Home તાજા સમાચાર gujrati ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે...

ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?

4
0

Source : BBC NEWS

ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?

ઇમેજ સ્રોત, Getty Images

29 એપ્રિલ 2026, 19:28 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 6 મિનિટ

પશ્ચિમ બંગાળમાં બીજા ચરણના મતદાન સમાપ્ત થતાંની સાથે જ ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.

આસામ, કેરળ અને પુડ્ડુચેરીમાં 9 એપ્રિલે મતદાન થયું હતું. ત્યાં તામિલનાડુમાં પણ એક ચરણમાં 23મી એપ્રિલે મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં બે ચરણોમાં 23 તથા 29 એપ્રિલે મતદાન થયું હતું.

ઍક્ઝિટ પોલ એક અનુમાન હોય છે. હવે મતદાન પૂર્ણ થયાની સાથે જ તમામ વિધાનસભાઓના અલગ-અલગ ઍક્ઝિટ પોલ સામે આવી ગયા છે.

ઍક્ઝિટ પોલનાં તારણો આવી ગયાં છે પરંતુ આ ચૂંટણી માટેની મત ગણતરી ચાર મેના રોજ થશે અને અંતિમ પરિણામ ત્યારે જ આવશે.

આ ઍક્ઝિટ પોલ ચૂંટણીનાં આવનારાં પરિણામો અંગેનું એક અનુમાન હોય છે. જે બતાવે છે કે મતદારોઓનું વલણ કયા પક્ષ કે ગઠબંધન તરફ જઈ શકે છે. ન્યૂઝ ચૅનલ મોટા ભાગે આવા સર્વે એજન્સીઓ સાથે મળીને ઍક્ઝિટ પોલ કરે છે.

ઘણી વખત પરિણામો આ સર્વે પ્રમાણે સચોટ આવે છે તો ક્યારેક તેનાથી ઊલટું પણ થાય છે. ઍક્ઝિટ પોલ અને પરિણામો વચ્ચે કોઈ મેળ બેસતો નથી.

પ. બંગાળમાં ઍક્ઝિટ પોલ કોની જીત બતાવે છે?

ઍક્ઝિટ પોલ, પશ્ચિમ બંગાળ, ચૂંટણી, તમિલનાડુ, ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?

પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ ઍક્ઝિટ પોલ અલગ-અલગ ચિત્ર રજૂ કરે છે.

294 વિધાનસભા બેઠકો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બહુમત માટે 147 બેઠકોની જરૂરત પડે છે.

પી-માર્ક ઍક્ઝિટ પોલમાં ટીએમસીને 118-138, ભાજપને 150-175 બેઠકો આપી છે તથા અન્યને 2-6 બેઠકો આપવામાં આવી છે.

મૅટરાઇઝ ઍક્ઝિટ પોલમાં ટીએમસીને 125-140, ભાજપને 146-161 અને અન્યને 6-10 બેઠકો આપી છે તથા અન્યને 6-10 બેઠકો આપવામાં આવી છે.

પીપલ્સ પલ્સના ઍક્ઝિટ પોલમાં ટીએમસીને 178-189, ભાજપને 95-110, કૉંગ્રેસને 1-3 અને લેફ્ટને 0-1 બેઠકો આપી છે.

ચાણક્ય સ્ટ્રેટેજીસ ઍક્ઝિટ પોલમાં ટીએમસીને 130-140, ભાજપને 150-160 અને અન્યને 6-10 બેઠકો આપી છે.

આસામમાં શું કહે છે ઍક્ઝિટ પોલ?

ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?

આસામમાં મહત્તમ ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને બહુમત પ્રાપ્ત થતો હોવાનું જણાવાઈ રહ્યું છે. ઍક્સિસ માય ઇન્ડિયા ઍક્ઝિટ પોલમાં ભાજપના ગઠબંધનને બહુમત પ્રાપ્ત થતો હોવાનું કહેવાયું છે. આ પોલ પ્રમાણે ભાજપના ગઠબંધનને 88-100 અને કૉંગ્રેસ ગઠબંધનને 24-36 બેઠકો મળી રહી છે.

જેવીસી ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 88-101, કૉંગ્રેસ ગઠબંધનને 23-33 તથા અન્યને 2-5 બેઠકો મળી રહી છે.

પી માર્ક ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 82-94, કૉંગ્રેસ ગઠબંધનને 30-40 અને અન્યને 1-5 બેઠકો મળી રહી છે.

મૅટરાઇઝ ઍક્ઝિટ પોલમાં બીજેપી ગઠબંધનને 85-95, કૉંગ્રેસ ગઠબંધનને 25-32 અને અન્યને 6-12 બેઠકો આપવામાં આવી છે.

પીપલ્સ પલ્સ ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 68-72, કૉંગ્રેસ ગઠબંધનને 22-26 અને અન્યને 11-15 બેઠકો આપવામાં આવી છે.

પોલ ડાયરી ઍક્ઝિટ પોલ અનુસાર ભાજપ ગઠબંધનને 86-101, કૉંગ્રેસ ગઠબંધનને 15-26 અને અન્યને 3-7 બેઠકો આપવામાં આવી છે.

ઍક્ઝિટ પોલ પ્રમાણે કેરળમાં કોની જીત

ઍક્ઝિટ પોલ, પશ્ચિમ બંગાળ, ચૂંટણી, તમિલનાડુ, ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?

ઇમેજ સ્રોત, X/@CEOWestBengal

કેરળ વિધાનસભાની 140 બેઠકો માટે બહુમતનો આંકડો 71નો છે.

ઍક્સિસ માય ઇન્ડિયા ઍક્ઝિટ પોલમાં એલડીએફને 49-62, યુડીએફને 78-90 તથા ભાજપ ગઠબંધનને 0-3 બેઠકો મળી રહી છે.

પી માર્ક ઍક્ઝિટ પોલ અનુસાર, એલડીએફને 62-69, યુડીએફને 71-79 અને ભાજપ ગઠબંધનને 1-4 બેઠકો આપવામાં આવી છે.

મૅટરાઇઝ ઍક્ઝિટ પોલમાં એલડીએફને 60-65, યુડીએફને 70-75 અને ભાજપ ગઠબંધનને 3-5 બેઠકો મળી રહી છે.

પીપલ્સ પલ્સ ઍક્ઝિટ પોલમાં એલડીએએફને 55-65, યુડીએફને 75-85 અને ભાજપના ગઠબંધનને 0-3 બેઠકો આપવામાં આવી છે.

ઍક્ઝિટ પોલ તામિલનાડુમાં કોની જીત બતાવે છે?

ઍક્ઝિટ પોલ, પશ્ચિમ બંગાળ, ચૂંટણી, તમિલનાડુ, ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?

તામિલનાડુમાં વિધાનસભાની 234 બેઠકો છે અને અહીં બહુમતનો આંકડો 118 છે.

પી માર્ક ઍક્ઝિટ પોલમાં ડીએસકે ગઠબંધનને 125-145, એઆઈએડીએમકે ગઠબંધનને 65-85, ટીવીકેને શૂન્ય અને અન્યને 16-32 બેઠકો આપવામાં આવી છે.

મૅટરાઇઝ ઍક્ઝિટ પોલમાં ડીએમકે ગઠબંધનને 122-132, એઆઈએડીએમકે ગઠબંધનને 87-110, ટીવીકેને 10-12 અને અન્યને 0-6 બેઠકો આપવામાં આવી છે.

પીપલ્સ પલ્સ ઍક્ઝિટ પોલમાં ડીએમકે ગઠબંધનને 125-145, એઆઈએડીએમકે ગઠબંધનને 65-80, ટીવીકેને 18-24 અને અન્યને 2-6 બેઠકો આપવામાં આવી છે.

ચાણક્ય સ્ટેટેજીસ ઍક્ઝિટ પોલમાં ડીએમકે ગઠબંધનને 145-160, એઆઈડીએમકે ગઠબંધનને 50થી 65, ટીવીકેને શૂન્ય તથા અન્યને 18-26 બેઠકો આપવામાં આવી છે.

ઍક્સિસ માય ઇન્ડિયા ઍક્ઝિટ પોલમાં ડીએમકે ગઠબંધનને 92-110, એઆઈએડીએમકે ગઠબંધનને 22-32, ટીવીકેને 98-120 બેઠકો આપવામાં આવી છે.

પુડ્ડુચેરીમાં ભાજપ ગઠબંધનની સરકાર?

ઍક્ઝિટ પોલ, પશ્ચિમ બંગાળ, ચૂંટણી, તમિલનાડુ, ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?

ઇમેજ સ્રોત, ANI

ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?

ઇમેજ સ્રોત, ANI

હાલ વિધાનસભાની થયેલી ચૂંટણીમાં કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં પણ નવ એપ્રિલે મતદાન થયું હતું. પુડ્ડુચેરી વિધાનસભામાં 30 બેઠકો છે અને બહુમતનો આંકડો 16 છે.

ઍક્સિસ માય ઇન્ડિયા ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 16-20, કૉંગ્રેસ ગઠબંધનને 6-8 અને અન્યને 3-7 બેઠકો મળવાનું અનુમાન છે.

પીપલ્સ પલ્સ ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 16-19, કૉંગ્રેસ ગઠબંધનને 10-12 અને અન્યને 1-2 બેઠકો મળવાનું અનુમાન છે.

ઍક્ઝિટ પોલ શું હોય છે, તે કેવી રીતે કરવામાં આવે છે?

ઍક્ઝિટનો અર્થ થાય છે બહાર નીકળવું. તેથી ઍક્ઝિટ શબ્દ જ જણાવે છે કે આ પોલ (ચૂંટણી) શું છે. મતદાતા મતદાન કરીને બૂથની બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તમે ક્યા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે તે જણાવવા ઇચ્છો છો.

ઍક્ઝિટ પોલ કરાવતી કંપનીઓ તેમના લોકોને પોલિંગ બૂથ બહાર ઊભા રાખે છે. મતદાતાઓ બૂથમાંથી બહાર આવતા જાય તેમ-તેમ તેઓને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે.

સામાન્ય રીતે એક પોલિંગ બૂથ પર પ્રત્યેક દસમો મતદાતા અથવા મતદાન મથક બહું મોટું હોય તો પ્રત્યેક વીસમા મતદાતાને સવાલ પૂછવામાં આવે છે. મતદાતાઓ પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને ચૂંટણીનું પરિણામ શું હશે, તેનો તાગ મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે.

ભારતમાં ઍક્ઝિટ પોલ કરતી મુખ્ય એજન્સીઓ કઈ છે

લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 126એ હેઠળ ઍક્ઝિટ પોલનું નિયમન કરવામાં આવે છે. ભારતમાં ચૂંટણી પંચે ઍક્ઝિટ પોલ સંબંધે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમોનો હેતુ ચૂંટણી પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે તે સુનિશ્ચિત કરવાનો હોય છે.

ચૂંટણીપંચ ઍક્ઝિટ પોલ બાબતે સમયાંતરે દિશાનિર્દેશ બહાર પાડે છે. તેમાં જણાવવામાં આવે છે કે ઍક્ઝિટ પોલ કરવાની રીત કેવી હોવી જોઈએ. એક સામાન્ય નિયમ એવો છે કે ઍક્ઝિટ પોલનું તારણ મતદાનના દિવસે પ્રસારિત કરી શકાતું નથી.

ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાથી છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના અડધા કલાક સુધી ઍક્ઝિટ પોલનાં તારણ પ્રકાશિત કરી શકાતાં નથી. એ સિવાય ઍક્ઝિટ પોલનું પરિણામ મતદાન પછી પ્રકાશિત કરવા માટે સર્વેક્ષણ એજન્સીએ ચૂંટણી પંચની પરવાનગી લેવી પડે છે.

ભારતમાં પહેલી વાર ઍક્ઝિટ પોલ ક્યારે થયો હતો?

ઍક્ઝિટ પોલ, પશ્ચિમ બંગાળ, ચૂંટણી, તમિલનાડુ,

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં બીજી સામાન્ય ચૂંટણી વખતે 1957માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયને પહેલી વખત ઇલેક્શન પોલ કર્યો હતો. ઇન્સ્ટિટ્યૂટના વડા ઍરિક ડી કોસ્ટાએ ચૂંટણી સર્વેક્ષણ કર્યું હતું, પરંતુ તેને સંપૂર્ણ રીતે ઍક્ઝિટ પોલ કહી શકાય નહીં.

એ પછી 1980માં ડૉ. પ્રણય રોયે પહેલીવાર ઍક્ઝિટ પોલ કર્યો હતો. તેમણે 1984ની ચૂંટણીમાં બીજી વખત ઍક્ઝિટ પોલ કર્યો હતો. એ પછી 1996માં દૂરદર્શને ઍક્ઝિટ પોલ કર્યો હતો. એ પોલ પત્રકાર નલિની સિંહે કર્યો હતો, પરંતુ તેના આંકડા મેળવવા માટે સીએસડીએસએ ફિલ્ડ વર્ક કર્યું હતું.

એ પછીથી આ સિલસિલો સતત ચાલતો રહ્યો છે. એ સમયે એક-બે ઍક્ઝિટ પોલ્સ થતા હતા, જ્યારે આજકાલ ડઝનબંધ ઍક્ઝિટ પોલ્સ થાય છે.

દુનિયાના બીજા દેશોમાં પણ ઍક્ઝિટ પોલ કરવામાં આવે છે?

ભારત પહેલાં અનેક દેશોમાં ઍક્ઝિટ પોલ થતા રહ્યા છે. અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સહિત દુનિયાભરના અનેક દેશોમાં ઍક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે.

સૌથી પહેલો ઍક્ઝિટ પોલ અમેરિકામાં 1936માં હાથ ધરવામાં આવ્યો હતો. જ્યોર્જ ગેલપ અને ક્લૉડ રોબિન્સને ન્યૂયોર્ક શહેરમાં એક ચૂંટણી સર્વેક્ષણ કર્યું હતું. તેમાં મતદાન કરીને બહાર નીકળેલા મતદાતાઓને પૂછવામાં આવ્યું હતું કે તેમણે પ્રમુખપદ માટે ક્યા ઉમેદવારને મત આપ્યો હતો?

આ રીતે મેળવવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કરીને તારણ કાઢવામાં આવ્યું હતું કે ફ્રૅંકલિન ડી રુઝવેલ્ટ ચૂંટણી જીતશે. રુઝવેલ્ટ વાસ્તવમાં જીત્યા હતા. એ પછી ઍક્ઝિટ પોલ અન્ય દેશોમાં પણ લોકપ્રિય થયા હતા. 1937માં બ્રિટનમાં પહેલો ઍક્ઝિટ પોલ થયો હતો, જ્યારે ફ્રાંસમાં 1938માં પહેલો ઍક્ઝિટ પોલ થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS