Home તાજા સમાચાર gujrati પશ્ચિમ બંગાળમાં અંદાજે 91 લાખ લોકોનાં નામ યાદીમાંથી દૂર, હવે મતદાન માટે...

પશ્ચિમ બંગાળમાં અંદાજે 91 લાખ લોકોનાં નામ યાદીમાંથી દૂર, હવે મતદાન માટે શું કરશે?

12
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, પશ્ચિમ બંગાળ, મમતા બેનરજી,

ઇમેજ સ્રોત, Samir Jana/Hindustan Times via Getty Images

પશ્ચિમ બંગાળની મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન (એસઆઇઆર)ને પગલે લગભગ 91 લાખ મતદારોને રાજ્યની મતદારયાદીમાંથી બહાર કરી દેવાયા છે.

આ સંખ્યા પશ્ચિમ બંગાળના કુલ મતદારોની આશરે 12 ટકા છે. ગત ઑક્ટોબરમાં જ્યારે એસઆઇઆરની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે રાજ્યમાં 7.66 કરોડ મતદારો હતા.

લગભગ 91 લાખ મતદારોના આ આંકડામાં 63 લાખ કરતાં વધુ લોકો એવા છે, જેમનાં નામ ગત ફેબ્રુઆરીમાં રાજ્ય માટે ચૂંટણીપંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી મતદારયાદીમાંથી રદ કરી દેવાયાં હતાં. આ મતદારોને “ગેરહાજર, સ્થળાંતર કરી ગયેલા, મૃત અથવા તો નકલી” ગણાવાયા છે.

બીજા 60.06 લાખ કરતાં વધુ મતદારોને “અન્ડર ઍડજુડિકેશન” (ન્યાયાધીન)ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં એવા મતદારોનો સમાવેશ થાય છે, જેમના રેકૉર્ડ્ઝ ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે, “તર્કસંગત વિસંગતતાઓ” ધરાવતા હતા, જેમ કે, સ્પેલિંગમાં ભૂલ, જાતિ (લિંગ)ની નોંધમાં ભૂલ, માતા-પિતા કે દાદા-દાદી સાથેની ઉંમરમાં અસાધારણ તફાવત, વગેરે.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે લગભગ 700 ન્યાયિક અધિકારીઓને ‘વિચારાધીન’ શ્રેણીમાં આવતા દરેક મતદારો દ્વારા સુપરત કરવામાં આવેલા ઓળખના દસ્તાવેજોના આધારે તેમની યોગ્યતાની ચકાસણી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

60 લાખ મતદાતાઓની આ યાદી પૈકી, 27 લાખ (45 ટકા) કરતાં વધારે મતદારોને ગત સોમવારે ચૂંટણીપંચ દ્વારા “અયોગ્ય” જાહેર કરાયા છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અગાઉ આ પગલું ભરવામાં આવ્યું છે. વાસ્તવમાં સોમવારે, ચૂંટણીપંચે 23મી એપ્રિલના રોજ જ્યાં મતદાન થવાનું છે, તેવી 152 વિધાનસભા બેઠકો માટેની મતદારયાદી પણ ફ્રીઝ કરી દીધી હતી. જ્યારે બાકીની 142 બેઠકો માટેની યાદી (જ્યાં 29મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે), તેની યાદી નવમી એપ્રિલે ફ્રીઝ કરી દેવાઈ.

ચૂંટણીમાં એસઆઇઆર આમ પણ પહેલેથી જ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. તેવામાં 90 લાખ મતદાતાઓને હઠાવી દેવાતાં વિવાદ વકર્યો છે.

પશ્ચિમ બંગાળ શા માટે એસઆઇઆર વિવાદના કેન્દ્રમાં છે?

એસઆઇઆર કવાયત સૌપ્રથમ ગયા વર્ષે બિહારમાં ચૂંટણી પહેલાં હાથ ધરાઈ હતી અને પછી તે તમામ રાજ્યોમાં વિસ્તારવામાં આવી હતી. નવેમ્બર અને ફેબ્રુઆરીના વચ્ચેના ગાળામાં આ પ્રક્રિયા નવ રાજ્યો તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરાઈ હતી.

જોકે, બીજા કોઈ રાજ્યમાં પશ્ચિમ બંગાળ જેટલો ઊહાપોહ થયો નથી.

એક તરફ, રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ વારંવાર કહ્યું હતું કે, બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા પાડોશી દેશોમાંથી આવેલા લાખો વિદેશી “ઘૂસણખોરો”એ રાજ્યની મતદારયાદીઓમાં તેમનાં નામ નોંધાવી દીધાં હોવાથી તેમને દૂર કરવા માટે આ પ્રક્રિયા જરૂરી હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, પશ્ચિમ બંગાળ, મમતા બેનરજી,

આ દરમિયાન, શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, આ પ્રક્રિયાનો આશય મુસ્લિમ મતદારોને નિશાન બનાવવાનો છે, જે મમતા બેનરજીની નેતૃત્વવાળી પાર્ટીનો એક મોટો આધાર છે.

મંગળવારે પણ બેનરજી તથા ભાજપના નેતા અર્જુનસિંહે આ પોતપોતાના દાવાઓનો પુનરોચ્ચાર કર્યો હતો.

કોલકાતાસ્થિત રાજકીય વિશ્લેષક શુભમોય મૈત્રાએ બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર, ચૂંટણીપંચ તથા કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદો એ એસઆઇઆરને પગલે છેડાયેલા વિવાદ પાછળનું મુખ્ય કારણ છે.

મામલો અદાલતમાં પહોંચતાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે “વિશ્વાસના અભાવ” તથા “ચાલી રહેલા વિવાદ”ની નોંધ લીધી હતી અને આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી ન્યાયિક અધિકારીઓને સોંપી હતી.

શું બંગાળ એસઆઇઆરમાં સાચે જ કશુંક વિવાદાસ્પદ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, પશ્ચિમ બંગાળ, મમતા બેનરજી,

ઇમેજ સ્રોત, Subham Dutta

ટૂંકો જવાબ “હા” અને “ના” બંને છે.

ગત ફેબ્રુઆરીમાં, જ્યારે ચૂંટણીપંચે મતદારયાદી પ્રકાશિત કરી, ત્યારે પશ્ચિમ બંગાળ તથા અન્ય રાજ્યોમાં મતદારોનાં નામ દૂર કરવાની ટકાવારી આશરે 8 ટકાની આસપાસ હતી. વિધાનસભાની ચૂંટણીઓમાં આ રાઉન્ડમાં બીજા જે મહત્ત્વના રાજ્યમાં મતદાન થવાનું છે, તે તામિલનાડુમાં 74 લાખ મતદારોને મતદારયાદીમાંથી બાકાત કરી દેવાયા હતા. આ સંખ્યા પણ પશ્ચિમ બંગાળની માફક ઘણી વધારે છે.

આટલું ઓછું હોય તેમ, ચૂંટણીપંચે મતદારયાદીમાંથી “વિદેશીઓ”ને હઠાવવા અંગેની કોઈ ચોક્કસ વિગતો પણ આપી નથી.

પણ વિવાદનું મૂળ હેડલાઇનમાં દેખાતા આંકડાઓમાં નહીં, બલકે ફાઇન પ્રિન્ટ (ઝીણવટભરી વિગતો અને શરતો)માં રહેલું છે.

રાજકીય નિરીક્ષકોએ નોંધ્યું છે કે, લાખો મતદાતાઓને “ન્યાયાધીન” (વિચારાધીન) સ્થિતિમાં મૂકનારી “તર્કસંગત વિસંગતતા”ની શ્રેણીનો ઉલ્લેખ એસઆઇઆરને લગતા ચૂંટણીપંચના પ્રારંભિક આદેશોમાં કરવામાં આવ્યો નહોતો અને પશ્ચિમ બંગાળ પૂર્વે કોઈ પણ રાજ્યમાં તેનો અમલ કરવામાં આવ્યો નહોતો.

ચૂંટણીપંચની પ્રારંભિક માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ મતદાર સ્વયંને કે તેમનાં માતા-પિતાને 2002ની રાજ્યની મતદારયાદી (જ્યારે છેલ્લી વાર એસઆઇઆર કરવામાં આવ્યું હોય) સાથે જોડી શકે, તો તેઓ યોગ્ય ગણાશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, પશ્ચિમ બંગાળ, મમતા બેનરજી,

ઇમેજ સ્રોત, Asian News International

જોકે, પછીથી ચૂંટણીપંચે “મૅપ” કરાયેલા મતદારોમાં પણ ઘણી “તર્કસંગત વિસંગતતાઓ” હોવાનું જણાવ્યું હતું.

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે બીબીસી બાંગ્લાને જણાવ્યા અનુસાર, “બંગાળમાં એસઆઇઆરમાં જે બન્યું, તે માત્ર બિહાર જ નહીં, બલકે બાકીના સમગ્ર દેશથી અલગ છે. ચૂંટણીપંચે એવા અનુમાન સાથે શરૂ કરી હતી કે, બંગાળમાં મતદારયાદીઓમાં મતદારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે અને તેણે એસઆઇઆરની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે રાજ્યની બહારથી અધિકારીઓની ફોજ બોલાવી હતી… બંગાળ વિશે એક અલગ પાસું ત્યાંના આ 60 લાખ મતદારોની કરવામાં આવેલી વિશેષ તપાસ છે.”

કોલકાતાસ્થિત થિન્ક ટેન્ક સબર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક વિશ્લેષણમાં માલૂમ પડ્યું હતું કે, તુલનાત્મક રીતે મુસ્લિમોની વસતી વધારે હોય, એવા માલ્ડા અને મુર્શીદાબાદ જેવા જિલ્લાઓમાં નામ દૂર કરવાનો આંકડો “અપ્રમાણસર રીતે ઊંચો” હતો.

નોંધનીય છે કે, “ન્યાયાધીન” શ્રેણીમાં મુકાયા પછી સોમવારે “ગેરલાયક” ઠેરવવામાં આવેલા મતદારોની યાદીમાં મુર્શીદાબાદ મોખરે છે. આ યાદીમાં ઉત્તર 24 પરગણા અને માલ્ડા અનુક્રમે બીજા તથા ત્રીજા સ્થાન પર છે.

આ વિવાદોથી એસઆઇઆર પ્રક્રિયા મુસ્લિમોમાં તેના સપોર્ટ બેઝને અન્યાયી રીતે નિશાન બનાવતી હોવાના તૃણમૂલ કૉંગ્રેસના દાવાને વેગ મળ્યો છે.

ગયા મહિને કોલકાતા ખાતે યોજાયેલી એક પત્રકારપરિષદમાં બીબીસીએ ચોક્કસ સમુદાયોને અન્યાયી રીતે નિશાન બનાવાઈ રહ્યા હોવાની લાગણી થતી હોવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનરને પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં કુમારે જણાવ્યું હતું, “સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને પૂરક યાદીઓ જાહેર કરવામાં આવશે. મંજૂરીઓની તે યાદી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ બનાવાશે તેમજ તબક્કા વાર રીતે બહાર પાડવામાં આવશે.”

દરમિયાન, બીજી એપ્રિલના રોજ એક પત્રકારપરિષદમાં પશ્ચિમ બંગાળના ભાજપના નેતા શમિક ભટ્ટાચાર્યે કહ્યું હતું કે, પક્ષને “ભારતીય મુસલમાનો” સામે કોઈ વાંધો નથી, પણ “પશ્ચિમ બંગાળ પશ્ચિમ બાંગ્લાદેશ” ન બની જાય, તે સુનિશ્ચિત કરવા માટે પક્ષ મક્કમ છે.

દૂર કરાયેલા મતદારોનું હવે શું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, પશ્ચિમ બંગાળ, મમતા બેનરજી,

ઇમેજ સ્રોત, Asian News International

સોમવારે “અયોગ્ય” ચિહ્નિત કરવામાં આવેલા મતદારોનાં નામ તકનીકી રીતે હજુ મતદારયાદીમાંથી દૂર કરાયાં નથી. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, ચૂંટણીપંચે જેમની યોગ્યતા અંગે લેવાયેલા નિર્ણય સામે અપીલ કરવા માગતા હોય કે તેની સામે વાંધો ઉઠાવવા માગતા હોય, તેવા મતદારો માટે 19 અપીલ ટ્રિબ્યુનલ્સની રચના કરી છે.

જોકે, આ ટ્રિબ્યુનલ્સની સ્થાપના ચૂંટણીના માંડ એકાદ મહિના પહેલાં માર્ચના અંતિમ ભાગમાં જ કરવામાં આવી હતી.

સોમવારે, આગામી ચૂંટણીઓ માટે મતદારયાદીઓ ફ્રીઝ થવાના ગણતરીના કલાકો પહેલાં જ, રાજ્યના હજારો મતદારોએ તેમની અપીલ નોંધાવવા માટે જિલ્લા વહીવટી કાર્યાલયોની બહાર લાઇનો લગાવી હતી.

આગામી ચૂંટણી માટેની મતદારયાદી નવમી એપ્રિલ સુધીમાં લૉક થઈ જવાની હોવાથી, આ 91 લાખ મતદારો પાસે તેમની યોગ્યતા સાબિત કરવાની તેમજ ચૂંટણીમાં મતદાન કરવાની કોઈ તક બચી નથી. જોકે, જો તેઓ તેમની યોગ્યતા પુરવાર કરે, તો તેમને તે પછીની ચૂંટણીઓમાં મતદાન કરવાની છૂટ અપાશે.

દૂર કરાયેલા મતદારો નવા મતદારો તરીકે પણ નામ નોંધાવી શકશે નહીં, કારણ કે તે માટેની સમય મર્યાદા 31મી માર્ચે જ પૂરી થઈ ગઈ હતી.

આ દરમિયાન, “અપાત્ર” ઠરેલા મતદારોમાં રોષ અને નિરાશા વ્યાપ્યાં હતાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, પશ્ચિમ બંગાળ, મમતા બેનરજી,

ઇમેજ સ્રોત, Subham Dutta

કોલકાતાની અલીયા યુનિવર્સિટીના પ્રોફેસર સૈફુલ્લાહનું નામ પણ તે યાદીમાં સામેલ છે.

તેમણે બીબીસીને જણાવ્યા પ્રમાણે, ” 2022ની મતદારયાદીમાં મારા નામના સ્પેલિંગમાં ભૂલ થઈ હોવાથી મને “ન્યાયાધીન” કૅટેગરીમાં મૂકવામાં આવ્યો હતો. હું ઘણાં વર્ષોથી સુધારેલા નામ સાથે મતદાન કરતો આવ્યો છું. મેં અહીં કશું ખોટું કર્યું નથી. મારાં માતા અને મારા ભાઈની સ્થિતિ પણ આવી જ છે. હું મારાં માતાને રડતાં જોઈ નથી શકતો.”

કોલકાતામાં સોમવારે એસઆઇઆર પ્રક્રિયા સામેના દેખાવોમાં, જેમનું નામ હઠાવી દેવાયું છે, તેવા એક મતદારે આ પ્રક્રિયાને “બંધારણનો ભંગ કરનારી” ગણાવી હતી.

તેમણે કહ્યું હતું, “મારું નામ દૂર કરવામાં આવ્યું છે. હું ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ નહીં કરું. હું હાઇકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં મારો કેસ લડીશ. આગામી ચૂંટણીઓ દરમિયાન અમને “નામ દૂર કરાયેલા મતદાતા” ગણવામાં આવે, તો પણ હું ન્યાય માટે લડત આપીશ.”

રાજકીય વિશ્લેષક શુભામોય મૈત્રાએ કહ્યું કે, અયોગ્ય મતદારોને હઠાવવાની પ્રક્રિયામાં યોગ્યતા ધરાવતા ઘણા મતદારો પણ મતદારયાદીમાંથી નીકળી ગયા હોવાની પૂરી શક્યતા છે.

તેમણે કહ્યું હતું, “આ પ્રક્રિયા દરમિયાન સમાજના ગરીબ અને નબળા વર્ગોએ સૌથી વધુ સહન કરવું પડ્યું છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS