Home તાજા સમાચાર gujrati અમેરિકન ડૉલર ઘટે તો તમારા પર શું અસર થાય?

અમેરિકન ડૉલર ઘટે તો તમારા પર શું અસર થાય?

4
0

Source : BBC NEWS

ડોલર ઘટવાથી ભારતને ફાયદો થાય કે નુકસાન, શા માટે ડોલર ઘટી રહ્યો છે, ડોલરમાં વધઘટની આયાત નિકાસ ઉપર શું અસર થાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

28 એપ્રિલ 2025, 19:46 IST

અપડેટેડ 3 કલાક પહેલા

તાજેતરના મહિનાઓમાં યુએસ ડૉલરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચલણોના મૂલ્યમાં વધારો-ઘટાડો થતો રહે છે, પરંતુ ડૉલરમાં ખાસ કરીને તાજેતરનો ઘટાડો નાટકીય બની રહ્યો છે.

સવાલ એ છે કે ડૉલરમાં ઘટાડો કેમ થઈ રહ્યો છે અને તે શા માટે મહત્ત્વનું છે?

ડોલર ઘટવાથી ભારતને ફાયદો થાય કે નુકસાન, શા માટે ડોલર ઘટી રહ્યો છે, ડોલરમાં વધઘટની આયાત નિકાસ ઉપર શું અસર થાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

2024માં અમેરિકન પ્રમુખપદની ચૂંટણી પહેલાંની પાનખરમાં, અમેરિકાની પ્રમાણમાં મજબૂત આર્થિક વૃદ્ધિને લીધે ડૉલર સતત વધતો રહ્યો હતો અને નવેમ્બરમાં ટ્રમ્પની જીત પછી પણ તે એવી આશામાં વધતો રહ્યો હતો કે ટ્રમ્પ એ ટ્રેન્ડને આગળ વધારી શકશે.

ટ્રમ્પની વેપાર નીતિની ચર્ચા પણ અસર થઈ, કારણ કે ઘણા રોકાણકારો માનતા હતા કે ટ્રમ્પે જે ટેરિફ લાદવાનું વચન આપ્યું છે તેનાથી ફુગાવાને વેગ મળશે. તેના પગલે અમેરિકાની મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વને વ્યાજ દરોમાં વધારાની ફરજ પડશે અથવા તેમાં અપેક્ષા મુજબ ઝડપથી ઘટાડો તો નહીં જ થાય.

ડોલર ઘટવાથી ભારતને ફાયદો થાય કે નુકસાન, શા માટે ડોલર ઘટી રહ્યો છે, ડોલરમાં વધઘટની આયાત નિકાસ ઉપર શું અસર થાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં ઊંચા દરોની સંભાવના ડૉલરને વધુ આકર્ષક બનાવે છે, કારણ તેનો અર્થ એવો થાય કે રોકાણકારો ડૉલરમાંની તેમની રોકડ પર અન્ય ચલણોની તુલનામાં વધારે કમાશે.

અલબત, ટ્રમ્પના ટેરિફની વિગતો બહાર આવવાની સાથે તાજેતરના મહિનાઓમાં ગણતરી બદલાઈ ગઈ છે. ટેરિફના અમલમાં વિરામ લેવામાં આવ્યો છે અથવા તો ચીનના કિસ્સામાં ટેરિફનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. એ કારણે તેના પ્રભાવ વિશેની અનિશ્ચિતતામાં વધારો થયો છે.

અમેરિકાની વૃદ્ધિ હવે વ્યાપકપણે નબળી પડવાની અપેક્ષા છે.

તેની ડૉલર પર ભારે ઘટાડા સ્વરૂપે અસર થઈ છે. વ્યાજ દરમાં ઘટાડો ન કરવા બદલ ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલ પરના ટ્રમ્પના આક્રમણે પણ ડૉલર પરના દબાણમાં ઉમેરો કર્યો હોય એવું લાગે છે.

ફુગાવાની અપેક્ષાઓ અને મધ્યસ્થ બૅન્કની નીતિઓ જેવાં ઘણાં પરિબળોના પ્રભાવ હેઠળ તમામ ચલણોના મૂલ્યમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ ચલણોના સમૂહ સામે ડૉલરની મજબૂતાઈ દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ ત્રણ વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગયો છે.

ડૉલર સલામત રોકાણ છે?
ડોલર ઘટવાથી ભારતને ફાયદો થાય કે નુકસાન, શા માટે ડોલર ઘટી રહ્યો છે, ડોલરમાં વધઘટની આયાત નિકાસ ઉપર શું અસર થાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

મુશ્કેલીના સમયમાં ડૉલરને સામાન્ય રીતે સલામત રોકાણ ગણવામાં આવે છે.

તેથી આ ચલણમાં તીવ્ર ઘટાડો તેમજ યુએસ સરકારી બૉન્ડ્સમાં તાજેતરમાં વેચાણ (જેને સામાન્ય રીતે સલામત યુએસ સંપત્તિ પણ માનવામાં આવે છે) અસામાન્ય બાબત છે.

રાબોબૅન્ક ખાતેના ફૉરેન ઍક્સચેન્જ વ્યૂહરચનાના વડા જેન ફોલીના કહેવા મુજબ, ટ્રમ્પની “લિબરેશન ડે” ટેરિફની જાહેરાત પછી ડૉલરમાં ઘટાડો “ખૂબ જ આઘાતજનક” હતો.

અમેરિકન શેર, અમેરિકન બૉન્ડ અને ડૉલરમાં મોટા પાયે વેચાણ તરફ ઇશારો કરતાં જેન ફોલી કહે છે, “માર્કેટ્સને અમેરિકાની ગ્રોથ સ્ટોરીમાં ઘણાં વર્ષોથી વિશ્વાસ હતો. અમેરિકન શૅરબજાર અન્ય શૅરબજારો કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને અચાનક અર્થશાસ્ત્રીઓ એવું વિચારતા થયા છે કે આ ટેરિફ અમેરિકાને મંદીમાં ધકેલી દેશે.”

પરિણામે એવા અનુમાને આકાર લીધો છે કે શું આ ઘટાડો અમેરિકાથી દૂરગામી વળાંક તેમજ ડૉલરથી દૂર જવાનો સંકેત આપે છે કે કેમ.

નબળા ડૉલરનો અર્થ શું છે?
ડોલર ઘટવાથી ભારતને ફાયદો થાય કે નુકસાન, શા માટે ડોલર ઘટી રહ્યો છે, ડોલરમાં વધઘટની આયાત નિકાસ ઉપર શું અસર થાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય અમેરિકનો વિદેશ જાય ત્યારે પહેલીવાર નબળા ડૉલરની નોંધ લે છે, કારણ કે તેમના પૈસા લાંબો સમય ઉપયોગી થતા નથી. બીજી તરફ અમેરિકામાંના વિદેશી પ્રવાસીઓ તેમના ચલણ વડે વધુ ખરીદી કરી શકે છે.

અન્ય ચલણોમાં થતા ફેરફારની સરખામણીએ ડૉલરમાં થતી હિલચાલની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વ્યાપક અસર થતી હોય છે.

તેનું કારણ એ છે કે ડૉલર વિશ્વની પ્રાઇમરી રિઝર્વ કરન્સી છે. એટલે કે તે વિશ્વભરની મધ્યસ્થ બૅન્કો તેમના ફોરેન કરન્સી રિઝર્વના ભાગરૂપે મોટી માત્રામાં ડૉલર રાખતી હોય છે. મધ્યસ્થ બૅન્કો આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં, આંતરરાષ્ટ્રીય દેવાની ચૂકવણીમાં અથવા સ્થાનિક વિનિમય દરોને ટેકો આપવા માટે યુએસ ડૉલરનો ઉપયોગ કરતી હોય છે.

જેન ફોલીના કહેવા મુજબ, ડૉલર આંતરરાષ્ટ્રીય વેપારમાં વપરાતું મુખ્ય ચલણ પણ છે. લગભગ અડધોઅડધ વૈશ્વિક વેપાર ઇન્વૉઇસ યુએસ ડૉલર્સમાં કરવામાં આવે છે.

ડૉલરમાં ઘટાડો થવાનો અર્થ એ છે કે અમેરિકન માલની નિકાસ સસ્તી થાય છે, પરંતુ નબળા ચલણને કારણે તેમજ ટેરિફની સીધી અસરને કારણે આયાતી માલ વધુ મોંઘો થઈ શકે છે.

ઓઇલ અને ગૅસ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની કૉમૉડિટીઝના ભાવ પણ ડૉલરમાં હોય છે. નબળા ડૉલરને કારણે, અન્ય ચલણો ધરાવતા દેશો માટે ક્રૂડ ઓઇલ સસ્તું બને છે.

ડૉલર ઘટતો રહે તો શું થાય?
ડોલર ઘટવાથી ભારતને ફાયદો થાય કે નુકસાન, શા માટે ડોલર ઘટી રહ્યો છે, ડોલરમાં વધઘટની આયાત નિકાસ ઉપર શું અસર થાય, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં મજબૂત ડૉલરને અમેરિકન રાજકીય શક્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

એ વિશ્વની રિઝર્વ કરન્સી તરીકેનો દરજ્જો ગુમાવી દે તે વિચાર અકલ્પનીય છે.

જેન ફોલી માને છે કે અન્ય ચલણો વધુ મહત્ત્વપૂર્ણ બની શકે છે, પરંતુ ડૉલર તેનો નંબર વન દરજ્જો ટૂંક સમયમાં ગુમાવશે નહીં. જોકે, ફેડરલ રિઝર્વના એક અધિકારીએ ગયા વર્ષે સૂચવ્યું હતું કે આ બાબતને અમેરિકા હવે હળવાશથી લઈ શકે નહીં.

જેન ફોલીના જણાવ્યા મુજબ, આગામી થોડાં અઠવાડિયાંમાં ડૉલર ફરીથી કંઈક અંશે મજબૂત બનશે, પરંતુ જ્યાં હતો એ સ્તરે પાછો નહીં પહોંચે.

તેનું કારણ એ છે કે માર્કેટની મહત્ત્વપૂર્ણ ચાલ સાથે લાભ લેવાની સંભાવના કાયમ હોય છે. દાખલા તરીકે, રોકાણકારો યુરો વેચવાનો નિર્ણય કરે તો તેનાથી યુરોમાં ઘટાડો થઈ શકે છે અને ડૉલરમાં વધારો થઈ શકે છે.

ટ્રમ્પ આ અઠવાડિયે પણ ફેડરલ રિઝર્વના વડા પરનું પોતાનું આક્રમણ ચાલુ રાખે છે કે કેમ, તેના પર આ અઠવાડિયે માર્કેટ્સની નજર રહેશે. ટ્રમ્પે ફેડરલ રિઝર્વના વડા પોવેલને “મોટા પરાજિત” ગણાવ્યા છે અને તેમને હાંકી કાઢવાની હાકલ જાહેરમાં કરી છે.

પોવેલ પર પદ છોડવાનું દબાણ હશે તો માર્કેટ્સ ફેડરલ બૅન્કની વિશ્વસનીયતા બાબતે વિચારતું થશે. ફેડરલ બૅન્કની વિશ્વસનીયતાને મહત્ત્વપૂર્ણ બાબત માનવામાં આવે છે.

હાર્ગ્રીવ્સ લેન્સડાઉન ખાતે મની ઍન્ડ માર્કેટ્સનાં વડા સુઝાનાહ સ્ટ્રીટર કહે છે, “લાંબા ગાળાની ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવામાં તથા નીતિ નિર્માતાઓને ટૂંકા ગાળાના રાજકીય દબાણ સામે રક્ષણ આપવામાં મધ્યસ્થ બૅન્કોની સ્વાયત્તાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS