Home તાજા સમાચાર gujrati ‘દીકરી હું તારા હત્યારાને માફ કરું છું…’ મૃત પુત્રીને માતાનો પત્ર

‘દીકરી હું તારા હત્યારાને માફ કરું છું…’ મૃત પુત્રીને માતાનો પત્ર

7
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Kate Grosmaire

19 વર્ષ પૂરાં કર્યાના થોડા દિવસો બાદ જ એન ગ્રોસમેરની તેમના બૉયફ્રેન્ડે ગોળી મારીને હત્યા કરી હતી.

આ વાતને લગભગ 16 વર્ષ થઈ ગયાં છે, ત્યારે એનનાં માતા કેટનું કહેવું છે કે તેમણે પોતાની દીકરીના હત્યારાને માફ કરી દીધો છે.

તેઓ કહે છે કે, “માફી આપવાથી અમે આગળ વધી શક્યા અને અમારા ઘા ભરી શક્યા.”

“શું અમે હજુ શોક અનુભવીએ છીએ ખરા?”

“તેમાં કોઈ બેમત નથી, પણ અમે અમારા શોકના બંદી નથી.”

કેટે હવે તેમનાં દીકરી એનને સંબોધીને બીબીસી વર્લ્ડ સર્વિસ પોડકાસ્ટ માટે ડીયર ડૉટર નામે એક પત્ર લખ્યો છે.

તેમાં તેમણે માફ કરવાની ભાવના કઈ રીતે મેળવી એ અંગે અને પોતે કેમ ગુનાના પીડિત અને ગુનેગાર વચ્ચે ખુલ્લા સંવાદને પ્રોત્સાહન આપે છે એ અંગે વાત કરી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Kate Grosmaire

કેટ કહે છે, ત્રણ બહેનોમાં સૌથી નાનાં, એન મોટાં થઈ રહ્યાં હતાં ત્યારે “ખૂબ સ્માર્ટ” હતાં, પરંતુ તેમને શાળામાં ક્યારેય મજા ન આવી. તેમનો ખરો પૅશન તો થિયેટર હતું, અને તેમણે પોતાની સ્કૂલ દ્વારા આયોજિત દરેક નાટકમાં ભાગ લીધો.

તેઓ એક દિવસ જંગલી પ્રાણીઓ માટે આશ્રય પણ ખોલવા માગતાં હતાં, અને તેમના મિત્રો તેમને બુદ્ધિમાન, દયાળુ, પ્રેમાળ અને સહાનુભૂતિવાળી વ્યક્તિ ગણાવતાં.

એન તેમના બૉયફ્રેન્ડ કોનર મેકબ્રાઇડને ફ્લોરિડા ખાતે તાલાહસ્સીની એક શાળામાં મળ્યાં. એ સમયે તેઓ 16 વર્ષનાં હતાં. એનનાં માતાપિતા કેટ અને એન્ડીને એ સમયે લાગેલું કે કોનર “ખૂબ સરસ” અને વિવેકી છે.

કેટ કહે છે, “અમને એ ખરેખર સારો લાગતો.” જ્યારે કોનરને તેના ખુદના પિતાએ ઘરની બહાર તગેડી મૂક્યો ત્યારે એ ત્રણ મહિના સુધી ગ્રોસમેરના ઘરે જ રહ્યો હતો.

કેટ પ્રમાણે કોનર અને એનના સંબંધો હાલકડોલક જરૂર હતા – તેમની વચ્ચે દલીલ થતી, બ્રેકઅપ થતા, જોકે, બંને એકંદરે તો ખુશ જ હતાં.

તેઓ ઉમેરે છે કે આ યુગલ એક દિવસ પરણવા માગતું હતું.

દલીલ થઈ અને બૉયફ્રેન્ડે શોટગનનું ટ્રિગર દબાવી દીધું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Kate Grosmaire

2010ની વસંત ઋતુમાં કૉલેજમાં શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરવા બદલ એનનું સન્માન કરાયું હતું. તેઓ ખુશ હતાં અને તેમણે ઉજવણી માટે પોતાના બૉયફ્રેન્ડ સાથે એક પિકનિકનું આયોજન કર્યું.

કેટે કહ્યું, “પરંતુ કોનર એનની આશા પ્રમાણે આ વાત અંગે એટલો ઉત્સાહિત નહોતો, તેથી બંને વચ્ચે દલીલ થઈ.”

“તેઓ બંને 19 વર્ષનાં હતાં. આ કંઈક એવું હતું જે અંગે બંનેમાંથી કોઈ ચૂપ ન રહી શક્યું – અને બંને ઊંઘી ન ગયાં ત્યાં સુધી આખી રાત દલીલ કરતાં રહ્યાં.”

