો કર્યો કે, તે કાનૂની, અનુપાલન અને ડેટાને લગતી ઘણી મહત્ત્વની પ્રક્રિયાઓને ઑટોમેટ કરી શકે છે. તેનાથી વ્યાપક સ્તરે માનવ શ્રમ પર નિર્ભર ઉદ્યોગના બિઝનેસ મોડલને ફટકો પડ્યો હતો.

વળી, ઘણા ટૅક સ્થાપકોએ 2030 સુધીમાં આઈટી સેવાઓ અદૃશ્ય થઈ જવાની ચેતવણી ઉચ્ચારી, તે પછી વધુ ગભરાટ ફેલાયો હતો. કેટલાક સીઈઓએ તો એમ પણ કહ્યું હતું કે, એઆઇને કારણે એન્ટ્રી-લેવલની 50 ટકા વ્હાઇટ કૉલર જોબ્ઝ ખતમ થઈ શકે છે.

જોકે, આ વ્યગ્રતાની વચ્ચે દેશની અગ્રણી આઈટી કંપનીઓએ લોકોને એ ખાતરી આપવાનો પ્રયત્ન કર્યો છે કે, આ આશંકાઓ અતિશયોક્તિ ભરેલી છે. તેઓ કહે છે કે, એઆઈ નવી શક્યતાઓનું નિર્માણ પણ કરશે, અલબત્ત, તેનાથી કામ કરવાનું માળખું સમૂળગું બદલાઈ જશે, તેમાં કોઈ બેમત નથી.

વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક જેફરીઝે એક નોંધમાં જણાવ્યું હતું, “ક્લાયન્ટ સાથે જોડાવાનો પ્રકાર ઍડવાઇઝરી અને અમલીકરણ તરફ વળી શકે છે, જ્યારે ઍપ્લિકેશન મૅનેજ્ડ સર્વિસીઝ (જેનો કુલ આવકમાં 22-45 ટકા હિસ્સો છે)માં તીવ્ર ઘટાડો થઈ શકે છે.”

સરળ શબ્દોમાં કહીએ તો, તેનો અર્થ એ કે, ભારતીય આઈટી કંપનીઓ બૅન્કો કે અન્ય કંપનીઓ જેવાં તેમનાં ક્લાયન્ટ્સ પાસેથી સોફ્ટવેર ચલાવવા માટે, તેમને મેન્ટેઇન કરવા માટે, બગ્ઝ ફિક્સ કરવા માટે અને અપડેટ્સ સંભાળવા માટે જે ચાર્જ વસૂલતી હતી, તે ચાર્જ હવે ઓછો થઈ શકે છે.

તેને બદલે, કન્સલ્ટિંગ જેવા ઊંચા મૂલ્ય પણ ઓછા રૂટિન સાથેનું કામ હવે વધી શકે છે.

એઆઈ મજબૂત વિકલ્પ બનશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારત, આઇટી સેક્ટર, ટૅક્નૉલૉજી સેક્ટર, બેરોજગારી, રોજગાર

ઇમેજ સ્રોત, Getty Images

જેફરીઝના મતે, તેનાથી આવક વૃદ્ધિ અને કર્મચારીઓની માગ, બંને પ્રભાવિત થશે. બૅન્કના અંદાજ અનુસાર, અત્યંત વરવી સ્થિતિમાં, આગામી પાંચ વર્ષોમાં આઈટી કંપનીઓની આવક વૃદ્ધિમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે અને 2031 પછી આ ક્ષેત્રમાં વૃદ્ધિ સદંતર અટકી જાય, એ પણ સંભવ છે.

જોકે, તમામ નિષ્ણાતો એટલા નિરાશાવાદી નથી. કેટલાકનું માનવું છે કે, એઆઈનો યુગ દેશના આઈટી ઉદ્યોગ માટે નવી તકો પણ ઉજાગર કરી શકે છે.

આઈટી કંપનીઓની સહાય કરતી જેપી મોર્ગન ચેઝનું માનવું છે કે, ભલે એઆઈ જટિલ કાર્યોની ઝડપ વધારી શકે અને વધુ સોફ્ટવેર કોડ લખી શકે, પણ એઆઇ સોફ્ટવેર કંપનીઓ જેટલું કસ્ટમાઇઝેશન આપી શકશે, એમ ધારી લેવું ઉચિત નથી.

બૅન્કના મતાનુસાર, એકમેકનું સ્થાન લેવાને બદલે, ભવિષ્યમાં “એઆઈ ટૂલ કંપનીઓ તથા આઈટી સર્વિસ કંપનીઓ વચ્ચે વધુ ભાગીદારી” જોવા મળશે અને નોકરીની ઘણી વધુ તકો સર્જાશે.

દેશની બીજી સૌથી વિશાળ આઈટી કંપની ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખ પણ આવો જ સૂર વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે, એઆઇ ઇન્ફોસિસ સહિતની આઈટી સર્વિસિસ કંપનીઓ માટે તકોનું નિર્માણ કરે છે, કારણ કે, આ કંપનીઓ ગ્રાહકોને ઇન્ટેલિજન્ટ ટૂલ્સ થકી જૂની સિસ્ટમને અદ્યતન કરવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થિતિ ધરાવે છે.

ઇન્ફોસિસના જણાવ્યા અનુસાર, જનરેટિવ એઆઇ ફ્રન્ટ-એન્ડ ડેવલપર્સ અને ટેસ્ટર્સ જેવી આશરે 9.2 કરોડ નોકરીઓને પ્રભાવિત કરી શકે છે, પણ બીજી તરફ તે ડેટા એનોટેટર્સ, એઆઈ એન્જિનીયર્સ તથા એઆઈ લીડ જેવાં ક્ષેત્રોમાં 17 કરોડ જેટલી નવી નોકરીઓનું સર્જન પણ કરી શકે છે.

વિશ્લેષકોના વિવિધ અભિપ્રાય

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારત, આઇટી સેક્ટર, ટૅક્નૉલૉજી સેક્ટર, બેરોજગારી, રોજગાર

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્લેષકોમાં આ દૃષ્ટિકોણ ધીમે-ધીમે સર્વાનુમતનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

એચએસબીસીએ તેના તાજેતરના અહેવાલ “સોફ્ટવેર વિલ ઇટ એઆઈ”માં નોંધ્યું છે કે, સોફ્ટવેર કંપનીઓ વિશ્વની વિશાળ કંપનીઓમાં એઆઈનો પ્રસાર કરવાનું મુખ્ય માધ્યમ બનશે. અહેવાલમાં એવો તર્ક વ્યક્ત કરવામાં આવ્યો છે કે, આઈટી સર્વિસીઝ કંપનીઓ સંગઠનની અંદર એઆઈને અપનાવવાની પ્રક્રિયા હાથ ધરશે.

અહેવાલ મુજબ, વ્યાપક સ્તરની એઆઈ સિસ્ટમ્સ અમુક અંશે ખામીયુક્ત હોય છે અને તે ઇમેજ જનરેશન જેવાં કાર્યો માટે સારી હોવા છતાં કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં વિશાળ સોફ્ટવેર પ્લૅટફોર્મ્સનું સ્થાન લેવા માટેની યોગ્યતા ધરાવતી નથી.

એચએસબીસી જણાવે છે, “એન્ટરપ્રાઇસ-ક્લાસ સોફ્ટવેર દાયકાઓ વીતવા સાથે વિકસીને લગભગ ખામીરહિત, ઝડપી અને ભરોસાપાત્ર બની ગયું છે. તેમાં રહેલી મહત્ત્વની તથા ખાનગી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને પબ્લિક ઇન્ટરનેટના ડેટા ઉપર ટ્રેઇન કરી શકાય નહીં.”

અહેવાલ અનુસાર, અત્યંત જટિલ અને મહત્ત્વનાં સોફ્ટવેર આર્કિટેક્ચર ડિઝાઇનિંગમાં એઆઈ હજુ દાયકાઓ પાછળ છે, જ્યારે આઈટી કંપનીઓની આ ક્ષેત્રમાં સારી એવી હથોટી છે. તેમ છતાં, ટૂંકા ગાળામાં આવી ગયેલા આ મોટા તકનીકી પરિવર્તનથી આઈટી કંપનીઓ સંપૂર્ણપણે બચી નહીં શકે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારત, આઇટી સેક્ટર, ટૅક્નૉલૉજી સેક્ટર, બેરોજગારી, રોજગાર

ઇમેજ સ્રોત, Pallava Bagla/Getty Images

જેપી મોર્ગન જણાવે છે કે, તેની ચોક્કસ અસરનું માપન કરવું મુશ્કેલ છે, પરંતુ ઉદ્યોગ ઉપર તેની અસરો વિભિન્ન રીતે વર્તાઈ રહી છે.

દેશના સોફ્ટવેર ઉદ્યોગ લોબી ગ્રૂપ નાસકોમના મત મુજબ, ઉદ્યોગ આ પરિવર્તનને અપનાવી રહ્યો છે. 2025ના વર્ષમાં ટૅક ઉદ્યોગ એઆઈના વાસ્તવિક ઉપયોગ તરફ નિર્ણાયક રીતે આગળ વધ્યો. જોકે, 2025માં ઉદ્યોગની 315 અબજ ડૉલરની કુલ આવક સામે એઆઈ પ્રોજેક્ટ્સમાંથી થયેલી આવક માત્ર 10 અબજ ડૉલર જેટલી નોંધાઈ છે.

તે ઉપરાંત, સમગ્ર ક્ષેત્રની આવક આ વર્ષે ફક્ત છ ટકાની વૃદ્ધિ સાધે, તેવો અંદાજ છે, જે પ્રમાણ અગાઉના ઝડપી વૃદ્ધિના ગાળામાં જોવા મળેલી બેવડા આંકની વૃદ્ધિ કરતાં ઘણું જ ઓછું છે.

આ દરમિયાન, ભરતીનો પ્રવાહ પણ મંદ રહેવાની ધારણા છે. 2026 સુધીમાં કર્મચારીઓની કુલ સંખ્યામાં 2.3 ટકા સુધીનો વધારો થવાનો અંદાજ છે.

નાસકોમના જણાવ્યા પ્રમાણે, આઈટી કંપનીઓ દ્વારા ક્લાયન્ટ્સ પાસેથી વસૂલાતા ચાર્જમાં એઆઈ ઝડપથી બદલાવ લાવી રહ્યું છે. અગાઉ, કંપનીઓ કામના કલાકોના આધારે બિલ મૂકતી હતી, પણ હવે આ મોડલ પરિણામ આધારિત ચૂકવણી તરફ વળી રહ્યું છે.

ટૂંકા ગાળામાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, પરિવર્તન પીડાદાયક રહેશે.

નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના વિશ્લેષકોના મત મુજબ, શરૂઆતમાં આઈટી કંપનીઓની આવક નીચી જઈ શકે છે અને એઆઇના ફાયદા મધ્યમ અવધિમાં જ જોવા મળશે.

ટૅકનોલોજી સંબંધિત પ્રશ્નો સિવાય, અન્ય પડકારો પણ રહેલા છે. ટેરિફની અનિશ્ચિતતા ભારત માટે હળવી થઈ ગઈ હોવા છતાં ભારતીય આઈટી કંપનીઓ માટેના સૌથી વિશાળ બજાર એવા અમેરિકામાં વિઝા પરનાં નિયંત્રણો વધી ગયાં છે.

મૂડીઝ ઍનાલિટિક્સના જણાવ્યા અનુસાર, વિઝા ફીને કારણે દેશની ટોચની આઈટી કંપનીઓનો કામકાજી ખર્ચ લગભગ 100થી 250 મિલિયન ડૉલર જેટલો વધી શકે છે, જે પ્રમાણ તેમની કુલ આવકના આશરે એક ટકા જેટલું છે.

દેશની કુલ સેવાકીય નિકાસોમાં અંદાજે 80 ટકા હિસ્સો ધરાવતા તેમજ દેશના અર્થતંત્ર માટે મહત્ત્વના ગણાતા આઈટી ઉદ્યોગ સામે ઉપરોક્ત તમામ પરિબળો સાથે મળીને કપરો પડકાર ઊભો કરી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS