Home તાજા સમાચાર gujrati બાંગ્લાદેશમાં બીએનપીની ‘જીત’ પર પીએમ મોદી શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ

બાંગ્લાદેશમાં બીએનપીની ‘જીત’ પર પીએમ મોદી શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ

13
0

Source : BBC NEWS

બાંગ્લાદેશ ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી ચૂંટણી જમાત એ ઇસ્લામી બીબીસી ગુજરાતી ગુજરાત
13 ફેબ્રુઆરી 2026, 07:23 IST

અપડેટેડ 47 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ની ‘જીત’ પર પાર્ટી અધ્યક્ષ તારિક રહમાનને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું છે કે આ ‘જીત’ તારિક રહમાનના નેતૃત્વ પર બાંગ્લાદેશની જનતાનો ભરોસો દેખાડે છે.

તેમણે કહ્યું, “એક લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશના સમર્થનમાં ઊભું રહેશે. હું આપણા બહુઆયામી સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર વિકાસ લક્ષ્યોને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવા ઉત્સુક છું.”

બાંગ્લાદેશમાં મતગણતરી બાદ વલણોમાં બીએનપીના નેતૃત્વ ધરાવતા ગઠબંધનને ભારે બહુમત પ્રાપ્ત થઈ રહ્યો છે.

બીબીસી બાંગ્લા સાવે પ્રમાણે, અત્યાર સુધી બીએનપીના નેતૃત્વ વધારતા ગઠબંધનને 128 બેઠકો પર જીત હાંસલ થઈ છે. જ્યારે કે જમાત-એ-ઇસ્લામીના ગઠબંધનનને 46 બેઠકો મળી છે.

ત્યાં અન્યના ખાતામાં 8 બેઠકો આવી છે. મતગણતરી ચાલુ છે. બાંગ્લાદેશમાં સરકાર બનાવવા માટે 151 બેઠકોની જરૂર છે.

બાંગ્લાદેશ : બીએનપી પ્રવક્તાએ જીતની ખબર વચ્ચે બીબીસીને શું કહ્યું?

બાંગ્લાદેશ ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી ચૂંટણી જમાત એ ઇસ્લામી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) બાંગ્લાદેશમાં સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. વલણોમાં બીએનપીને ભારે બઢત મળતી દેખાઈ રહી છે.

આ વચ્ચે બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેની સાથેની ખાસ વાતચીતમાં બીએનપીના એક પ્રવક્તાએ કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવે તો તે લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની “પૂરી ગૅરંટી” આપશે.

ગુરુવારે રાત્રે થયેલી આ વાતચીત દરમિયાન બીએનપીના મુખ્ય પ્રવક્તા મહદી અમીને કહ્યું, “અમને આશા છે કે અમે બાંગ્લાદેશના લોકોની આશાઓ પૂરી કરીશું.”

પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને આ ચૂંટણીમાંથી બહાર રાખવામાં આવી હતી. બીબીસીએ બીએનપીના પ્રવક્તાને અવામી લીગ પર પ્રતિબંધ વચ્ચે ચૂંટણીની વિશ્વસનીયતા અંગે પ્રશ્ન પૂછ્યો.

તે પર અમીને કહ્યું, “ચૂંટાઈ ગયા પછી અમે ફરીથી લોકો પાસે જઈશું અને તેઓ જે ઇચ્છે છે તે જ કરીશું. પરંતુ હાલ પૂરે પૂરી રીતે સ્પષ્ટ છે કે લોકોએ એવી કોઈ રાજકીય પાર્ટીને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો છે, જેણે પોતાનો રાજકીય સ્વભાવ ગુમાવ્યો છે અને જે પાર્ટી ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનો માટે જવાબદાર સાધન બની ગઈ હતી.”

અવામી લીગે આ આરોપોને નકારી કાઢ્યા છે અને ચૂંટણીની વૈધતા પર સવાલ ઉઠાવ્યો છે.

મહદી અમીને આ પણ કહ્યું કે લઘુમતીની સુરક્ષા અને સ્વતંત્રતાની રક્ષા કરવામાં આવશે.

બીએનપીનો અગાઉનો કાર્યકાળ હિંસા, ભ્રષ્ટાચારના આરોપો અને માનવ અધિકારોના ઉલ્લંઘન સાથે જોડાયો હતો.

બાંગ્લાદેશમાં મતગણતરી ચાલી રહી છે, બીએનપી જીત તરફ

બાંગ્લાદેશ ખાલિદા ઝિયા શેખ હસીના બીએનપી ચૂંટણી જમાત એ ઇસ્લામી બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Syed Mahamudur Rahman/NurPhoto via Getty

બાંગ્લાદેશમાં મતગણતરી ચાલી રહી છે અને વલણોમાં બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી) આગળ ચાલી રહી છે જ્યારે કે જમાત-એ-ઇસ્લામી બીજા નંબરે છે.

સ્થાનિક મીડિયા પ્રમાણે, બીએનપી લગભગ 60 ટકા કરતાં વધારે બેઠકો જીતી શકે છે.

બીએનપી, પૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી છે. તેમના નિધન બાદ તેમના દીકરા તારિક રહમાન તેના મુખ્ય નેતા તરીકે ઊભરી રહ્યા છે.

મતગણતરી વચ્ચે પાર્ટીઓએ વોટમાં ગરબડના આરોપો લગાવ્યા છે. 2024માં શેખ હસીનાને સત્તા પરથી હઠાવનારા યુવા આંદોલનનું પ્રતિનિધિત્વ કરનારી નૅશનલ સિટીઝન્સ પાર્ટી (એનસીપી)એ આરોપ લગાવ્યો છે કે પરિણામોમાં હેરાફેરી થઈ છે.

એનસીપીએ ફરીથી મતગણતરી કરાવવાની માગ કરી છે. ઓછામાં ઓછી બે અન્ય પાર્ટીના ઉમેદવારોએ પણ આ જ પ્રકારના આરોપો સાથે ચૂંટણી પંચ પાસે પહોંચ્યા છે. બીએનપીએ જમાત-એ-ઇસ્લામી પાર્ટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે.

બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. 4.30 કલાકે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલી રહી છે.

પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ છતાં આ વખતે મુકાબલો બીએનપી તથા જમાત-એ- ઇસ્લામી વચ્ચે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS