Home તાજા સમાચાર gujrati ઈરાનના વિદેશમંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા, પરંતુ અમેરિકા સાથે વાતચીત અંગે શંકા બરકરાર

ઈરાનના વિદેશમંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા, પરંતુ અમેરિકા સાથે વાતચીત અંગે શંકા બરકરાર

21
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ભારત, ઈરાન, અમેરિકા, યુએસ

ઇમેજ સ્રોત, EPA

25 એપ્રિલ 2026, 07:36 IST

અપડેટેડ 2 કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ દરમિયાન ફરી એક વાર વાતચીતના પ્રયત્નો તેજ બન્યા છે.

વાતચીત માટે અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટ્કૉફ અને જૅરેડ કુશ્નર પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ રવાના થવાના છે.

બીજી તરફ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી એક પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદ પહોંચ્યા છે.

જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરાગચી અમેરિકન પ્રતિનિધિમંડળને મળશે એવી આશા નથી.

ઈરાની વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ પ્રવાસનો હેતુ દ્વિપક્ષીય મામલા પર ચર્ચા કરવાનો છે.

ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત નિષ્ફળ રહી હતી. અમેરિકા તરફથી આ વાતચીતનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરી રહ્યા હતા.

પાકિસ્તાનની મધ્યસ્થીમાં 11 અને 12 એપ્રિલના રોજ ઇસ્લામાબાદમાં પ્રથમ તબક્કાની વાતચીત થઈ હતી, પરંતુ એ નિષ્ફળ રહી હતી.

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે પાંચ અઠવાડિયાં સુધી ચાલેલા જંગ દરમિયાન બે અઠવાડિયાંનો યુદ્ધવિરામ જાહેર થયો હતો, જેની મુદત અમેરિકન રાષ્ટ્રપતિએ વધારી દીધી હતી.

‘ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ બેઠક નહીં’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ભારત, ઈરાન, અમેરિકા, યુએસ

ઇમેજ સ્રોત, Reuters

વ્હાઇટ હાઉસ પ્રમાણે ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટ્કૉફ સાથે અમેરિકન રાષ્ટ્રપતિના જમાઈ જૅરેડ કુશ્નર શનિવારે સવારે ઈરાન સાથે શાંતિ વાટાઘાટ માટે પાકિસ્તાન જઈ રહ્યા છે.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કૅરોલિન લેવિટે કહ્યું, “ઈરાન વાતચીત કરવા ઇચ્છે છે.”

તેમણે એવું પણ કહ્યું કે જો વાતચીત સફળ થઈ તો અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ જરૂર પડ્યે વાતચીત સફળ થવાની સ્થિતિમાં મુસાફરી માટે તૈયાર છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બખાઈએ કહ્યું કે તેઓ અને વિદેશમંત્રી અબ્બાસ અરાગચી શનિવારે સવારે ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યા છે. અરાગચી “પાકિસ્તાનના ઉચ્ચ-સ્તરીય અધિકારીઓ” સાથે મુલાકાત કરશે.

તેમણે એવું પણ કહ્યું, “ઈરાન અને અમેરિકા વચ્ચે બેઠકની કોઈ યોજના નથી, ઈરાન પોતાના વિચાર પાકિસ્તાનના માધ્યમથી પહોંચાડશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS