Home તાજા સમાચાર gujrati સમ્રાટ સંપ્રતિ : ભારતમાં જૈન ધર્મનો ફેલાવો કરનારા સમ્રાટ અશોકના વારસદારની કહાણી

સમ્રાટ સંપ્રતિ : ભારતમાં જૈન ધર્મનો ફેલાવો કરનારા સમ્રાટ અશોકના વારસદારની કહાણી

13
0

Source : BBC NEWS

 સમ્રાટ સંપ્રતિ કોણ હતા, જૈન ધર્મ અને સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ કોબા, નરેન્દ્ર મોદી સમ્રાટ સંપ્રતિ, જૈન સાધુ આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગાંધીનગરના કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. સમ્રાટ સંપ્રતિ એ સમ્રાટ અશોકના પૌત્ર હતા. જેમણે જૈન ધર્મનો પ્રચાર કરાવ્યો હતો તથા અહિંસા માટે ઉપદેશ આપ્યા હતા.

ઇતિહાસકારોનું માનવું છે કે, બૌદ્ધ ધર્મપ્રચારમાં જે નામ અશોકનું છે, તેવું જ નામ જૈન ધર્મના પ્રચાર માટે સંપ્રતિનું છે. તેમનો કાર્યકાળ ઈસ. પૂર્વે 224થી 215 સુધીનો હતો. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કૅમ્પસસ્થિત આ સંગ્રહાલયમાં જૈન પરંપરાગત પ્રદર્શનોને ડિજિટલ અને ઑડિયો-વિઝ્યુઅલ સ્વરૂપે પણ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે.

ત્યારે જૈન ધર્મ અને ભારતના ઇતિહાસના મૌર્ય યુગના સમ્રાટ સંપ્રતિનું શું મહત્ત્વ છે તથા કેમ તેમને ઇતિહાસકારો ‘જૈન ધર્મના અશોક’ કહે છે?

સમ્રાટ સંપ્રતિને ‘જૈન ધર્મના અશોક’ કેમ કહેવામાં આવે છે?

સમ્રાટ સંપ્રતિ કોણ હતા, જૈન ધર્મ અને સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ કોબા, નરેન્દ્ર મોદી સમ્રાટ સંપ્રતિ, જૈન સાધુ આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રો. હરપાલ બૌદ્ધ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે મૌર્યકાળ દરમિયાન સમ્રાટ અશોકે સમગ્ર ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીને એને વિશ્વવ્યાપી બનાવ્યો હતો. તે જ રીતે તેમના પૌત્ર સમ્રાટ સંપ્રતિએ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. તેઓ જૈન ધર્મના મોટા પ્રોત્સાહક અને સમર્થક હતા અને તેમણે જૈન ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો.”

પ્રો. બૌદ્ધ કહે છે કે સમ્રાટ અશોકની માફક સમ્રાટ સંપ્રતિએ પણ જૈન ધર્મ માટે રાજતંત્રનો ઉપયોગ કર્યો હતો.

એલ. કે. સિંહ દ્વારા લિખિત પુસ્તક “ઇન્ડિયન કલ્ચરલ હેરિટેજ પર્સ્પેક્ટિવ ફૉર ટુરિઝમ” અનુસાર, સમ્રાટ સંપ્રતિ જૈન સાધુ આર્ય સુહસ્તી સૂરીના ઉપદેશોથી પ્રભાવિત હતા અને તેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં 1,25,000 જૈન મંદિરો બનાવ્યાં હોવાનું મનાય છે.

આ પુસ્તક અનુસાર, તેમાંથી કેટલાક હજુ પણ અમદાવાદ, વિરમગામ, ઉજ્જૈન અને પાલિતાણા શહેરોમાં જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે અશોકની જેમ, સંપ્રતિએ જૈન ધર્મના પ્રસાર માટે ગ્રીસ, પર્શિયા અને મધ્ય-પૂર્વમાં સંદેશવાહકો અને ઉપદેશકો મોકલ્યા હતા.

આ પુસ્તક અનુસાર મૌર્ય શાસન હેઠળ જૈન ધર્મ એક મહત્ત્વપૂર્ણ શક્તિ બન્યો હતો. ચંદ્રગુપ્ત અને સંપ્રતિને દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રસારનો શ્રેય આપવામાં આવે છે.

દુનિયાભરમાં ઈરાન યુદ્ધ અને સોનાના ભાવની ચર્ચા ચાલે છે, ત્યારે એક જગ્યા એવી છે જ્યાં હજારો ટન સોનાનો સંગ્રહ કરાયો છે. આ સોનું કોનું છે અને શા માટે અહીં તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Isha Books

પ્રો. બૌદ્ધ એક લોકકથા કહેતાં જણાવે છે કે એક વાર સમ્રાટ સંપ્રતિ તેમના મહેલની અગાસીમાં બેઠા હતા અને ત્યાંથી એક જૈન મુનિ સુહાસતીસુરી પસાર થતાં તેમણે જૈન મુનિને મહેલમાં આમંત્રિત કર્યા. જૈન મુની સાથેની નિકટતાએ સંપ્રતિને જૈન ધર્મ અંગીકાર કરવાની પ્રેરણા આપી.

પ્રો. બૌદ્ધ અનુસાર શરૂઆતનાં વર્ષોમાં સમ્રાટ સંપ્રતિ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને ઘરે આવ્યા, ત્યારે તેમનાં માતા યુદ્ધમાં થયેલી હત્યાઓ અંગે દુઃખી થયાં હતાં અને કહ્યું હતું કે હિંસા કરીને વિજય પ્રાપ્ત કરવા કરતાં કરુણાનો પ્રચાર કરવો જોઈએ.

પ્રોફેસરના મતે “આ વાર્તાલાપની પણ તેમના પર અસર થઈ હતી. તેમણે શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો.” તેઓ પ્રખ્યાત ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથને ટાંકતાં કહે છે કે સમ્રાટ સંપ્રતિએ આજના ઈરાન અને આરબ દેશોમાં એ વખતે જૈન સંસ્કૃતિ કેન્દ્રોની સ્થાપના કરી હતી.

“અશોકે જે રીતે બૌદ્ધ ધર્મને વિશ્વભરમાં પ્રચાર કર્યો તે જ રીતે તેમના પૌત્રએ પણ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમના શિલાલેખમાં પણ અહિંસા અને જીવદયા પર ભાર મૂકવામાં આવ્યો હતો.”

પ્રોફેસર બૌદ્ધ અનુસાર સમ્રાટ સંપ્રતિનું બીજું મહત્ત્વનું કામ તે હતું કે, તેઓએ તેમની સંપત્તિમાંથી ગરીબો માટે આરામગૃહો અને ભોજનાલયો બનાવ્યાં હતાં. આ ઉપરાંત જૈન પરંપરા અનુસાર 1050 જેટલાં જૈન દેરાસર અને 15 લાખ જૈન મૂર્તિઓનું નિર્માણ-સર્જન કરાવ્યું હતું.

સમ્રાટ સંપ્રતિનો ઐતિહાસિક ઉલ્લેખ ક્યાં જોવા મળે છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS