Home તાજા સમાચાર gujrati ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના કેટલા સૈનિકો ઘાયલ થયા? – ન્યૂઝ અપડેટ

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના કેટલા સૈનિકો ઘાયલ થયા? – ન્યૂઝ અપડેટ

12
0

Source : BBC NEWS

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના કેટલા સૈનિકો ઘાયલ થયા? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

4 એપ્રિલ 2026, 07:51 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

પેન્ટાગોન તરફથી જારી આંકડા પ્રમાણે, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધી કુલ 365 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.

સશસ્ત્રદળની અલગ-અલગ શાખાઓના હિસાબે ઘાયલોની સંખ્યા આ પ્રકારે છે.

આર્મી – 247

નેવી- 63

મરીન- 19

ઍરફોર્સ- 36

આંકડા પ્રમાણે યુદ્ધમાં મૃતક અમેરિકન સૈનિકોની સંખ્યા 13 છે.

ઈરાની સરકારી મીડિયાનો વધુ એક અમેરિકન વિમાન તોડી પડાયાનો દાવો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મિસાઇલ, ઈરાન, અમેરિકા, મધ્ય પૂર્વ

ઇમેજ સ્રોત, CHRISTOF STACHE/AFP via Getty

બીબીસી પર્શિયન સેવાના સંવાદદાતા ગોંચેહ હબીબીઆઝાદ પ્રમાણે, ઈરાનના સરકારી મીડિયાનું કહેવું છે કે ઈરાની સૈન્યે કહ્યું છે કે તેણે વધુ એક અમેરિકન એ-10 વિમાન તોડી પાડ્યું છે.

તેમજ બીબીસી ન્યૂઝના અમેરિકન સહયોગી સીબીએસ ન્યૂઝને અમેરિકાના બે અધિકારીઓએ કહ્યું કે ઈરાનમાં એફ-15 ફાઇટર પ્લેનના બચાવ અભિયાનમાં સામેલ બે અમેરિકન વિમાન પર ગોળીબાર થયો છે.

સીબીએસ ન્યૂઝ પ્રમાણે, શોધખોળ અને બચાવ અભિયાનમાં સામેલ એ-10 વૉરથોગ વિમાન પર હુમલો થયો, જે બાદ પાઇલટે અખાતની ઉપર ઇજેક્ટ કર્યું, જ્યાં તેમને બચાવી લેવાયા.

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે શું આ એ જ વૉરથોગ છે, જે અંગે સીબીએસ ન્યૂઝે કહ્યું હતું કે તેને એફ-15ઈના શોધખોળ અને બચાવ અભિયાન દરમિયાન નિશાન બનાવાયું હતું.

સીબીએસનું કહેવું છે કે આ શોધખોળ અભિયાનમાં બે હેલિકૉપ્ટર પણ સામેલ હતાં, જેમણે પહેલાં થયેલા અકસ્માતમાં એફ-15ઈના બે પાઇલટો પૈકી એકને બચાવ્યો.

રિપોર્ટમાં કહેવાયું છે કે બચાવાયેલા પાઇલટને લઈ જઈ રહેલા હેલિકૉપ્ટર પર નાનાં હથિયારો વડે ફાયરિંગ થયું હતું, જેમાં તેમાં સવાર ક્રૂ સભ્ય ઘાયલ થયા. હેલિકૉપ્ટર સુરક્ષિત ઊતરી ગયું અને કર્મચારીઓનો ઇલાજ ચાલી રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, તોડી પડાયેલા એફ-15ના બીજા પાઇલટની શોધખોળ હજુ પણ ચાલુ છે.

બીબીસી પર્શિયન સેવાના સંવાદદાતા હબીબીઆઝાદ પ્રમાણે, ઈરાનની સરકારી ટીવીએ ઈરાની સૈન્યના હવાલાથી જણાવ્યું છે કે ‘એક અમેરિકન એ-10 વિમાનને આર્મી ઍર ડિફેન્સ ફોર્સની ડિફેન્સ સિસ્ટમે નિશાન બનાવી હતી અને એ દક્ષિણ ઈરાનમાં પર્શિયન અખાતમાં પડ્યું.’

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે તેને હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસ તોડી પડાયું.

ઈરાનમાં તોડી પાડેલા અમેરિકન ફાઇટર પ્લેનના ‘ગુમ પાઇલટ’ અંગે ડેપ્યુટી ગવર્નરે શું કહ્યું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મિસાઇલ, ઈરાન, અમેરિકા, મધ્ય પૂર્વ

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

ઈરાનના દક્ષિણ પ્રાંત કોહલિગુયેહ-બોયેરઅહમદના ડેપ્યુટી ગવર્નરે કહ્યું છે કે તોડી પડાયેલા અમેરિકન એફ-15 ફાઇટર પ્લેનના ‘ગુમ પાઇલટ’ની શોધખોળ માટે સર્ચ ઑપરેશન હજુ પણ ‘પૂરી તાકત’ સાથે ચાલુ છે.

બીજી તરફ મીડિયા રિપોર્ટો પ્રમાણે અમેરિકા તરફથી પણ ફાઇટર પ્લેન અને હેલિકૉપ્ટરો દ્વારા પાઇલટને શોધવાના ‘વ્યાપક પ્રયાસો’ ચાલુ છે.

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સના એક રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી ગવર્નરનું કહેવું છે કે ‘પોલીસ, સુરક્ષા દળ અને સ્થાનિક લોકો પાઇલટની ઓળખ કરવા અને તેને પકડવાના પ્રયાસમાં જોતરાયેલા છે’ અને તેમણે લોકોને અપીલ કરી છે કે જો ‘ગુમ થયેલા પાઇલટ’ વિશે કોઈ પણ માહિતી મળે તો તેઓ અધિકારીઓનો સંપર્ક કરે.

જોકે, વિમાન ક્યાં પડ્યું છે, તેની બરાબર ખબર નથી, પરંતુ અત્યાર સુધી ઈરાનના સરકારી મીડિાયમાં જે બે પ્રાંતનાં નામ વારંવાર સામે આવ્યાં છે, એ છે કોહગિલુયેહ-બોયેરઅહમદ અને ખુજેસ્તાન.

શુક્રવારના રોજ અમેરિકન એફ-15 ફાઇટર પ્લેન ઈરાનના દક્ષિણ ભાગમાં તોડી પડાયાના સમાચાર આવ્યા હતા. બીબીસીના અમેરિકન ભાગીદાર સીબીએસ ન્યૂઝનાં બે સૂત્રોએ આની પુષ્ટિ કરી હતી.

સૂત્રોએ સીબીએસ ન્યૂઝને એવું પણ જણાવ્યું કે તોડી પડાયેલા એફ-15 ફાઇટર પ્લેનના ચાલકદળના એક સભ્યને બચાવી લેવાયા છે.

અબુ ધાબીમાં મિસાઇલનું કાટમાળ પડતાં 12 લોકો ઈજાગ્રસ્ત, તેમાં પાંચ ભારતીય પણ સામેલ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મિસાઇલ, ઈરાન, અમેરિકા, મધ્ય પૂર્વ

ઇમેજ સ્રોત, Ryan Lim / AFP via Getty Images

શુક્રવારે અબુ ધાબીમાં અધવચ્ચે તોડી પડાયેલી એક મિસાઇલના કાટમાળથી 12 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં પાંચ ભારતીય નાગરિક પણ સામેલ હતા.

ન્યૂઝ એજ્સી પીટીઆઇ પ્રમાણે, અબુ ધાબી મીડિયા ઑફિસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ ઘટનામાં પાંચ ભારતીય અને છ નેપાળી નાગરિકોને હળવીથી મધ્યમ ઈજાઓ થઈ છે.

તેમાં કહેવાયું કે અન્ય એક નેપાળી નાગરિકને પણ ઈજા થઈ છે. આ ઘટના અબુ ધાબીના અજ્બાન વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે વાયુ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા ‘એક મિસાઇલને સફળતાપૂર્વક રોકી લેવાઈ’ ત્યાર બાદ તેનો કાટમાળ નીચે પડ્યો.

આ ઘટના અંગે ભારત તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.

28 ફેબ્રુઆરીના રોજ મધ્ય પૂર્વમાં શરૂ થયેલા સંઘર્ષ બાદ અત્યાર સુધી આઠ ભારતીય નાગરિકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS