Home તાજા સમાચાર gujrati India Vs WI: સંજુ સૅમ્સને 26 બૉલમાં ફિફ્ટી ફટકારી, અભિષેક શર્મા ફરી...

India Vs WI: સંજુ સૅમ્સને 26 બૉલમાં ફિફ્ટી ફટકારી, અભિષેક શર્મા ફરી નિષ્ફળ

9
0

Source : BBC NEWS

ટી20 વર્લ્ડ કપ, ઇન્ડિયા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, સુપર 8 રાઉન્ડ, સેમિફાઇનલમાં ભારતની ટક્કર કોની સાથે, અભિષેક શર્મા, સંજુ સેમ્સન, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images

1 માર્ચ 2026, 19:04 IST

અપડેટેડ 41 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

રવિવારે કોલકતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે સુપર-8 રાઉન્ડમાં ટક્કર થઈ જેમાં મહેમાન ટીમે ભારતને વિજય માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જેમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટના ભોગે 195 રન બનાવ્યા હતા.

જવાબમાં દાવ લેવા ઉતરેલી યજમાન ટીમ ભારતે 11મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 100નો આંકડો પાર કર્યો હતો.

ભારતના ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા ફરી નિષ્ફળ રહ્યા હતા. તેમણે 11 બૉલમાં 10 રન બનાવ્યા હતા. એ પછી ફૉર્મમાં રહેલા ઇશાન કિશન છ બૉલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. બંનેએ બે-બે ચોગ્ગા ફટકાર્યા હતા.

સૂર્યકુમાર યાદવ કપ્તાની ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે 16 બૉલમાં 18 રન બનાવ્યા હતા.

પ્રારંભિક આંચકાની અસર ભારતની બેટિંગ લાઇન-અપ ઉપર જોવા મળી હતી. પાવર-પ્લૅ દરમિયાન ભારતે માત્ર 53 રન બનાવ્યા હતા.

અર્શદીપસિંહની ઓવરના 24 રન ભારે પડ્યા

અર્શદીપસિંહે 16મી ઓવરમાં 24 રન આપ્યા

ઇમેજ સ્રોત, Getty Images

રૉસ્ટન ચેઝે સૌથી વધુ 40 રનનો (25 બૉલ) ફાળો આપ્યો હતો. પોતાની ઇનિંગમાં તેમણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

આ સિવાય કૅપ્ટન શે હૉપે 32 રન (33 બૉલ), શિમરૉન હેટમાયરે 12 બૉલમાં 27 રન બનાવ્યા હતા.

રોવમન પૉવેલ અને જેસન હૉલ્ડરે અનુક્રમે 34 (19 બૉલ) અને 37 રન (22 બૉલ) બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહે મૅચની 12મી ઓવરમાં બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝના બે સેટ બૅટ્સમૅન સિમરોન હેટમાયર અને રોસ્ટોન ચેસને એક જ ઓવરમાં આઉટ કરી દીધા હતા.

12મી ઓવરના ત્રીજા બૉલે હેટમાયરની અને પાંચમા બૉલે રોસ્ટન ચેઝની વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી. સૂર્યકુમાર યાદવે રોસ્ટન ચેઝનો સુંદર કૅચ કર્યો હતો. બંને બૅટ્સમૅન ભારત માટે જોખમી બની રહ્યા હતા, ત્યારે બુમરાહે અણિના સમયે આ વિકેટો લીધી હતી.

અર્શદીપસિંહે 16મી ઓવરમાં 24 રન આપ્યા હતા જે ભારતને ભારે પડ્યા.

15મી ઓવર પૂર્ણ થઈ ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 15 ઓવરમાં 125 રન હતો. જોકે, અર્શદીપસિંહે નાખેલી 16મી ઓવરમાં 24 રન આવતા વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 149 રને પહોંચ્યો હતો.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટક્કર આંકડાઓમાં

બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

બંને ટીમો માટે વર્તમાન વર્લ્ડકપમાં આગળ વધવા માટે આ મૅચ ‘કરો યા મરો’ જેવી છે અને તેમાં વિજેતા ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

બંને ટીમો વચ્ચેની આ મૅચ ‘ક્વાર્ટર ફાઇનલ’ જેવી છે, કારણ કે વિજેતા ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. જો મૅચ વરસાદ કે અન્ય કારણોસર નહીં રમાય શકે, તો કઈ ટીમ સેમિફાઇનલમાં જશે, તે ‘જો’ અને ‘તો’ની સંભાવનાઓમાં અટવાઈ જશે.

વર્લ્ડકપ શરૂ થયો ત્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની ટીમને ટ્રૉફી માટે ફેવરિટ માનવામાં આવતી હતી, પરંતુ સુપર-8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં પરાજય બાદ તેની સંભાવનાઓ ઉપર જોખમ ઊભું થયું હતું.

જોકે, એ પછી ઝિમ્બાબ્વે સામેની મૅચમાં 72 રને વિજય મેળવીને ભારતની ટીમે સ્પષ્ટ કરી દીધું છે કે એક મૅચમાં પરાજયને કારણે તેમને હળવાશથી ન લેવામાં આવે. ટીમ ઇન્ડિયાએ કેટલાક અઘરા પાઠ પણ ભણ્યા છે.

ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા તથા ન્યૂઝીલૅન્ડની ટીમોએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોનું આ વર્લ્ડકપમાં પ્રદર્શન સારું રહ્યું છે. બંને ટીમોએ ગ્રૂપ સ્ટેજમાં પોતાની ચારેય મૅચ જીતી હતી.

ભારતે પાકિસ્તાન, અમેરિકા, નેધરલૅન્ડ્ઝ અને નામીબિયાને હરાવ્યું હતું તો બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, ઇટાલી અને નેપાળને પરાજય આપ્યો હતો.

પરંતુ સુપર-8માં ભારતની દક્ષિણ આફ્રિકા સામે હાર થઈ છે અને વેસ્ટ ઇન્ડીઝની પણ દક્ષિણ આફ્રિકા સામે હાર થઈ છે.

હાલમાં વેસ્ટ ઇન્ડીઝનો રનરેટ +1.791 છે અને ભારતનો રનરેટ -0.100 છે.

2016 પછી ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમો ટી20 વર્લ્ડકપમાં પહેલી વાર આમને-સામને ટકરાઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી એ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

છેલ્લાં 10 વર્ષમાં બંને ટીમો ઘણી બદલાઈ ચૂકી છે, એવામાં મુકાબલો રસપ્રદ રહે તેવી શક્યતા છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેના અત્યાર સુધી 30 ટી-20 મુકાબલા ઉપર નજર કરીએ તો આમાંથી 19માં ભારતનો વિજય થયો છે અને 10 મૅચમાં કેરેબિયન ટીમ વિજયી રહી છે.

જ્યારે બંને ટીમ વચ્ચેની એક મૅચ અનિર્ણયીત રહી હતી.

બીજી બાજુ, ઇડન ગાર્ડનનું મેદાન પર ભારતીય ટીમનો રેકૉર્ડ સ્થાનિક ક્રિકેટચાહકો માટે આશા જન્માવે એવો છે.

અહીં ભારત અને મહેમાન ટીમ વચ્ચે ચાર વખત ટક્કર થઈ છે અને ચારેય મૅચમાં ભારતનો વિજય થયો છે.

કોની ટક્કર કોની સાથે થશે?

ટી20 વર્લ્ડ કપ, ઇન્ડિયા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, સુપર 8 રાઉન્ડ, સેમિફાઇનલમાં ભારતની ટક્કર કોની સાથે, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારની મૅચમાં વિજેતા ટીમનો મુકાબલો કોની સાથે થશે એ પણ મહત્ત્વપૂર્ણ સવાલ છે.

રવિવારે જે કોઈ ટીમ વિજેતા બને તેની ટક્કર ઇંગ્લૅન્ડ સાથે થશે કારણ કે ગ્રૂપ-2માં ઇંગ્લૅન્ડ પોતાની ત્રણેય મૅચ જીતીને ટૉપ પર છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ બંને ટીમો દક્ષિણ આફ્રિકા સામે હારી છે. આમ જે કોઈ ટીમ વિજેતા થાય તેની પાસે ચાર પૉઇન્ટ થશે.

રવિવારે ઝિમ્બાબ્વેને હરાવીને દક્ષિણ આફ્રિકાએ સુપર-8 રાઉન્ડની બધી મૅચો જીતી છે, એટલે તે આ ગ્રૂપમાં પહેલા ક્રમે જળવાય રહેશે.

ગ્રૂપ 1માં ટૉચ પર રહેનાર ટીમ ગ્રૂપ 2ની બીજા રૅન્કની ટીમ સામે સેમિફાઇનલ રમશે. તેથી ચોથી માર્ચે સાઉથ આફ્રિકાની ટક્કર ન્યૂઝિલૅન્ડ સાથે થાય તેવી સંભાવના છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝમાંથી જે ટીમનો વિજય થશે, તે પાંચમી માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સાથે ટકરાશે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમો

ટી20 વર્લ્ડ કપ, ઇન્ડિયા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, સુપર 8 રાઉન્ડ, સેમિફાઇનલમાં ભારતની ટક્કર કોની સાથે, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી સ્પોર્ટ્સ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારની મૅચ માટે બંને ટીમોની પ્લેઇંગ-ઇલેવન આ મુજબ રહી હતી.

ભારત : સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, અર્શદીપસિંહ, ઇશાન કિશન (વિકેટકીપર), વરૂણ ચક્રવર્તી, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, શિવમ દુબે, સંજુ સૅમ્સન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા.

વેસ્ટ ઇન્ડીઝ : શે હૉપ (કૅપ્ટન અને વિકેટ કીપર), રોમારિયો શૅફર્ડ, રૉસ્ટન ચેઝ, રોવમન પૉવેલ, મૅથ્યૂ ફૉર્ડ, ગુડાકેશ મોતી, શરફેન રદરફૉર્ડ, અકીલ હુસૈન, શિમરૉન હેટમાયર, જેસન હૉલ્ડર.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS