Source : BBC NEWS
રાજકોટ : ‘પૈસા જ નથી તો સોનું ક્યાંથી લઈએ, 500ની નોટ તો 50 જેવી થઈ ગઈ’
પ્રકાશિત એક કલાક પહેલા
ભારતમાં અત્યારે બહુ ઝડપથી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા હોય તેવો માહોલ છે.
હજુ થોડા દિવસો પહેલાં જ સરકારે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો જંગી વધારો કર્યો હતો, જે લગભગ 50 ટકા જેટલો થાય છે. તેના કારણે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 3070 રૂપિયાને પાર કરી ગયા હતા.
હવે અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે.
ડેરીઓએ આ ભાવવધારા માટે ઈંધણ અને પશુઆહારના ભાવમાં વધારો તથા પૅકેજિંગ ખર્ચમાં વધારાનું કારણ આપ્યું છે.
દૂધ, ગૅસ, સોનું-ચાંદી અને પેટ્રોલ-ડીઝલમાં પણ ભાવવધારો થયો છે.
આ ઉપરાંત દેશમાં સાબુ, શેમ્પૂ, તેલ વગેરે એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) વેચતી કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનામાં ભાવો વધારી દીધા છે અથવા પૅકેટનું વજન ઘટાડી દીધું છે.
દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે રાજકોટનાં મહિલાઓએ વ્યથા વર્ણવતાં શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