બીજા દિવસે પણ બંનેની દલીલ ચાલુ રહી.

એક તબક્કે કોનરે પોતાના પિતાની શોટગન હાથમાં લીધી અને કહ્યું કે તે પોતાની જાતને મારી નાખશે. એને જવાબ આપ્યો કે જો કોનર તેમની સાથે ન રહેવા માગતો હોય તો તેઓ પણ નથી રહેવા માગતાં.

કેટ કહે છે, “અને તેણે ગન એન તરફ તાણી અને કહ્યું, ‘શું તારે આવું જ જોઈએ છે?'”

“અને તેણે ખરેખર કહ્યું, ‘ના, હું એવું નથી ઇચ્છતી’.”

પણ કોનર દલીલબાજીથી થાકી ગયો હતો અને એ આ બધું ખતમ થાય તેવું ઇચ્છતો હતો, કેટ કહે છે, “તેથી તેણે ટ્રિગર દબાવી દીધું.”

દીકરીને લાઇફ સપોર્ટથી હઠાવી અને ખૂનીને માફ કર્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Kate Grosmaire

કોનરે તાત્કાલિક આત્મસમર્પણ કર્યું. જ્યારે પોલીસ ઘરે પહોંચી તો તેમને એન જીવતાં મળી આવ્યાં, જોકે, તેમને એવી ઈજાઓ થઈ હતી જેમાંથી કદાચ તેઓ ક્યારેય બેઠાં ન થયાં હોત.

એન લાઇફ સપોર્ટ પર હતાં, ત્યારે કેટે જેલ જઈ કોનરને મળવાનું ઠરાવ્યું.

કેટે કોનરને કહ્યું કે તેઓ અને એન્ડી બંને તેને પ્રેમ કરે છે અને તેને આ ગુના માટે માફ કરે છે. “અને જ્યારે મારા મોઢામાંથી આ શબ્દો નીકળ્યા ત્યારે મને શાંતિનો આભાસ થયો.”

દિવસો બાદ કેટ અને એન્ડીએ એનનું લાઇફ સપોર્ટ બંધ કરવાનો કપરો નિર્ણય પણ લીધો.

કેટે બાદમાં એન માટેના પત્રમાં લખ્યું, “મને ખબર હતી કે શાંતિ માત્ર માફીથી જ મળી શકે. હા, કોનરને માફી, જેણે તારી સામે શોટગન ઉગામી.”

કેટ એનને પોતાના પત્રમાં લખે છે કે તેઓ પોતાનાં દીકરીને એક પીડિતા તરીકે યાદ રાખવા માગતાં નહોતાં.

“તું એના કરતાં ખૂબ વધુ હતી. પરંતુ જો હું મારી જાતને કોનરને માત્ર એક હત્યારા તરીકે યાદ રાખવાની પરવાનગી દઉં તો એ લેબલ તારા પર લાગી જશે.”

રિસ્ટોરેટિવ જસ્ટિસ એટલે શું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Kate Grosmaire

રિસ્ટોરેટિવ જસ્ટિસ એટલે કે રિસ્ટોરેટિવ ન્યાય એ એવી પ્રક્રિયા છે જે પીડિતોને ગુનેગારો સાથે ગુનાની તીવ્રતા અંગે વાત કરવાની પરવાનગી આપે છે, અને દરમિયાન ગુનેગારને જવાબદારી લેવાની, સમજાવટની તક આપી તેણે પહોંચાડેલી પીડાનું નિરાકરણ કરવાની તક અપાય છે. જ્યારે એન્ડી આ ખ્યાલથી પ્રથમ વખત રૂબરૂ થયા ત્યારે તેમને અને કેટને તરત ખ્યાલ પડી ગયો કે આ તેમના માટે યોગ્ય વિકલ્પ છે.

કેટે કહ્યું, વર્ષ 2011ના ઉનાળામાં કોનર સાથેની પ્રથમ રિસ્ટોરેટિવ જસ્ટિસ મિટિંગમાં, “અમે માત્ર પોતાની જાતને વ્યક્ત કરી શક્યાં અને કોનરને સમજાવ્યું કે એ બધાનો અર્થ તેમના માટે શો હતો, તેને ગુમાવી દેવું અમારા માટે કેટલું કપરું હતું.”

કોનરે એનના મૃત્યુ પહેલાં થયેલી દલીલોની વિગત આપી.

કેટ અને એન્ડીને કોનરની સજા માટે સૂચન મેળવવા આમંત્રિત કરાયાં હતાં, જેના પર સરકારી વકીલે વિચાર પણ કર્યો.

સરકારી વકીલે કોનરને વિકલ્પ આપ્યો: 25 વર્ષની કેદ કે પછી 20 વર્ષની કેદ અને દસ વર્ષનું પ્રોબેશન. તેના માટે શરત એટલી કે તેણે એન્ગર મૅનેજમૅન્ટના ક્લાસ લેવાના, ટીન ડેટિંગ હિંસા અંગે જાહેરમાં બોલવાનું અને એનના રસનાં ક્ષેત્રોમાં સ્વયંસેવક બનવાનું.

કોનરે બીજો વિકલ્પ સ્વીકાર્યો.

કેટ લખે છે, “કંઈ પણ વસ્તુ તારું જીવન કે તને અમારી પાસે પરત ન લાવી શકી હોત. પણ અમે કોનરને એ કહી શક્યાં કે તેના કૃત્યની અમારા પર કેવી અસર પડી અને તેના માટે યોગ્ય સજા નક્કી કરવામાં ભાગીદાર બની શક્યાં.”

“તેની આખી જિંદગી જેલમાં પસાર થવાથી તારા જીવનની કિંમત ન ચુકવાઈ જાત.”

માફી આપ્યા પછી કેવી રીતે જીવન બદલાયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Kate Grosmaire

કેટને વિશ્વાસ છે કે શાંતિની શોધમાં માફી તેમના માટે શ્રેષ્ઠ રસ્તો રહી છે.

આનાથી તેઓ પોતાની બીજી દીકરીઓ માટે એનના મૃત્યુ અંગે “કડવાશ” રાખ્યા વગર વધુ હાજર રહી શકે છે, જેઓ એનના મૃત્યુ વખતે 21 અને 25 વર્ષનાં હતાં.

તેઓ કહે છે, “તમે વિચારી શકો કે જો હું દરરોજ માત્ર એન અંગે અને મેં તેને કેવી રીતે મારી પાસેથી લઈ લેવાઈ એ અંગે વિચારતી રહી હોત તો તેનાથી મારા મારી અન્ય દીકરીઓ સાથેના સંબંધો પર અસર પડી હોત.”

કોનર હવે 35 વર્ષનો છે, કેટ અને એન્ડી હજુ તેના સંપર્કમાં છે. શરૂઆતમાં તેઓ તેની સાથે દર અઠવાડિયે ફોન, ઇમેઇલ કે જેલમાં રૂબરૂ મુલાકાત મારફતે વાત કરતાં.

કેટ કહે છે, “મને લાગે છે કે ખાસ કરીને શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં તેના માટે એ જાણવું ખૂબ અગત્યનું હતું કે અમારી માફી અને તેની સાથે વાત કરવાની અમારી ઇચ્છા ટકી રહી છે.” જોકે, હવે છેલ્લે તેની સાથે વાત કર્યાને કેટને “અમુક મહિના” થઈ ગયા છે.

જેલમાં કોનરે કાયદાના કારકૂન તરીકે સેવા આપી છે, તે જવાબદારી અને રિસ્ટોરેટિવ ન્યાય અંગે ક્લાસ પણ ચલાવતો, તેમજ તે ટીન ડેટિંગ હિંસા અંગે એક વીડિયોમાં પણ બોલ્યો છે.

કેટે પોતાનાં દીકરીને લખેલા પત્રમાં લખ્યું, “મેં કોનરને કહ્યું કે હવે તેણે બે માણસ કરી શકે એટલાં સારાં કામ કરવાનાં છે.”

કેટ અને એન્ડી હજુ દર વર્ષે એનનો જન્મદિવસ ‘હેપી બર્થડે’ લખેલા કેક સાથે ઊજવે છે અને નાતાલના દિવસે તેના માટે ભેટ પણ રાખે છે.

કેટ કહે છે, “હું એવું ન કરું એવું બની જ ન શકે, પણ અંતે તો એ તેની ગેરહાજરીના યાદ જ અપાવે છે.”

તેઓ કહે છે કે, માફી અને રિસ્ટોરેટિવ ન્યાયની તરફેણ એ તેમનાં પુત્રીનો વારસો બની ગયો છે.

“આનો અર્થ માત્ર એટલો છે કે તમે અન્યો સ્થિતિ સુધારે એની રાહ નથી જોવા માગતા. માફી સાથે, તમે બધું જવા દો છો અને તમે દૂર હઠો છો – અને તેની સાથે આવતી શાંતિ અનુભવો છો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS