Home તાજા સમાચાર gujrati આ વ્યક્તિ ‘જીવતા જગતિયું’ કરી લોકોની કઈ અંધશ્રદ્ધાને દૂર કરવા માગે છે?

આ વ્યક્તિ ‘જીવતા જગતિયું’ કરી લોકોની કઈ અંધશ્રદ્ધાને દૂર કરવા માગે છે?

17
0

Source : BBC NEWS

આ વ્યક્તિ ‘જીવતા જગતિયું’ કરી લોકોની કઈ અંધશ્રદ્ધાને દૂર કરવા માગે છે?

26 મિનિટ પહેલા

શરદ આરગડેએ તે જીવતા હોવા છતાં મૃત્યુ પછી કરાતી વિધિનું આયોજન કર્યું. જેને ‘જીવતા જગતિયું’ કહે છે.

શરદ આરગડેએ તેઓ જીવતા હોવા છતાં મૃત્યુ પછી કરાતી વિધિનું આયોજન કર્યું. જેને જીવતા જગતિયું કહે છે. તેઓ મહારાષ્ટ્રના અહિલ્યાનગરના સૌંદાળા ગામના સરપંચ છે.

આ વિધિ સૌંદાળા ગામ નજીક ભેંડાબુદ્રુકના સ્મશાનમાં કરાઈ હતી. તે બહુજન સમુદાયના ભીમરાવ કોથિમ્બિરે દ્વારા સત્યશોધક પદ્ધતિને અનુસરીને હાથ ધરાયું હતું.

તેમનું કહેવું છે, “મેં મારા મૃત્યુ પછી કરાતી વિધિ પહેલા જ કરાવી, ત્યાં કાગવાસ નાખી હતી ને એક કાગડો આવ્યો. જોકે કાગડાને ખબર નથી હોતી કે માણસ જીવતો છે કે મરી ગયો.”

“આ વિધિ મૃતકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે છે. પરંતુ તેની સાથે એક અંધશ્રદ્ધા જોડાયેલી છે કે કાગડાએ અર્પણને સ્પર્શ કરવો જોઈએ. જો એમ ન થાય તો મૃતકના આત્માનો મોક્ષ નહીં થાય. આવી નાની નાની માન્યતાઓમાંથી મોટી અંધશ્રદ્ધાઓ જન્મે છે. લોકો માને છે કે કાગડો પ્રસાદને સ્પર્શ કરે છે કે નહીં, તે ‘પિતૃ દોષ’ સાથે જોડાયેલું છે. આવી અંધશ્રદ્ધાઓનો અંત આવવો જોઈએ અને દરેક વસ્તુને તર્કસંગત રીતે જોવી જોઈએ. “

જુઓ, બીબીસી ગુજરાતીનો આ ખાસ વીડિયો અહેવાલ

જીવતા જગતિયું, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS