Source : BBC NEWS
બીબીસી વિશેષ: હરમનપ્રીતકોરની શેરી ક્રિકેટથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની સફર, શું છે સંઘર્ષની કહાણી?
3 કલાક પહેલા
“જ્યારે પણ હું મારા રૂમમાં ફ્રી હોઉં અને મારું કામ કરું ત્યારે મારા બૅટ સાથે વાત કરતી રહું છું. મારું બૅટ જ મારાં માટે બધું છે.”
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે મોગાના રસ્તાઓ પર ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું અને હવે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે.
તેમણે આઈસીસી વીમેન વર્લ્ડકપમાં ભારતની ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.
તેમના પિતા અને ભાઈ ક્રિકેચાહક હતા. તેમનું કહેવું છે કે કોઈને મહિલા ખેલાડીઓ, ક્રિકેટ વિશે ખ્યાલ નહોતો.
હરમનપ્રીત કહે છે, “હું મારા પિતાને આ વાતની ફરિયાદ કરતી, ત્યારે તેઓ મારા ખભા પર હાથ મૂકીને સાંત્વના આપતા.”
હરમનપ્રીતે બીબીસી સાથે ખાસ વાત કરી હતી. તેઓ ક્રિકેટમાં કઈ રીતે આગળ વધ્યાં અને કેવી રીતે સંઘર્ષ કર્યો તેની વાત કરી હતી.
જુઓ આ વિશેષ ઇન્ટરવ્યૂ…

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



