Home તાજા સમાચાર gujrati જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહ પર ‘જીવલેણ હુમલો’- ન્યૂઝ...

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહ પર ‘જીવલેણ હુમલો’- ન્યૂઝ અપડેટ

12
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી જમ્મુ કાશ્મીર ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાહ

ઇમેજ સ્રોત, Parveen Negi/The India Today Group via Getty Images

2 કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહ પર બુધવારે હુમલો કરવામાં આવ્યો હતો. ફારૂક અબ્દુલ્લાહને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવામાં આવી હોવા છતાં હુમલાખોરો તેમની નજીક પહોંચી ગયા હતા.

કાશ્મીરના હાલના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું કે મારા પિતાની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો.

તેમણે કહ્યું કે જમ્મુના રૉયલ પાર્કમાં એક લગ્ન સમારોહ દરમિયાન એક વ્યક્તિ ભરેલી પિસ્તોલ સાથે આવી અને ગોળીબારનો પ્રયાસ કર્યો હતો. નજીકમાં રહેલા સુરક્ષા કર્મચારીઓએ શૉટ ફાયર કરવા દીધો ન હતો અને હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે “અલ્લાહ દયાળુ છે. મારા પિતાનો સહેજમાં બચાવ થયો છે. હાલમાં વિગતો અસ્પષ્ટ છે, પણ એટલું જાણવા મળ્યું છે કે ભરેલી પિસ્તોલ સાથે એક માણસને એકદમ નજીક જઈને શૉટ ફાયર કરવા જણાવાયું હતું. ઝેડ પ્લસ એનએસજી સિક્યૉરિટી ધરાવતા ભૂતપૂર્વ મુખ્ય મંત્રીની આટલી નજીક કોઈ કેવી રીતે આવી શકે તેના સહિતના સવાલો થઈ રહ્યા છે.”

સમાચાર એજન્સી પીટીઆઇએ જમ્મુ કાશ્મીર પોલીસને ટાંકીને જણાવ્યું કે “ફારૂક અબ્દુલ્લાહનો જીવ લેવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.

પોલીસે કહ્યું કે ફારૂક અબ્દુલ્લાહ જમ્મુના ગ્રેટર કૈલાસ વિસ્તારમાં આવેલા રૉયલ પાર્કમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા. આ દરમિયાન તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો.”

પોલીસે જણાવ્યું કે “ફારૂક અબ્દુલ્લાહ લગ્ન સમારંભમાં હાજર હતા. ત્યારે તેમનો જીવ લેવા પ્રયાસ કરાયો હતો. તેમની સુરક્ષામાં તહેનાત સુરક્ષા કર્મચારીઓએ તરત કાર્યવાહી કરી અને હુમલાને નિષ્ફળ બનાવી દીધો. આરોપીને ઘટનાસ્થળે જ પકડી લેવાયો હતો.”

‘ઈરાન સામે અમે જીતી ગયા છીએ’, ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલતા સૈન્ય કાર્યવાહીનાં વખાણ કરતાં કહ્યું છે કે અમેરિકાની સેનાએ કેટલાક કલાકોમાં જ ઈરાનની નેવી અને ઍરફોર્સને ખતમ કરી દીધા હતા.

ટ્રમ્પે કહ્યું કે, ‘અમે જીતી ગયા છીએ. પહેલા કલાકમાં જ બધું ખતમ થઈ ગયું હતું.’

ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ બે દિવસમાં ઈરાનનાં 54 જહાજને તબાહ કરી નાખ્યાં છે. જોકે થોડી વાર પછી તેમણે આ સંખ્યા 58 જણાવી હતી.

આ આંકડો અગાઉ બહાર આવ્યો ન હતો અને બીબીસી સ્વતંત્ર રીતે આની પુષ્ટિ કરતું નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે ‘ઑપરેશન એપિક ફ્યૂરી’ ઑઇલના ભાવોને ઘણા ઘટાડશે અને દુનિયા માટે ખતરો ઓછો થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS