Home તાજા સમાચાર gujrati ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘હોર્મુઝ મુદ્દે ઈરાન જે કરી રહ્યું છે તે યોગ્ય...

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘હોર્મુઝ મુદ્દે ઈરાન જે કરી રહ્યું છે તે યોગ્ય નથી’- ન્યૂઝ અપડેટ

21
0

Source : BBC NEWS

અન્ય એક પોસ્ટમાં, ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા ટેક્સ ઉઘરાવવા બાબતે પણ નિવેદન આપ્યું હતું. (ફાઈલ ફોટો)

ઇમેજ સ્રોત, Brendan SMIALOWSKI / AFP via Getty

10 એપ્રિલ 2026, 10:00 IST

અપડેટેડ 36 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીથી ઑઇલ ટૅન્કરોને પસાર થવા દેવાના મામલે “ખૂબ જ ખરાબ કામ” કરી રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે, આ અમેરિકા અને ઈરાન વચ્ચેના ‘કરાર અનુસાર નથી’.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં લખ્યું છે, “ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ઑઇલ પસાર થવા દેવાની બાબતમાં ઈરાન આ યોગ્ય કામ કરી રહ્યું નથી, કેટલાક લોકો કહેશે કે આ સન્માનજનક નથી, પરંતુ આ એ સમજૂતી નથી જે અમારી વચ્ચે થઈ હતી.”

આના થોડા સમય પહેલાં ટ્રમ્પે અન્ય એક પોસ્ટમાં કેટલાક અહેવાલોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા ટૅન્કરો પર ‘ચાર્જ’ ન લેવો જોઈએ.

તેમણે કહ્યું, “એવા અહેવાલો છે કે ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં ટૅન્કરો પાસેથી ફી વસૂલ કરી રહ્યું છે. તેણે આવું ન કરવું જોઈએ અને જો તે આવું કરે છે, તો તેણે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ.”

ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, અલી ખામેનેઈના સલાહકાર રહેલા પૂર્વ વિદેશમંત્રીનું મૃત્યુ થયું

કમાલ ખરાઝી ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી  ખામેનેઈના સલાહકાર તરીકે જાણીતા હતા (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Ramin Talaie/Corbis via Getty

ઈરાની મીડિયાના અહેવાલોમાં કહેવાયું છે કે દેશના ભૂતપૂર્વ વિદેશમંત્રી કમાલ ખરાઝીનું મોત થયું છે.

અહેવાલો અનુસાર, આ મહિનાની શરૂઆતમાં થયેલા એક હુમલામાં તેઓ ઘાયલ થયા હતા.

ખરાઝી ઈરાની રાજકારણમાં સુધારાવાદી નેતા, દેશની સ્ટ્રેટેજિક કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સના વડા અને દિવંગત સુપ્રીમ લીડર અલી ખામેનેઈના સલાહકાર તરીકે જાણીતા હતા.

તેમણે 1997થી 2005 સુધી ઈરાનના વિદેશમંત્રી તરીકે સેવા આપી હતી.

ઈરાનની સુધારાવાદી સમર્થક જામરાન ન્યૂઝ વેબસાઇટે એક એપ્રિલના રોજ અહેવાલ આપ્યો હતો કે કમાલ ખરાઝી હુમલા બાદ “ગંભીર રીતે ઘાયલ થયા અને હૉસ્પિટલમાં દાખલ” કરાયા હતા.

આ અહેવાલ મુજબ, તે હુમલામાં તેમનાં પત્નીનું મોત થયું હતું. જામરાને એમ પણ જણાવ્યું હતું કે તહેરાનમાં ખરાઝીના ઘરને નિશાન બનાવાયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS