Home તાજા સમાચાર gujrati એક દિવસમાં એવું શું થયું કે પાંચ-પાંચ દેશો પર ઈરાની હુમલા થયા...

એક દિવસમાં એવું શું થયું કે પાંચ-પાંચ દેશો પર ઈરાની હુમલા થયા અને નવા દેશે જ યુદ્ધમાં ઝંપલાવી દીધું

9
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, મધ્યપૂર્વ, યુએસએ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયલનું સૈન્ય અભિયાન શરૂ થયાના એક માસ બાદ શનિવારે એક નવો મોરચો ખૂલી ગયો છે.

શનિવારે યમનથી ઇઝરાયલી વિસ્તાર તરફ મિસાઇલો છોડવામાં આવી. 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન વિરુદ્ધ હુમલા શરી થયા બાદ ઈરાને ન માત્ર ઇઝરાયલના, બલકે અમેરિકાના સહયોગી ખાડી દેશો વિરુદ્ધ પણ જવાબી હુમલા કર્યા છે. તેમજ ઇઝરાયલે લેબનનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ પોતાના હુમલા તીવ્ર બનાવી દીધા છે.

યમનથી થયેલા હુમલા વિશે જાણકારી શનિવારે સવારે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ પોતાની ટેલિગ્રામ ચૅનલ પર જાહેર કરી. આઇડીએફે કહ્યું કે તેમની ઍર ડિફેન્સ સિસ્ટમ ‘ખતરાને રોકવા માટે સંપૂર્ણપણે કામ કરી રહી છે.’

15 મિનિટ બાદ એ જ ચૅનલ મારફતે, સૈન્યના અધિકારીઓએ જણાવ્યું કે એ મિસાઇલને રોકી લેવાઈ હતી અને તેનાથી જાનમાલનું કોઈ નુકસાન ન થયું.

યમનના કેટલાક ભાગો પર નિયંત્રણ ધરાવનાર ઇસ્લામિક જૂથ હૂતી વિદ્રોહીઓએ અમુક કલાક બાદ પુષ્ટિ કરી કે તેમણે ઈરાન, લેબનન, ઇરાક અને પેલેસ્ટાઇનિયન વિસ્તારો પર હુમલાના જવાબમાં ‘ઇઝરાયલનાં વ્યૂહરચનાત્મક સૈન્ય ઠેકાણાં પર’ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી.

તેમણે એવી ચેતવણી પણ આપી કે તેમના હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે ‘જ્યાં સુધી તમામ પ્રતિરોધ મોરચા વિરુદ્ધ આક્રમકતા બંધ નથી થઈ જતી.’

આ હુમલા હૂતી વિદ્રોહી જૂથના પ્રવક્તા યાહ્યા સરીએ અમુક કલાક પહેલાં આપેલી ચેતવણીની પુષ્ટિ કરતા હોવાનું જણાઈ રહ્યું છે.

યાહ્યા સરીએ કહ્યું હતું, “અમે ડાઇરેક્ટ સૈન્ય હસ્તક્ષેપ માટે તૈયીર છીએ.”

બીબીસીના મધ્ય પૂર્વ બ્યૂરોના પ્રમુક જો ફ્લોટોએ લખ્યું, “આ સંઘર્ષમાં હૂતી વિદ્રોહીઓના સામેલ થવાથી મોટા પાયે યુદ્ધ થવાની સંભાવના વધી જાય છે, જેમાં આરબ દ્વીપકલ્પ પર એક નવો મોરચો ખૂલી શકે છે.”

આર્થિક મોરચા પર અસર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, મધ્યપૂર્વ, યુએસએ, અમેરિકા

ઇમેજ સ્રોત, Wisam Hashlamoun/Anadolu via Getty Images

આ આશંકાથી બજારોમાં ગત લગભગ એક મહિનાથી ચાલી રહેલી ઊથલપાથલ હજુ વધુ વધી શકે છે.

આનું કારણ શું છે? આ ઇસ્લામિક જૂથનું 2014થી જ ઉત્તર-પશ્ચિમ યમન પર કબજો છે. આના કારણે વિશ્વના વધુ એક મુખ્ય વેપારી માર્ગ રાતા સમુદ્ર પર પણ તેનું નિયંત્રણ છે.

2023ના અંતમાં 7 ઑક્ટોબર હુમલા બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હૂતી વિદ્રોહી હમાસ સાથે ઊભા રહ્યા છે. હૂતી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે.

હૂતી જૂથના ડ્રોન અને મિસાઇલ હુમલાએ ઘણાં જહાજોને નિશાન બનાવ્યાં, જેમાંથી અમુક તો ડૂબી ગયાં.

આના કારણે શિપિંગ કપનીઓ વધુ સુરક્ષિત, પરંતુ સાથે જ વધુ લાંબા અને મોંઘા વૈકલ્પિક રસ્તાને અપનાવવો પડ્યો. તેમણે દક્ષિણ આફ્રિકામાં ‘કેપ ઑફ ગુડ હોપ’ના રસ્તેથી પસાર થવું પડ્યું. આના કારણે પુરવઠા તંત્ર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારે અવરોધ પેદા થઈ ગયા.

આ હુમલાને કારણે અમેરિકા, બ્રિટન અને બીજા દેશોએ આ ગ્રૂપનાં ઠેકાણાં પર બૉમ્બમારાનું અભિયાન શરૂ ખર્યું અને રસ્તાને ફરી શરૂ કરવા માટે જંગી જહાજ મોકલ્યાં.

2025માં અમેરિકાએ યમનમાં આ ગ્રૂપનાં ઠેકાણાં પર ફરી એક વાર હુમલો કર્યો, જેથી આવી વધુ ઘટનાઓને રોકી શકાય, જેથી વિશ્વવેપાર પર અસર પડે છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે હાલની સ્થિતિમાં રાતા સમુદ્રમાં આવા હુમલા ફરીથી થવા, વિશ્વની આર્થિક સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

કારણ કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને લગભગ બંધ કરી દીધી છે, ત્યાંથી વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડઑઇલ પસાર થાય છે.

બ્રિટનના જાણીતા થિંક ટૅન્ક ‘ચેથમ હાઉસ’ના સંશોધકો ફારેઆ અલ મુસ્લિમીએ બીબીસીને જણાવ્યું, “અમે પહેલાંથી એક ખરાબ સ્વપ્નમાંથી પસાર થઈ રહ્યા છીએ, અને હવે આનાથી સ્થિતિ વધુ વિકટ બની શકે છે.”

અખાતના પાંચ દેશો પર હુમલો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, મધ્યપૂર્વ, યુએસએ, અમેરિકા

ઇમેજ સ્રોત, Fatemeh Bahrami/Anadolu via Getty Images

હુમલો કરનારા માત્ર હૂતી જ નથી. શનિવારે પર્શિયન/અરેબિયન અખાતના પાંચ દેશોના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે ઈરાનમાંથી તેના બૉર્ડર તરફ છોડાયેલાં ડ્રોન અને મિસાઇલોને વચ્ચે જ રોકી દીધાં.

સાઉદી અરેબિયાના અધિકારીઓએ જણાવ્યું કે રિયાધની તરફ છોડવામાં આવેલાં ત્રણ ડ્રોન અને મિસાઇલને તોડી પડાયાં.

આ દરમિયાન, કુવૈતની સિવિલ એવિએશન એજન્સીએ જણાવ્યું કે ઘણા ડ્રોને અમીરાતના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર હુમલો કર્યો, જેનાથી તેની રડાર સિસ્ટમને ઘણું નુકસાન પહોંચ્યું. પરંતુ કુવૈતની સમાચાર એજન્સી કેયુએનએ અનુસાર, તેમાં કોઈ જાનહાનિન નથી થઈ.

આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના પાટનગર અબુ ધાબીમાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ઈરાની રૉકેટને અધવચ્ચે જ રોકી દેવાયા બાદ, તેનું કાટમાળ જમીન પર પડવાથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા. આ પાંચ લોકો ભારતીય નાગરિક હતા.

ઓમાનની સરકારી એજન્સીથી મળેલી જાણકારી પ્રમાણે, દેશના દક્ષિણ ભાગમાં એક બંદર પાસે બે ડ્રોન ક્રૅશ થવાના કારણે એક વિદેશી કર્મચારી ઈજાગ્રસ્ત થયા.

ઈરાને પોતાના હુમલાની પુષ્ટિ કરી અને દાવો કર્યો કે તેમણે દક્ષિણ ઓમાનના સલાલાહ બંદરથી ‘ઘણે દૂર’ રહેલા એક અમેરિકન સપોર્ટ વેસલને નુકસાન પહોંચાડ્યું છે. આ રિપોર્ટ તસ્નીમ સમાચાર એજન્સીએ આપી, જેનો સંબંધ ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ સાથે છે.

અત્યાર સુધી અમેરિકાએ આ ઘટનાની પુષ્ટિ નથી કરી.

ટ્રમ્પે શું દાવો કર્યો હતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, મધ્યપૂર્વ, યુએસએ, અમેરિકા

ઇમેજ સ્રોત, Roberto Schmidt/Getty Images

ઈરાની સૈન્યે એવો પણ દાવ કર્યો કે તેણે હથિયારોનો એક એવો ડેપો નષ્ટ કરી દીધો છે, જેને યુક્રેને કથિતપણે સંયુક્ત આરબ અમીરાતને તેના ડ્રોનને નિષ્ક્રિય કરવા માટે સપ્લાય કર્યો હતો. યુક્રેન સરકારે આ વાતનો ઇનકાર કર્યો છે.

આ દરમિયાન, ઇઝરાયલી સૈન્યે પુષ્ટિ કરી છે કે તેણે ઈરાન અને દક્ષિણ લેબનન વિરુદ્ધ બૉમ્બમારો ચાલુ રાખ્યો છે.

નિવેદનમાં કહેવાયું, “રાત્રિ દરમિયાન, ઇઝરાયલ આઇડીએફે દક્ષિણ લેબનનના ઘણા વિસ્તારોમાં ડઝનો ઠેકાણાં પર હવાઈ અને સમુદ્રી હુમલા કર્યા.”

નિવેદનમાં કહેવાયું, “આઇડીએફે આખા લેબનનમાં હિઝબુલ્લાહનાં આતંકવાદી ઠેકાણાં પર હુમલા ચાલુ રાખ્યા છે.”

તો શિયા જૂથે દેશના ઉત્તર ભાગમાં ઇઝરાયલી સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવાનો દાવો કર્યો છે.

ઈરાનનાં સૂત્રોએ પુષ્ટિ કરી કે શનિવારે તહેવારના અલગ અલગ ભાગોમાં ભારે ધડાકાના અવાજ સંભળાયા.

ઘટનાઓના આ ક્રમે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના કેટલાક નિકટના સહયોગીઓની વાતો પર શંકા જન્માવી છે, જેમણે હાલના કલાકોમાં એવો વિશ્વાસ અપાવ્યો હતો કે દુશ્મનાવાટ અંતની નિકટ છે.

તેમજ ટ્રમ્પે શુક્રવારે કહેલું, “ઈરાન તબાહ થઈ રહ્યું છે. અમે બધા તેમની સાથે વાત કરી રહ્યા છીએ. તેઓ એક સમાધાન ઇચ્છે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS