Home તાજા સમાચાર gujrati પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે, સરકારે એક્સાઇઝ ડ્યૂટી કેટલી ઘટાડી? – ન્યૂઝ અપડેટ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે, સરકારે એક્સાઇઝ ડ્યૂટી કેટલી ઘટાડી? – ન્યૂઝ અપડેટ

31
0

Source : BBC NEWS

પેટ્રોલ ડીઝલના ભાવ સરકારે કહ્યું છે પેટ્રોલ અને ડીઝલ બંને પરની એક્સાઇઝ ડ્યૂટીમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

27 માર્ચ 2026, 07:55 IST

અપડેટેડ 11 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

સરકારે કહ્યું છે પેટ્રોલ અને ડીઝલ બંને પરની એક્સાઇઝ ડ્યૂટીમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો આવશે તેવી સંભાવના છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, નાણા મંત્રાલયે જાહેર કરેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પરની 13 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટીને ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી રહી છે.

આ સિવાય ડીઝલ પરની ઍક્સાઇઝ ડ્યુટીને 10 રૂપિયા પ્રતિ લિટરમાંથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે.

નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ ઘટાડો તત્કાળ પ્રભાવથી લાગુ થશે.

અહીં ઉલ્લેખનીય છે ઇઝરાયલ-અમેરિકાના ઈરાન સામેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડઑઇલના ભાવમાં ઘણો વધારો થયો છે. તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરતી કંપનીઓને અસર પડી રહી છે.

એવામાં ઍક્સાઇઝ ડ્યુટીમાં આ ઘટાડાથી ગ્રાહકોને તત્કાળ રાહત મળશે તેવી સંભાવના રાખવામાં આવી રહી છે પરંતુ તેવી શક્યતા ઓછી છે. આનો સીધો ફાયદો ઑઇલ માર્કેટિંગ કંપનીઓને મળશે.

ટ્રમ્પે ઈરાનનાં ઊર્જામથકો પર હુમલાને 10 દિવસ સુધી ટાળવાનો નિર્ણય કર્યો – ન્યૂઝ અપડેટ

ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પે ઈરાનનાં ઊર્જામથકો પર હુમલાને 10 દિવસ સુધી ટાળવાનો નિર્ણય કર્યો

ઇમેજ સ્રોત, EPA

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ 10 દિવસ સુધી ઈરાનનાં ઊર્જામથકો પર હુમલા નહીં કરે.

તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત શરૂ છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર આ અંગે જાણકારી આપી હતી.

ટ્રમ્પે લખ્યું હતું કે, “ઈરાની સરકારની વિનંતીને ધ્યાનમાં લેતાં હું ઈરાનનાં ઊર્જામથકો પર હુમલાને 10 દિવસ સુધી એટલે કે 6 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના આઠ (ઇસ્ટર્ન ટાઇમ) સુધી ટાળી રહ્યો છું. અમારી વાતચીત ચાલી રહી છે અને ફેક ન્યૂઝ મીડિયાના અહેવાલોથી દૂર અમારી વાતચીત ખૂબ સારી રીતે ચાલી રહી છે.”

અહીં ઉલ્લેખનીય છે કે પહેલાં ટ્રમ્પે એવું કહ્યું હતું કે ઈરાનનાં ઊર્જામથકો પર હુમલાને તેઓ પાંચ દિવસ સુધી ટાળી રહ્યા છે.

બાલેન શાહ નેપાળના વડા પ્રધાન તરીકે આજે શપથ લેશે

બાલેન શાહ બાલેન શાહ નેપાળના વડા પ્રધાન તરીકે આજે શપથ લેશે- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

રૅપરમાંથી રાજકારણી બનેલા 35 વર્ષીય બાલેન શાહ આજે નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

નેપાળમાં ‘જેન ઝી’ વિરોધપ્રદર્શનો પછી યોજાયેલી પહેલી ચૂંટણીમાં તેમના પક્ષને ઝળહળતો વિજય મળ્યો છે.

શપથ લીધા અગાઉ તેમણે નેપાળના ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કરતું એક નવું ગીત રિલીઝ કર્યું હતું.

“અનડિવાઇડેડ નેપાલી, ધિસ ટાઇમ હિસ્ટ્રી ઇઝ બીઇંગ મેડ” નામના આ ગીતને કલાકોમાં જ તેની રિલીઝ પછી 20 લાખથી વધુ વ્યૂ મળી ગયા હતા.

બાલેન શાહે માત્ર ત્રણ વર્ષ કાઠમંડુના મેયર તરીકે સત્તા સંભાળી છે. ત્યાર પછી તેઓ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી તરફથી વડા પ્રધાન પદનો ચહેરો જાહેર થયા હતા અને આ મહિને જ યોજાયેલી ચૂંટણીમાં તેમને ભવ્ય જીત મળી હતી.

અરવિંદ કેજરીવાલે અમરેલી પછી જામનગરના લાલપુરમાં ચૂંટણીસભાને સંબોધી

અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલે અમરેલી પછી જામનગરના લાલપુરમાં ચૂંટણીસભાને સંબોધી

ઇમેજ સ્રોત, AAP Gujarat/X

ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઇકાલે જામનગરના લાલપુરમાં ‘વિજય વિશ્વાસ રેલી’ને સંબોધિત કરી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીની સભાઓ શરૂ થઈ ગઈ છે.

તેમની સાથે આ રેલીમાં પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સરકારી દવાખાનાઓ બેહાલ છે. ગુજરાત એક સમયે દેશનું સમૃદ્ધ અને શ્રેષ્ઠ રાજ્ય હતું. પરંતુ ભાજપે બધું બરબાદ કરી દીધું.”

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું હતું કે, “ગુજરાતના યુવાનો પોતાના પરિવારની ગરીબી દૂર કરવા મહેનત કરીને પરીક્ષાની તૈયારીઓ કરે છે પણ પરીક્ષા પહેલાં જ પેપર લીક થઈ જાય છે. પંજાબમાં દર વર્ષે આ રીતે પરીક્ષાઓ થાય છે અને કોઈ પેપર લીક થતા નથી, હું પંજાબમાં 65,000 થી વધુ સરકારી નોકરીઓ આપી તમારી સામે ઊભો છું.”

આજે બંને નેતાઓ દાહોદના લીમખેડામાં સભાને સંબોધિત કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS