Home તાજા સમાચાર gujrati કિમ જોંગ ઉન : એ ત્રણ સ્ટ્રેટેજી જેના લીધે અમેરિકાએ ઈરાન પર...

કિમ જોંગ ઉન : એ ત્રણ સ્ટ્રેટેજી જેના લીધે અમેરિકાએ ઈરાન પર કર્યો એવા હુમલાનો ઉત્તર કોરિયાને ડર નથી લાગતો

45
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, ઈરાન યુદ્ધ ટ્રમ્પ ખામેનેઈ, સુપ્રીમ લીડર ઇઝરાયલ નેતન્યાહૂ  તહેરાન દક્ષિણ કોરિયા જાપાન ચીન ભારત

ઇમેજ સ્રોત, BBC / Andro Saini

અમેરિકા અને ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી બાદ ઈરાનમાં જે કંઈ ચાલી રહ્યું છે, તેના પર ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન ચાંપતી નજર રાખી રહ્યા હશે.

ઉત્તર કોરિયાએ ઈરાન ઉપરના હુમલાઓને તાકીદે વખોડીને તેને “અન્યાયી આક્રમક યુદ્ધ ગણાવ્યું હતું.”

ઉત્તર કોરિયાની તાત્કાલિક પ્રતિક્રિયા આવવા પાછળ પણ કારણ રહેલું છે. પ્યૉંગયાંગ અને તહેરાન 1979થી “અમેરિકા વિરોધી મોરચે ગાઢ ગઠબંધન” ધરાવે છે અને તેને પગલે, બંને દેશોએ મિસાઇલના વિકાસમાં ભાગીદારી કરી છે.

વળી, ઉત્તર કોરિયાના એક ભૂતપૂર્વ રાજદ્વારીએ બીબીસી સાથેની વાતચીત દરમિયાન નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે, ઈરાન ઉત્તર કોરિયન શસ્ત્રોની નિકાસો માટેનું મુખ્ય બજાર પણ છે.

જોકે, વિશ્લેષકો નોંધે છે કે, બે પરિબળો ઉત્તર કોરિયાને ઈરાન કરતાં વધુ લાભકારક સ્થિતિમાં લાવી મૂકે છે, અને તે છેઃ પરમાણુ શસ્ત્રો અને ચીન.

2003ના ઇરાક યુદ્ધ દરમિયાન, તત્કાલીન નેતા, સ્વર્ગીય કિમ જોંગ-ઇલ 50 દિવસ માટે ગાયબ થઈ ગયા હતા. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે, તેમણે મોટાભાગનો સમય રાજધાનીથી 600 કિલોમીટરના અંતરે સામજીયોન કમ્પાઉન્ડની અંદર આવેલા એક બંકરમાં છૂપાઈને વીતાવ્યો હતો.

તેનાથી ઉલટું, તેમના પુત્ર કિમ જોંગ-ઉને ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું હુમલામાં મોત નીપજ્યા પછી પણ જાહેર જીવનમાંથી પીછેહઠ નથી કરી.

આવી અલગ પ્રકારની પ્રતિક્રિયા એક રીતે ઉત્તર કોરિયાનો તેની પોતાની શક્તિ પ્રત્યે વધેલો વિશ્વાસ છતો કરે છે, એમ દક્ષિણ કોરિયાની નૅશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ ખાતે ઉત્તર કોરિયાની વિશ્લેષણ ટીમના ભૂતપૂર્વ ડિરેક્ટર જાંગ યોંગ-સોકે જણાવ્યું હતું.

ઉત્તર કોરિયા અને પરમાણુ હથિયાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, ઈરાન યુદ્ધ ટ્રમ્પ ખામેનેઈ, સુપ્રીમ લીડર ઇઝરાયલ નેતન્યાહૂ  તહેરાન દક્ષિણ કોરિયા જાપાન ચીન ભારત

ઇમેજ સ્રોત, AFP / KCNA VIA KNS

ઉત્તર કોરિયા એક વાસ્તવિક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે. વાસ્તવમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 2025માં કહ્યું હતું કે, “તે ઘણાં પરમાણુ શસ્ત્રો “ધરાવનારી” પરમાણુ શક્તિ છે.”

સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઇ)ના 2025ના અભ્યાસ મુજબ, ઉત્તર કોરિયા આશરે 50 પરમાણુ વૉરહેડ્ઝ તથા બીજાં 40 વૉરહેડ્ઝ તૈયાર કરી શકાય, તેટલી વિનાશક સામગ્રી એકઠી કરી ચૂક્યું છે.

જુલાઈ, 2024માં દક્ષિણ કોરિયાએ ચેતવણી ઉચ્ચારી હતી કે, તેનો ઉત્તર તરફનો પાડોશી દેશ ટૂંકી રેન્જ ધરાવતું અને યુદ્ધભૂમિમાં ઉપયોગી એવું “વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્ર” વિકસાવવાના “અંતિમ તબક્કા”માં છે.

ગયા વર્ષે દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગે પણ દાવો કર્યો હતો કે, ઉત્તર કોરિયાનું શાસન અમેરિકા ઉપર પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ આંતરખંડીય બૅલિસ્ટિક મિસાઇલ વિકસાવવાની વેતરણમાં છે, જોકે, તે મિસાઇલની ગાઇડન્સ સિસ્ટમ તેમજ વાતાવરણમાં પુનઃ પ્રવેશ દરમિયાન વૉરહેડને સુરક્ષિત રાખવાની ક્ષમતાને લઈને શંકા પ્રવર્તે છે.

યુનાઇટેડ નૅશન્સની ઇન્ટરનૅશનલ ઍટમિક ઍનર્જી એજન્સી (આઇએઇએ)એ જણાવ્યું હતું કે, ઈરાન ઘણો “વિશાળ અને મહત્ત્વાકાંક્ષી પરમાણુ કાર્યક્રમ ધરાવતું હતું,” પણ પરમાણુ શસ્ત્રોનાં ઉત્પાદન માટેનો માળખાગત કાર્યક્રમ મોજૂદ હોવાના કોઈ પુરાવા એજન્સીને મળ્યા નહોતા.

2015માં ઐતિહાસિક પરમાણુ કરાર કર્યા બાદ, ઈરાન તેના યુરેનિયમ સંવર્ધનના કાર્યક્રમ ઉપર ઉમેરારૂપ નિયંત્રણો લાદવા માટે સંમત થયું હતું.

આસન ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૉલિસી સ્ટડીઝ ખાતે મધ્ય પૂર્વના નિષ્ણાત જાંગ જી-હ્યાંગ જણાવે છે કે, આઇએઇએનું નિરીક્ષણ પણ વિસ્તર્યું હતું, જેના કારણે ઈરાનના પરમાણુ કાર્યક્રમની ગતિ ધીમી પડી શકી હતી.

જોકે, 2018માં ટ્રમ્પે પરમાણુ સંધિમાંથી એકતરફી પીછેહઠ કરી, તે પછી ઈરાન તેની પરમાણુ સુવિધાઓમાં આઇએઇએનો પ્રવેશ સીમિત કરવા માંડ્યું હતું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, ઈરાન યુદ્ધ ટ્રમ્પ ખામેનેઈ, સુપ્રીમ લીડર ઇઝરાયલ નેતન્યાહૂ  તહેરાન દક્ષિણ કોરિયા જાપાન ચીન ભારત

ઇમેજ સ્રોત, UNG YEON-JE/AFP via Getty Images

એપી ન્યૂઝ એજન્સીએ ગયા મહિને આપેલી માહિતી પ્રમાણે, નિયમનકારી સંસ્થા આઇએઇએએ એક ગોપનીય અહેવાલમાં જણાવ્યું હતું કે, જૂન, 2025માં ઇઝરાયલ સાથે યુદ્ધ છેડાયા પછી ઈરાને તેનો તમામ સહકાર સ્થગિત કરી દીધો હતો.

જોકે, ઉત્તર કોરિયાએ 2006માં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ હાથ ધર્યું હતું અને ત્રણ વર્ષ પછી આઇએઇએના તમામ નિરીક્ષકોને દરવાજો દેખાડ્યો હતો. ત્યારથી લઈને તેણે બીજાં પાંચ પરમાણુ પરીક્ષણો હાથ ધર્યાં હતાં, જેમાં છેલ્લું પરીક્ષણ 2017માં થયું હતું.

તે સમયે ઉત્તર કોરિયાને અમેરિકા સાથે જોડાવામાં ઘણો રસ હતો, જેને પગલે 2018 અને 2019માં બંને દેશોના વડા વચ્ચે બે ઐતિહાસિક બેઠકો યોજાઈ હતી.

કિમ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટી જાય, તેમ ઈચ્છતા હતા અને તેના બદલામાં તેમણે યોંગબ્યોન પરમાણુ સુવિધા ધ્વસ્ત કરી દેવાની ઑફર પણ કરી હતી. જોકે, ટ્રમ્પે વધુ માગણી કરતાં તે વાટાઘાટો નિષ્ફળતામાં પરિણમી.

હાલમાં અમેરિકન થિન્ક ટૅન્ક સ્ટિમસન સેન્ટર ખાતે કોરિયા પ્રોગ્રામનાં ડિરેક્ટર જૅની ટાઉન જણાવે છે કે, ઉત્તર કોરિયા આત્મવિશ્વાસથી છલકાઈ રહ્યું હોય, તેમ જણાય છે, કારણ કે, યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ તેને રશિયાની નજીક લઈ આવ્યું છે. રશિયા આવશ્યક આર્થિક અને લશ્કરી સહાય પૂરી પાડે છે.

જોકે, ટ્રમ્પ અને કિમ પણ સારા સંબંધ ધરાવતા હોય, એવું લાગી રહ્યું છે. હકીકતમાં અમેરિકન પ્રમુખે હજુ એક વર્ષ પહેલાં જ કિમની પ્રશંસા કરી હતી.

કિમ સ્વીકારે છે કે, “ટ્રમ્પ સાથે વ્યવહાર કરવાની વિશિષ્ટ તકો રહેલી છે,” પણ તે સંબંધોને પુનઃ જીવિત કરવા માટે તેઓ “બલિદાન આપવા તૈયાર નથી,” એમ ટાઉને નોંધ્યું હતું.

તેમ છતાં, ઉત્તર કોરિયાએ ઈરાનના યુદ્ધની આલોચનામાં ટ્રમ્પની ખુલ્લી ટીકા કરી નહોતી.

એ જ રીતે, ગયા મહિને યોજાયેલી પાર્ટી કૉંગ્રેસ દરમિયાન, ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી તેના દરજ્જાને આદર આપવામાં આવશે, ત્યાં સુધી તે અમેરિકા સાથે સારા સંબંધો જાળવી રાખશે. આમ, તેણે સંવાદનો અવકાશ રાખ્યો છે.

ચીન, રશિયા અને “પરમાણુ બંધકો”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, ઈરાન યુદ્ધ ટ્રમ્પ ખામેનેઈ, સુપ્રીમ લીડર ઇઝરાયલ નેતન્યાહૂ  તહેરાન દક્ષિણ કોરિયા જાપાન ચીન ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ભૌગોલિક પરિબળો પણ ઉત્તર કોરિયાની તરફેણ કરતાં હોય, એમ લાગે છે. કારણ કે, તે અમેરિકા અને અમેરિકાના સાથી દેશ દક્ષિણ કોરિયા વિરુદ્ધ તેને મુખ્ય રક્ષક માનતા ચીન સાથે સરહદથી જોડાયેલું છે.

વધુમાં, જો ઉત્તર કોરિયાનું શાસન પડી ભાંગે, તો ચીને વ્યાપક સ્તર પર શરણાર્થીઓનો સામનો કરવો પડી શકે છે.

આ જ કારણસર, ઐતિહાસિક રીતે આ બે સામ્યવાદી રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને અત્યંત ગાઢ ગણાવવામાં આવ્યા છે: 1961થી ચીન પારસ્પરિક સંરક્ષણ સંધિ હેઠળ હુમલો થવાના કિસ્સામાં ઉત્તર કોરિયાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. ચીને કરેલી આ પ્રકારની આ એકમાત્ર સંધિ છે.

જોકે, તેનો અર્થ એ નથી કે, ચીન હંમેશા ઉત્તર કોરિયાને એક પરફેક્ટ સાથી રાષ્ટ્ર માને છે, કારણ કે, તેના પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ આ પ્રદેશને અસ્થિર કરે છે.

સોલ નૅશનલ યુનિવર્સિટીના મુલાકાતી સંશોધક જાંગ યોંગ-સોક જણાવે છે કે, ખાસ કરીને 2024માં ઉત્તર કોરિયા તથા રશિયા વચ્ચે સંરક્ષણ કરાર થયા, તે પછી ચીન ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે મજબૂત થતા સંબંધોથી ખાસ ખુશ ન હોય, તે શક્ય છે.

જોકે, તેઓ જણાવે છે કે, “ઉત્તર કોરિયા ચીન માટે વ્યૂહાત્મક હિત ધરાવે છે અને ચીન તેનાં વ્યૂહાત્મક હિતોના રક્ષણને લઈને મક્કમ છે, જેનાથી કિમ જોંગ-ઉન સુપેરે વાકેફ છે.”

વળી, આસન ઇન્સ્ટિટ્યૂટના જાંગ જણાવે છે કે, ઉત્તર કોરિયા તેની ભૌગોલિક નિકટતાને કારણે દક્ષિણ કોરિયા અને જાપાનને “પરમાણુ બંધકો” તરીકે પણ રાખે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઉત્તર કોરિયા, કોરિયા, ઈરાન, અમેરિકા, ઈરાન યુદ્ધ ટ્રમ્પ ખામેનેઈ, સુપ્રીમ લીડર ઇઝરાયલ નેતન્યાહૂ  તહેરાન દક્ષિણ કોરિયા જાપાન ચીન ભારત

ઇમેજ સ્રોત, KCNA VIA KNS / AFP via Getty Images

બંને કોરિયા માત્ર ડિમિલિટરાઇઝ્ડ ઝોન દ્વારા અલગ પડે છે. આ ઝોન અંદાજે 250 કિલોમીટર લાંબો અને ચાર કિલોમીટર પહોળો છે. બંને દેશોની રાજધાની વચ્ચે માંડ 200 કિલોમીટરનું અંતર છે.

દક્ષિણ કોરિયાની નૅશનલ ઇન્ટેલિજન્સ સર્વિસના ભૂતપૂર્વ સભ્ય જાંગના જણાવ્યા પ્રમાણે, તેનો અર્થ એ થયો કે, ઇન્ચિયોન અને ગ્યોંગી પ્રાંતને આવરી લેતો સોલ મૅટ્રોપોલિટન વિસ્તાર ઉત્તર કોરિયાના ડાયરેક્ટ ઍટેક ઝોનમાં છે.

તેઓ ઉમેરે છે, “દક્ષિણ કોરિયા પાસે મિસાઇલોને આંતરવાની ક્ષમતા છે કે કેમ, તે સવાલ છે.”

જાપાન પણ ઉત્તર કોરિયાના સીધા હુમલાના ક્ષેત્રમાં આવે છે. હકીકતમાં, ઉત્તર કોરિયા તેનાં પરીક્ષણો દરમિયાન નિયમિતપણે જાપાનના સમુદ્રમાં મિસાઇલો છોડતું રહ્યું છે.

જાપાન અને દક્ષિણ કોરિયામાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો તૈનાત છે, જ્યારે મધ્ય પૂર્વમાં 50,000ની આસપાસ અમેરિકન લશ્કરી કર્મચારીઓ મોજૂદ છે.

ઈરાન સાથેના ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધથી કિમ જોંગ-ઉનની એ ધારણા કદાચ વધુ દૃઢ થઈ છે કે, અલી ખામેનેઈ “પરમાણુ શસ્ત્રોના અભાવે નિઃસહાય હતા” અને અમેરિકા સાથેની વાટાઘાટો શાસનના અસ્તિત્વની બાંહેધરી આપતી નથી, એવો તર્ક વૉશિંગ્ટન, ડી.સી. સ્થિત થિન્ક ટૅન્ક કોરિયા-યુએસ ઇકૉનૉમિક ઇન્સ્ટિટ્યૂટના ઍલન કિમે રજૂ કર્યો હતો.

આ વિચાર સાથે સંમત થતાં ટાઉન કહે છે, “ઉત્તર કોરિયાએ પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વિકસાવવાના તેના પ્રયાસો દરમિયાન વર્ષો સુધી ઘણું નુકસાન વેઠવું પડ્યું હશે.”

તેમણે ઉમેર્યું હતું, “જોકે, વર્તમાન સમયમાં, કિમ જોંગ-ઉન ચોક્કસપણે માનતા હશે કે, તેમણે સાચો નિર્ણય લીધો છે, કારણ કે તેઓ જાણે છે કે, પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશ ઉપર હુમલો કરવાનું જોખમ એટલું ઊંચું હોય છે કે, હુમલાનો આવો વિકલ્પ વ્યવહારુ ગણાતો નથી.”

ઉમેરારૂપ માહિતી અને સંપાદનઃ ગ્રેસ ત્સોઇ અને માર્ક શિ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS