Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Wisam Hashlamoun/Anadolu via Getty
અપડેટેડ એક કલાક પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે તેમણે ઇઝરાયલ તરફ એક મિસાઇલથી હુમલો કર્યો છે.
આ પહેલાં ઇઝરાયલની સેનાનું કહેવું હતું કે તેની ઍર ડિફેન્સ સિસ્ટમ દ્વારા યમન તરફથી છોડવામાં આવેલી મિસાઇલને રોકે છે. પછી ઇઝરાયલે ઘોષણા કરી કે હવે તેના લોકો સુરક્ષિત છે અને શેલ્ટરની બહાર નીકળી શકે છે.
છેલ્લા એક સપ્તાહમાં હૂતીએ ઘણા હુમલા કર્યા છે. 28મી માર્ચે ઇઝરાયલના હુમલા સામે હૂતીએ ઘણી મિસાઇલ છોડી હતી. આ ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ શરૂ થયા બાદ હૂતીઓનો પહેલો હુમલો છે.
‘તહેરાન હુમલામાં ઈરાની સેનાના ઘણા વરિષ્ઠ નેતાઓ માર્યા ગયા’, ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
ઇમેજ સ્રોત, Aaron Schwartz/CNP/Bloomberg via Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લૅટફૉર્મ પર એક વીડિયો શૅર કર્યો છે, જે મામલે તેમનું કહેવું છે કે ઈરાનની રાજધાની તહેરાન પર ભીષણ હુમલો તેમાં દેખાડાયો છે.
તેમણે દાવો કર્યો કે ‘ઈરાની સેનાના ઘણા શીર્ષ અધિકારી, તેમણે અયોગ્ય અને વગર સમજ્યે સેનાનું નેતૃત્વ કર્યું, આ હુમલા બાદ ખતમ થઈ ગયા છે.’
ટ્રમ્પે કહ્યું, “બીજું બધું પણ તબાહ થયું છે.”
વીડિયોમાં રાત્રે મોટા વિસ્ફોટો દૃશ્યમાન થાય છે. જોકે એ સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યાંનો છે અને તેને ક્યારે રેકૉર્ડ કરવામાં આવ્યો.
અમેરિકા તરફથી તે વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી. ટ્રમ્પના દાવા પર ઈરાનની કોઈ પ્રતિક્રિયા નથી આવી.
‘તમારા માટે નરકના દરવાજા ખૂલી જશે’, ટ્રમ્પની 48 કલાકની ધમકી પર ઈરાને શું કહ્યું?
ઇમેજ સ્રોત, IRNA
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે તીખી પ્રતિક્રિયા આપી છે.
ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે “મેં ઈરાનને સમજૂતી કરવા કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે દસ દિવસનો સમય આપ્યો હતો. સમય સમાપ્ત થઈ રહ્યો છે. તેના પર કેર વર્તાવવા માટે માત્ર 48 કલાક બાકી છે.”
બીબીસી ફારસી સેવા પ્રમાણે, ટ્રમ્પની ટિપ્પણી પર ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના કમાન્ડર મેજર જનરલ અલી અબ્દુલ્લાહીનું નિવેદન આવ્યું છે.
તેમણે કહ્યું, “અમેરિકાના હુમલાની સ્થિતિમાં, અમે તેમની આતંકવાદી સેના સાથે જોડાયેલાં તમામ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર તથા જાયોની શાસન સાથે જોડાયેલાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર સતત હુમલા કરીશું.”
અબ્દુલ્લાહીએ કહ્યું, “અમારા પર થોપવામાં આવેલું યુદ્ધ અમે શરૂ કર્યું છે. અમે જે કહ્યું છે તે અમે કર્યું છે. આ સંદેશનો સીધો અર્થ એ છે કે નરકના દ્વાર તારા માટે ખૂલી જશે.”
ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા કર્નલ ઇબ્રાહિમ જુલ્ફકારીએ પણ એક વીડિયો સંદેશ જારી કર્યો છે. જોકે તેમાં ટ્રમ્પની ધમકીની વાતનો ઉલ્લેખ નથી.
બીબીસી ફારસી સેવા પ્રમાણે, જુલ્ફકારીએ કહ્યું, “એ ન ભૂલવું જોઈએ કે જો બુરાઈ ફેલાય છે, તો આખું ક્ષેત્ર નરક બની જશે. ઈરાનના ઇસ્લામી ગણરાજ્યની હારનો ભ્રમ તારા માટે દલદલ બની ગયો છે, જેમાં તમે ડૂબી જશો.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



