Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ફેસબુક જાણીતા ઇન્ફ્લુએન્સર્સને પોસ્ટ કરવા બદલ દર મહિને 3000 ડૉલર (લગભગ 2.80 લાખ રૂપિયા)નું મહેનતાણું ઓફર કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પોતાના કોન્ટેન્ટ ફાસ્ટ ટ્રેક પ્રોગ્રામ હેઠળ આ રકમ ઓફર કરે છે.
જે ફેસબુકના યુઝર્સની સંખ્યા ત્રણ અબજ કરતાં વધુ છે. તેણે કહ્યું કે તે મોટા ઇન્ફ્લુએન્સર્સને આ રકમ ઓફર કરે છે. જે ક્રિયેટર્સ અન્ય વીડિયો શૅરિંગ સાઇટ્સ, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અથવા યુટ્યુબ પર એક મિલિયનથી વધારે ફોલોઅર્સ ધરાવતા હોય, તેવા લોકો માટે જ આ ઓફર છે.
ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ કહ્યું કે તેણે મોનેટાઇઝેશન પ્રોગ્રામ્સ દ્વારા 2025માં ક્રિયેટર્સને લગભગ ત્રણ અબજ ડૉલર ચુકવ્યા હતા.
ક્રિયેટર્સને આકર્ષવા માટે હરીફાઇ
ઇમેજ સ્રોત, Getty Images
સાઇડમેનના કોન્ટેન્ટ ક્રિયેટર્સના મૅનેરજર જોર્ડન શ્વાર્ઝેન્બર્ગરે જણાવ્યું કે “તમે ક્રિયેટર તરીકે હંમેશાં ઑડિયન્સને ફોલો કરો છે, તેથી આ કોઈ ઉપાય નથી.”
તેમણે કહ્યું કે “મને ફેસબુક પસંદ છે, મને મેટા પસંદ છે તેઓ જે કરે તે મને ગમે છે. પરંતુ આ હતાશામાં લેવાયેલું પગલું હોય એવું લાગે છે.”
મેટાના નિવેદનમાં જણાવાયું છે કે “ક્રિયેટર ફાસ્ટ ટ્રેક પ્રોગ્રામ એ સ્થાપિત ક્રિયેટરો માટે છે જેઓ ફેસબુકમાં નવા છે અથવા તેને ફરીથી સમજવા પ્રયાસ કરી રહ્યા છે.”
હાલમાં આ પ્રોગ્રામ માત્ર અમેરિકા અને કૅનેડાના કોન્ટેન્ટ ક્રિયેટર્સ માટે જ છે. તેમાં વધુમાં વધુ ત્રણ મહિના સુધી પેમેન્ટ કરવામાં આવશે.
અરજકર્તાઓએ સાબિતી આપવી પડશે કે તેઓ ટિકટોક, યુટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી વધારે ફોલોઅર્સ ધરાવે છે અને દર મહિને 15 રિલ અથવા શૉર્ટ વીડિયો પોસ્ટ કરે છે.
નાના ક્રિયેટર્સને કેટલા રૂપિયા મળશે?
ઇમેજ સ્રોત, Getty Images
બીજાં પ્લેટફૉર્મ પર એક મિલિયન કરતા ઓછા ફોલોઅર્સ ધરાવનારા ક્રિયેટર્સને દર મહિને 1000 ડૉલર સુધી ચુકવાશે.
મૅનેજમૅન્ટ કંપની આર્કેડના ચીફ ઍક્ઝિક્યુટિવ અને સ્થાપક શ્વાર્ઝેન્બર્ગરે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે છેલ્લા દાયકાના મોટા ભાગના સમયમાં ફેસબુક ટોચ પર રહ્યું નથી.
તેમણે કહ્યું કે, “વાસ્તવિકતા એ છે કે લોકો ક્રિયેટર્સ કરતાં પ્લેટફૉર્મને જોઈને વધારે જાય છે.”
તેનો અર્થ એવો થયો કે ફેસબુક પર વધુ ક્રિયેટર્સને આકર્ષવામાં આવે તેનાથી તેમના ફેન પણ તેમને ફેસબુક પર ફોલો કરશે તે જરૂરી નથી.
તેમણે કહ્યું કે, “મને કદાચ તે જ કોન્ટેન્ટ ટિકટોક, અથવા ઇન્સ્ટાગ્રામ કે પછી બીજાં પ્લેટફૉર્મ પરથી પણ મળી જશે તેના પર તેઓ પોતાનો સમય ગાળતા હોય.”
ફેસબુક પર કોઈ ‘ફોકસ નથી’
ઇમેજ સ્રોત, Thomas Morgan
સાઇડમેન એ ઇન્ફ્લુએન્સર્સનું સૌથી સફળ ગ્રૂપ છે જેમાં કેએસઆઈ અને વિકસ્ટાર જેવાનો સમાવેશ થાય છે. સાઇડમેન હાલની સામગ્રીને ફેસબુક પર રિપોસ્ટ કરે છે, પરંતુ શ્વાર્ઝેન્બર્ગર કહે છે કે તેના પર “ફોકસ નથી”.
આ ઉપરાંત આટલાં નાણાં પણ પૂરતાં નથી તેમ તેઓ કહે છે.
તેમણે કહ્યું કે, “એક મિલિયનથી વધુ ફોલોઅર ધરાવતા મોટા ભાગના ક્રિયેટર્સ બ્રાન્ડ ડીલ દ્વારા અથવા યુટ્યુબ કે મેમ્બરિશપ મારફત ઘણી વધારે ડાયરેક્ટ કમાણી કરતા હશે.”
ફેસબુક પર દર મહિને 15 રિલ અપલોડ થાય તો માસિક 3000 ડૉલર મળશે. એટલે કે એક વીડિયો દીઠ 200 ડૉલર થયા.
તેઓ કહે છે કે, “આટલાથી તો કેટલાક ક્રિયેટર્સ માટે પ્રોડક્શનનો ખર્ચ પણ નહીં નીકળે. તેથી મને આમાં કોઈ દમ નથી લાગતો.”
ક્રિયેટર્સને ફેસબુકના મોનેટાઇઝેશન પ્રોગ્રામનું પણ એક્સેસ મળશે જે વ્યૂની સંખ્યા અથવા લોકોએ કેટલા સમય સુધી વીડિયો જોયો તેના આધારે ચુકવણી કરે છે.
જોકે, શ્વાર્ઝેન્બર્ગર માને છે કે, “આ માત્ર નાના ક્રિયેટર્સને આકર્ષી શકશે જેની કોઈ મોટી અસર નહીં પડે અને કોઈ ઑડિયન્સને આકર્ષી નહીં શકે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



