Home તાજા સમાચાર gujrati ઍપ્સ્ટિન ફાઇલ મામલે અમેરિકામાં બ્રિટનના રાજદૂત રહેલા પીટર મૅંડલસનની ધરપકડ – ન્યૂઝ...

ઍપ્સ્ટિન ફાઇલ મામલે અમેરિકામાં બ્રિટનના રાજદૂત રહેલા પીટર મૅંડલસનની ધરપકડ – ન્યૂઝ અપડેટ

24
0

Source : BBC NEWS

ઍપ્સ્ટિન ફાઇલ મામલે અમેરિકામાં બ્રિટનના રાજદૂત રહેલા પીટર મૅંડલસનની ધરપકડ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Pool/BBC News

24 ફેબ્રુઆરી 2026, 08:01 IST

અપડેટેડ 9 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

બ્રિટિશ પોલીસે અમેરિકામાં બ્રિટનના રાજદૂત રહેલા પીટર મૅંડલસનની સાર્વજનિક પદના દુરુપયોગના સંદેહમાં ધરપકડ કરી છે. તેમની ધરપકડ ઍપ્સ્ટિન ફાઇલ સાથે જોડાયેલી તપાસ બાદ થઈ છે.

આ પહેલાં બ્રિટનના પૂર્વ પ્રિન્સ ઍન્ડ્રૂ માઉન્ટબેટનની ઍપ્સ્ટિન ફાઇલ સાથે જોડાયેલા મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર પણ સાર્વજનિક પદના દુરુપયોગનો આરોપ છે.

લંડન મેટ્રોપૉલિટન પોલીસે જણાવ્યું કે 72 વર્ષના મૅંડલસનની સોમવારે ઉત્તર લંડનના કૅમડેનસ્થિત એક સરનામેથી ધરપકડ કરવામાં આવી હતી, તેમને તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ધરપકડ વિલ્ટશાયર તથા કૅમડેનનાં બે ઠેકાણાં પર તપાસનાં વૉરંટ જારી કર્યાં બાદ થઈ હતી.

પોલીસે આ મહિનાની શરૂઆતમાં એ આરોપીની તપાસ શરૂ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારમાં મંત્રી રહેતા મૅંડલસને માર્કેટને પ્રભાવિત કરનારી સંવેદનશીલ સરકારી જાણકારી યૌન અપરાધી જેફ્રી ઍપ્સ્ટિનને આપી હતી.

અમેરિકા : ત્રણ ફૂટ સુધીનો બરફ પડ્યો, બરફના તોફાનને કારણે સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ

અમેરિકા : ત્રણ ફૂટ સુધીનો બરફ પડ્યો, બરફના તોફાનને કારણે સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kena Betancur/Getty Images

સોમવારે અમેરિકાના પૂર્વ તટ પર આવેલા તોફાનને કારણે રેકૉર્ડ તોડ બરફવર્ષા થઈ છે. જેમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને હજારો ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.

અમેરિકાની નૅશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, રોડ આઇલૅન્ડ તથા મેસેચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં લગભગ 37 ઇંચ સુધીનો બરફ પડ્યો હતો. જ્યારે કે ન્યૂ યૉર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં 19 ઇંચથી વધારે બરફ પડ્યો.

એક સ્ટેટ એજન્સીએ ચેતવણી આપી છે કે ન્યૂ યૉર્કમાં યાત્રા લગભગ અસંભવ છે. પૂર્વ તટ પર છ લાખથી વધારે ઘરો તથા વ્યાપાર સંસ્થાનોમાં વીજળી સપ્લાયમાં અવરોધ ઊભો થયો છે. ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સૌથી વધારે પ્રભાવિત થયાં છે.

રાંચીથી દિલ્હી જતી ઍર ઍમ્બ્યુલન્સ ક્રૅશ થઈ, ક્રૂ મેમ્બર્સ સહિત સાત લોકો હતા સવાર

રાંચી પાસે ઍર ઍમ્બ્યુલન્સનો અકસ્માત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

રાંચીથી દિલ્દી જતી એક ઍર ઍમ્બ્યુલન્સનો ઝારખંડના સિમરિયા પાસે અકસ્માત થયો છે. રાંચી ઍરપોર્ટના નિદેશકે આ માહિતી આપી હતી. આ ઍર ઍમ્બ્યુલન્સમાં સાત લોકો સવાર હતા.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરીના દિવસે રેડબર્ડ ઍરવેઝ પ્રાઇવેટ લિમિટેડનું બીચક્રાફ્ટ C90 વિમાન ‘રાંચી–દિલ્હી’ સેક્ટર પર મેડિકલ ઇવૅલ્યુએશન (ઍર ઍમ્બ્યુલન્સ) ઊડી રહ્યું હતું. પણ આ વિમાન ઝારખંડના ચતરા જિલ્લાની કસારિયા પંચાયતમાં અકસ્માત થયો.

વિમાનમાં બે ક્રૂ સભ્યો સહિત કુલ સાત લોકો સવાર હતા. વિમાનમાં રાંચીથી સાંજે 7 વાગીને 11 મિનિટ પર ઉડાણ ભરી હતી. કોલકાતાથી સંપર્ક સ્થાપિત કર્યા બાદ સાંજે 7 વાગીને 34 મિનિટે વિમાનનો કોલકાતાના રડારથી સંપર્ક તૂટી ગયો.

તે સમયથી વિમાન વારાણસીથી લગભગ 100 નૉટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં હતું.

જિલ્લા વહીવટી તંત્રની શોધ અને બચાવ ટીમ અવસર પર પહોંચી ગઈ છે. અને દુર્ઘઠનાની તપાસ માટે એએઆઈબીની ટીમ રવાના કરવામાં આવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS