Source : BBC NEWS
ગુજરાતના આ જિલ્લાઓમાં આકરી ગરમી પડશે, વરસાદની શક્યતા છે હવે?
14 મિનિટ પહેલા
ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાં સતત વધારો થવાની શક્યતા છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધીને 41, 42 કે 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી, જોકે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી એક-બે દિવસ માટે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. રાજ્યમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ હજુ પણ વધશે.
ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



