Home તાજા સમાચાર gujrati ગુજરાત : આગામી દિવસોમાં પડશે કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા

ગુજરાત : આગામી દિવસોમાં પડશે કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા

12
0

Source : BBC NEWS

ગુજરાત : આગામી દિવસોમાં પડશે કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા

9 કલાક પહેલા

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી મોટા ભાગના વિસ્તારોમાં ગરમી વધી ગઈ છે. અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતનાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેના કરતાં પણ વધારે નોંધાય છે.

જોકે, માર્ચ મહિનો હજુ અડધો વીત્યો છે ત્યાં ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17 માર્ચથી રાજ્યના અમુક ભાગોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલાં હવામાન પલટાશે. ત્યાર પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. કચ્છમાં પણ તેની અસર જોવા મળશે તેમ હવામાન વિભાગનું કહેવું છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડી શકે છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ગુજરાત સૌરાષ્ટ્ર વાતાવરણ પવન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS