Source : BBC NEWS
VIDEO : ‘બાહુબલી’ નેતા મધુ શ્રીવાસ્તવનાં પુત્રી દીપા શ્રીવાસ્તવ કૉંગ્રેસમાં કેમ જોડાયાં?
9 કલાક પહેલા
વડોદરાની વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં પુત્રી દીપા શ્રીવાસ્તવ તાજેતરમાં કૉંગ્રેસમાં જોડાયાં છે.
બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
દીપા શ્રીવાસ્તવે ખાસ કરીને વાડી વિસ્તારમાં પાણી અને રસ્તાની સમસ્યાઓ તેમજ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો.
તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના પિતાની રાજનીતિ અલગ છે અને તેમની પોતાની વિચારધારા અલગ છે, પરંતુ તેમનું લક્ષ્ય માત્ર જનસેવા જ છે.
વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



