Home તાજા સમાચાર gujrati અમેરિકામાં ભારત પરત ફરવા માટે લોકોને મફત ટિકિટની સાથે 2.5 લાખ રૂપિયા...

અમેરિકામાં ભારત પરત ફરવા માટે લોકોને મફત ટિકિટની સાથે 2.5 લાખ રૂપિયા કેમ આપી રહ્યું છે?

12
0

Source : BBC NEWS

અમેરિકાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ' પોતાના દેશ પાછા જાય તો તેમને 2,600 ડૉલર (લગભગ 2.50 લાખ રૂપિયા)નું બોનસ અને સ્વદેશ પરત જવા માટે ફ્રી ઍર ટિકિટ આપશે.

ઇમેજ સ્રોત, Getty Images

3 કલાક પહેલા

વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે ‘ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ’ પોતાના દેશ પાછા જાય તો તેમને 2,600 ડૉલર (લગભગ 2.50 લાખ રૂપિયા)નું બોનસ અને સ્વદેશ પરત જવા માટે ફ્રી ઍર ટિકિટ આપશે.

આ ઑફર ભારત સહિત અન્ય તમામ દેશોના ‘ગેરકાયદે પ્રવાસીઓ’ને અમેરિકાથી તેમના દેશમાં પાછા મોકલી દેવા માટે છે.

કોઈ વ્યક્તિ આના માટે સહમત થાય તો અમેરિકા કેટલાક વધારાના લાભ પણ આપશે, જેમ કે દેશ ન છોડવા બદલ લાગતા દંડમાં છૂટ અપાશે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીની સત્તાવાર વેબસાઇટ પર આની માહિતી આપવામાં આવી છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી મુજબ “સીબીપી (યુએસ કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોડક્શન)નો આ પ્રોગ્રામ યોગ્ય વ્યક્તિઓને ધરપકડ, ડિટેન્શન અથવા પ્રતિબંધ વગર સામાન્ય પ્રવાસીની જેમ ઘરે પરત જવાની મંજૂરી આપશે. આ એક સુરક્ષિત અને સુગમ વિકલ્પ છે જે ભયના બદલે સહાયતા અને લવચિકતા આપે છે.”

જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, “ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે એક ઐતિહાસિક તકની જાહેરાત કરી છે, જેના હેઠળ તેઓ CBP હોમ મોબાઇલ ઍપના માધ્યમથી મફત પ્રવાસ કરી શકે છે, દેશ ન છોડવા બદલ લાગતા કોઈ પણ દંડમાંથી મુક્તિ મેળવી શકે છે અને પોતાના દેશ અથવા અન્ય દેશ (જ્યાં તેમની પાસે લીગલ સ્ટેટસ હોય) જવામાં મદદ માટે 2600 ડૉલરનું ઍક્ઝિટ બોનસ મેળવી શકે છે.”

આખી પ્રક્રિયા શું છે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ઇમિગ્રેશન ગેરકાયદે પ્રવાસી ICE ભારતીયો ડિપોર્ટેશન

ઇમેજ સ્રોત, X/@DHSgov

ગેરકાયદે ઇમિગ્રન્ટ એક વખત બિનઅપરાધિક જાહેર થાય, ત્યાર પછી CBP હોમ મોબાઇલ ઍપ દ્વારા દેશ છોડવાના પોતાના ઇરાદાને રજિસ્ટર કરાવી શકે છે અને તેમણે સ્ક્રિનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ત્યાર પછી તેમને નિર્ધારિત પ્રસ્થાન અગાઉ ICE દ્વારા કસ્ટડી અથવા ઍન્ફોર્સમેન્ટની કાર્યવાહી માટે કામચલાઉ ધોરણે મુક્ત કરવામાં આવશે.

કેવા પ્રકારની નાણાકીય અને મુસાફરીની સહાય મળશે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ઇમિગ્રેશન ગેરકાયદે પ્રવાસી ICE ભારતીયો ડિપોર્ટેશન

ઇમેજ સ્રોત, Getty Images

જે લોકો CBP હોમ મોબાઈલ ઍપ દ્વારા સ્વેચ્છાએ અમેરિકા છોડવા માટે રજિસ્ટ્રેશન કરાવશે, તેમને આ લાભ મળશે. સહાય માટે વિનંતી કરનારા લોકોને પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.

CBP હોમ મોબાઈલ ઍપ ઉપયોગકર્તાઓને કાળજીપૂર્વક પોતાની પરત જવાની યોજના તૈયાર કરવાની સગવડ આપે છે.

આ કાર્યક્રમ લોકોના સમયનો પણ ખ્યાલ રાખશે. જેથી તેમને કામ, અભ્યાસ, વ્યક્તિગત મામલાની પતાવટ તથા યોગ્ય અને કાનૂની રીતે પોતાના રિટર્નનું આયોજન કરવાની સગવડ મળશે.

ડિપૉર્ટેશનના ફાઇનલ ઑર્ડર અથવા સ્વૈચ્છિક ડિપાર્ચર ઑર્ડર પછી દેશ ન છોડવા બદલ લદાયેલી સિવિલ પૅનલ્ટી માફ કરવામાં આવશે. આ યોજનામાં જોડાનારાઓએ આ પૅનલ્ટી ભરવી નહીં પડે.

આ પ્રોગ્રામના ફાયદા કયા છે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ઇમિગ્રેશન ગેરકાયદે પ્રવાસી ICE ભારતીયો ડિપોર્ટેશન

ઇમેજ સ્રોત, homeland security

પોતાની જાતે અમેરિકા છોડવા માટે CBP હોમ મોબાઇલનો ઉપયોગ કરવાથી નીચે મુજબની માહિતી આપવામાં આવે છેઃ

2,600 ડૉલરનું ઍક્ઝિટ બોનસઃ ઍપના માધ્યમથી ઍક્ઝિટ પૂર્ણ થયાની પુષ્ટિ થવા પર ઍક્ઝિટ બોનસ આપવામાં આવશે.

પ્રવાસ સહાયતાઃ સ્વૈચ્છિક રીતે પ્રસ્થાન કરવા માટે રજિસ્ટ્રેશન કરાવનારાઓને પ્રવાસ સહાયતા મળશે, ઉદાહરણ તરીકે, બાળકો અને પરિવારજનો માટે પ્રવાસની વ્યવસ્થા કરવી અથવા યોગ્ય ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ પ્રાપ્ત કરવાં.

21 દિવસની અંદર પરત જવાનો પ્રસ્તાવઃ સહાયતા ઇચ્છતા લોકો માટે સમયસર પ્રસ્થાનની વ્યવસ્થા કરવામાં આવશે. સ્વીકૃતિ મળ્યાના 21 દિવસની અંદર પ્રસ્થાન થઈ શકે છે.

દંડમાં માફીઃ દેશ ન છોડવા બદલ અગાઉ કોઈ નાગરિક દંડ થયો હશે તો તેને માફ કરવામાં આવશે.

વધુ સારા ભવિષ્યના વિકલ્પઃ સ્વેચ્છાએ દેશ છોડનારાઓ માટે ભવિષ્યમાં ઇમિગ્રેશનનો વધુ સારો વિકલ્પ મળી શકે છે.

ICEમાં છૂટઃ એક વખત ઍપના માધ્યમથી દેશ છોડવાનો ઇરાદો રજિસ્ટર થાય અને તપાસ પૂરી થાય, ત્યાર પછી તેમાં ભાગ લેનારાઓને ICE દ્વારા તેમના નિર્ધારિત ડિપાર્ચર અગાઉ ઍન્ફોર્સમેન્ટ કાર્યવાહી, ડિટેન્શન અને ડિપૉર્ટેશનમાંથી મુક્તિ આપવામાં આવશે.

અરજી કરવા માટે કોઈ સમયમર્યાદા છે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ઇમિગ્રેશન ગેરકાયદે પ્રવાસી ICE ભારતીયો ડિપોર્ટેશન

ઇમેજ સ્રોત, Getty Images

અરજી કરવા માટે હાલમાં કોઈ સમયમર્યાદા નથી. જોકે, અધિકારીઓ પાત્રતા ધરાવતા લોકોને ICE પકડીને ડિપૉર્ટ કરે તે પહેલાં જાતે ડિપૉર્ટેશનની આ તકનો શક્ય એટલી વહેલી તકે લાભ લેવા જણાવી રહ્યા છે.

હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગ મુજબ “CBP હોમ મોબાઇલ ઍપનો ઉપયોગ કરીને તેઓ પોતાના સ્ટેટસને નિયંત્રિત કરી શકે, નાણાકીય અને પ્રવાસ સહાયતા મેળવી શકે તથા ICE દ્વારા ધરપકડ અને ડિટેન્શનથી બચી શકે છે.”

શું પરિવાર એક સાથે મુસાફરી કરી શકે?

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ઇમિગ્રેશન ગેરકાયદે પ્રવાસી ICE ભારતીયો ડિપોર્ટેશન

ઇમેજ સ્રોત, Getty Images

હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગ મુજબ પરિવાર એકસાથે મુસાફરી કરી શકે છે.

તેના માટે પરિવારના સભ્યો CBP હોમ મોબાઈલ ઍપમાં સહયાત્રી તરીકે રજિસ્ટર્ડ હોવા જરૂરી છે. સૌથી પહેલાં પુખ્તવયના લોકોની માહિતી દાખલ કર્યા પછી ઍપ પૂછશે કે શું તમે બીજી કોઈ વ્યક્તિને ઉમેરવા માંગો છો. એક જ ઍપ સેશન અથવા ઈ-મેઇલ એકાઉન્ટમાં ઉમેરાયેલા લોકોને સહયાત્રી ગણવામાં આવશે.

કાનૂની ધોરણે સગીર (બાળકો) પોતાનાં માતાપિતા અથવા કાનૂની વાલી સાથે મુસાફરી કરી શકે છે, જેમાં આ મુજબ શરતો રહેશેઃ

તેમણે CBP તપાસમાંથી પસાર થવું પડશે, જેમ કે ઓળખપત્રો અને ઇમિગ્રેશન સ્ટેટસનું નું વૅરિફિકેશન.

પ્રવાસ કરતાં માતાપિતા અથવા કાનૂની વાલીઓએ બાળકની સાથે પ્રવાસ ન કરનાર કોઈ પણ માતાપિતા અથવા કાનૂની વાલી પાસેથી નોટરાઇઝ્ડ સહમતિપત્ર લેવો પડશે.

ઑનલાઈન ‘માઇનર ટ્રાવેલ કન્સેન્ટ ફૉર્મ’ અથવા ‘લેટર ઑફ કન્સેન્ટ ટુ ટ્રાવેલ વિથ અ માઇનર’ સર્ચ કરીને આવા ડૉક્યુમેન્ટ્સના નમૂના જોઈ શકાશે.

બીબીસી ગુજરાતી અમેરિકા ભારત ઇમિગ્રેશન ગેરકાયદે પ્રવાસી ICE ભારતીયો ડિપોર્ટેશન

ઇમેજ સ્રોત, Getty Images

ભાગ લેનારાઓને ઍક્ઝિટ બોનસ કેવી રીતે મળશે?

અમેરિકાનો હોમલૅન્ડ સિક્ૉરિટી વિભાગ પ્રોજેક્ટ હોમકમિંગ પાર્ટનર્સ સાથે મળીને ઍક્ઝિટ બોનસ વિતરીત કરે છે. તેમાં ભાગ લેનારાઓ પોતાના ગંતવ્ય દેશ પહોંચે ત્યાર પછી બોનસ મળશે.

ચુકવણીની પદ્ધતિ દરેક દેશમાં માર્ગદર્શિકા અને નિયમન મુજબ અલગ અલગ હશે. જોકે, ઍક્ઝિટ બોનસ મેળવવા માટે બૅન્ક ખાતું હોવું જરૂરી નથી. મોટા ભાગના કિસ્સામાં લોકોને તેમના પોતાના દેશમાં રકમ મળી જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS