Home તાજા સમાચાર gujrati દરિયામાં ઇન્ટરનેટની જાળ કોણ પાથરે છે અને આપણને કેવી રીતે નેટવર્ક આપે...

દરિયામાં ઇન્ટરનેટની જાળ કોણ પાથરે છે અને આપણને કેવી રીતે નેટવર્ક આપે છે?

4
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

20 એપ્રિલ 2025, 20:50 IST

અપડેટેડ 2 કલાક પહેલા

સમુદ્રની નીચે ઇન્ટરનેટના તારો કે કેબલની એક વિશાળ જાળ ફેલાયેલી છે, જે આખી દુનિયાના સંપર્કોને જોડી રાખે છે.

આ નાજુક ફાઇબર ઑપ્ટિક કેબલ્સથી દુનિયાનો 95 ટકા ઇન્ટરનેટ ડેટા પ્રસારિત થાય છે, જે સરકારો, સંસ્થાઓ અને અબજો લોકો સુધી માહિતી લાવવા-લઈ જવાનું કામ કરે છે.

ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવા છતાં આ તારોની ખાસ સુરક્ષા કરાતી નથી, જેના કારણે દુર્ઘટનાવશ તે ક્ષતિગ્રસ્ત થઈ જતા હોય છે. અને જે રીતે તાજેતરમાં જોવા મળ્યું છે કે, તેને ઇરાદાપૂર્વક તોડવાનું કૃત્ય પણ થયું છે, જે

રાજકીય તણાવ સાથે સંબંધિત છે.

ગયા વર્ષે બાલ્ટિક સાગરમાં ચીન અને રશિયા દ્વારા આ કેબલોને નિશાન બનાવાયા હોવાના આરોપ થયા છે. એ ઘટનાઓ માત્ર દુર્ઘટનાઓ હતી કે તે એક નવા અસ્પષ્ટ યુદ્ધના યુગની શરૂઆતનો સંકેત છે?

હુમલાઓ ઉપરાંત આ નાજુક કેબલ દરેક વર્ષે અનેક વખત ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને સરકારો તેની સુરક્ષાના ઉપાયો વિશે વિચારી રહી છે.

જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા એઆઇ વિકસિત થઈ રહ્યાં છે, ડિજિટલ અને ઇન્ટરનેટ ટેક્‌નૉલોજીની માગ વધી રહી છે અને તેમાં રોકાણ પણ વધી રહ્યું છે, એટલે, આ અઠવાડિયે દુનિયા જહાનમાં આપણે એ જાણવાની કોશિશ કરીશું કે, શું દુનિયા સમુદ્રમાં પથરાયેલા ઇન્ટરનેટ કેબલ નેટવર્ક પર નિર્ભર રહી શકે છે?

1850ના દાયકામાં અમેરિકા અને બ્રિટન વચ્ચે એટલાન્ટિક મહાસાગરમાં ટેલિગ્રાફના તાંબાના તાર પાથરવામાં આવ્યા હતા.

આ તારથી 1858માં મોકલવામાં આવેલા કેટલાક સાર્વજનિક સંદેશામાંથી એક સંદેશો બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયા દ્વારા રાષ્ટ્રપતિ જેમ્સ બુકાનનને મોકલવામાં આવેલો અભિનંદન સંદેશ હતો, જે 100 શબ્દ કરતાં પણ નાનો હતો, પરંતુ, તેને પ્રસારિત કરવામાં 16 કલાક લાગ્યા હતા.

હવે અનુમાન કરો કે, ત્યારથી અત્યાર સુધીમાં માહિતી તંત્રમાં કેટલી મોટી કાયાપલટ થઈ છે. આજે, સમુદ્રમાં પથરાયેલા ફાઇબર ઑપ્ટિક કેબલમાં પ્રતિ સેકન્ડ 60 કરોડ કલાકના એચડી વીડિયો જેટલો ડેટા દુનિયાભરમાં મોકલવાની ક્ષમતા છે.

અનુમાન છે કે, આગામી દર ત્રણ વર્ષમાં આ ક્ષમતા બે ગણી થતી જશે.

અનુમાન છે કે અત્યારે આવા 565 તાર સમુદ્રના તળિયે પથરાયેલા છે. સાથે જ, 83 બીજા કેબલ્સ પાથરવાની યોજના છે, જેની કુલ લંબાઈ લગભગ 15 લાખ કિલોમીટર છે.

અમેરિકા અને યુરોપની વચ્ચે આવા 20 કરતાં વધારે કેબલ્સ પથરાયેલા છે. ઘણા કેબલ્સ આખી દુનિયાની આસપાસ પથરાયેલા છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS