Home તાજા સમાચાર gujrati બૅન્કનું લૉકર કેવી રીતે ખોલશો અને ચાવી ખોવાઈ જાય તો શું કરવું?...

બૅન્કનું લૉકર કેવી રીતે ખોલશો અને ચાવી ખોવાઈ જાય તો શું કરવું? જાણો તમામ સવાલોના જવાબ

8
0

Source : BBC NEWS

બૅન્ક લૉકર, ગ્રાહકસેવા, બીબીસી ગુજરાતી, બૅન્કિંગ સેવા

ઇમેજ સ્રોત, Getty Images

5 કલાક પહેલા

વાંચવાનો સમય: 5 મિનિટ

બૅન્ક લૉકરને તમારી કિંમતી વસ્તુઓ અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો રાખવાનું સુરક્ષિત સ્થાન ગણાવાય છે. હવે તો મોટા ભાગની બૅન્કો અને શાખાઓમાં લૉકરની સુવિધા ઉપલબ્ધ હોય છે.

પણ બૅન્કમાં લૉકર કેવી રીતે ખોલાવવું? આના માટે કયા દસ્તાવેજો જરૂરી છે? લૉકરમાં કઈ-કઈ વસ્તુઓ મૂકી શકાય અને સૌથી જરૂરી વાત, જો લૉકરની ચાવી ખોવાઈ જાય તો શું કરવું?

સૌથી પહેલા તમારે બૅન્ક લૉકર ખોલાવવા માટે તમારી નજીકની બૅન્ક શાખામાં જવું જોઈએ, જ્યાં આવવું-જવું સરળ હોય અને સેવા સારી હોય.

હા, એ બૅન્કમાં તમારું પહેલાંથી ખાતું હોવું જોઈએ, કારણ કે ખાતું ખોલ્યા બાદ જ તમે લૉકર વાપરી શકશો.

લૉકર મેળવવા માટે તમારી પાસે એ બૅન્કમાં ચાલુ કે સેવિંગ ખાતું હોવું જરૂરી છે.

લૉકર પસંદ કરવાની પ્રક્રિયા શું હોય છે?

બૅન્ક લૉકર, ગ્રાહકસેવા, બીબીસી ગુજરાતી, બૅન્કિંગ સેવા

ઇમેજ સ્રોત, Getty Images

લૉકર માટે અરજી કરતી વખતે તમારું ઓળખપત્ર અને પાસપૉર્ટ આકારનો ફોટો આપવો પડશે.

લૉકર ખોલવાની આ પ્રક્રિયામાં બૅન્ક તમારી સાથે એક લૉકર કરાર કરે છે. લૉકરના ઉપયોગના નિયમો અને શરતો આ કરારમાં સામેલ હોય છે. આ કરાર કાયદાકીય રીતે બાધ્ય હોય છે અને તેના પર બૅન્ક અધિકારી અને ગ્રાહક બંનેની સહી હોવી જરૂરી છે.

સામાન્ય રીતે કોઈ પણ બૅન્કમાં અલગ-અલગ આકારનાં લૉકર હોય છે. ત્યાંથી તમે તમારી જરૂર મુજબ નાનું, મધ્યમ કે મોટું લૉકર પસંદ કરી શકો છો.

સામાન્ય રીતે બૅન્કમાં આ લૉકરો માટે પ્રતીક્ષા યાદી હોય છે. એવામાં તમારે અરજી કરીને પછી રાહ જોવી પડે છે અથવા તમે અન્ય કોઈ શાખામાં લૉકર મળી શકે કે નહીં એ તપાસી શકો છો.

લૉકર લેવા માટે તમારે બૅન્કમાં એક ચોક્કસ રકમ જમા કરાવવાની હોય છે અથવા કેટલીક બૅન્ક એક ચોક્કસ રકમની ફિક્સ્ડ ડિપૉઝિટ લે છે. લૉકર બંધ કરવા પર તમને આ રકમ પાછી મળી જાય છે.

બૅન્ક શાખાની જગ્યાએ અને તમે ખરીદેલા લૉકરના આકારના આધાર પર, તમને લૉકરની ફી ભરવી પડશે. મોટાં લૉકરની કિંમત વધુ હશે.

લૉકર વાપરવાના નિયમો શું હોય છે?

બૅન્ક લૉકર, ગ્રાહકસેવા, બીબીસી ગુજરાતી, બૅન્કિંગ સેવા

ઇમેજ સ્રોત, Getty Images

જેમ તમે એટીએમમાંથી કાર્ડ વડે એક ચોક્કસ સંખ્યામાં વિના કોઈ શુલ્ક રકમ કાઢી શકો છો, અને ત્યાર બાદ રકમ કાઢો તો ફી ભરવી પડે. એવી જ રીતે તમે લૉકરનો ઉપયોગ એક ચોક્કસ વખત મફતમાં કરી શકો છો. જો તમે લૉકરનો ઉપયોગ વધુ વખત કરો તો તમારે શુલ્ક ભરવો પડશે.

બૅન્કમાં લૉકર ખોલતી વખતે, પરિવારના કેટલાક સભ્યોનાં નામ આપવાં પડશે. તેનો અર્થ છે કે જો લૉકરધારકનું નિધન થાય તો લૉકરનો ઉપયોગ થઈ શકે અને આ વ્યક્તિ લૉકરની જવાબદારી લઈ શકે.

હવે તમે લૉકર માટે એકને બદલે ચાર વ્યક્તિને નૉમિની રાખી શકો છો.

બૅન્ક લૉકરમાં શું-શું રાખી શકો?

તમે લૉકરમાં ઘરેણાં, પોતાની સંપત્તિના દસ્તાવેજ અથવા કોઈ અન્ય મહત્ત્વપૂર્ણ ગોપનીય દસ્તાવેજ રાખી શકો છો.

શું બૅન્ક લૉકરમાં મૂકવામાં આવતાં ઘરેણાંની કોઈ માત્રા નક્કી કરેલી છે? રિઝર્વ બૅન્કે અત્યાર સુધી આ સંબંધમાં કોઈ ટોચની સીમા નક્કી નથી કરી.

પણ કોઈ એવી વસ્તુ છે જે લૉકરમાં ન મૂકી શકાય?

તમે લૉકરમાં રોકડા રૂપિયા ન રાખી શકો. તમે વિદેશી કરન્સી ન રાખી શકો. તમે બૅન્કના લૉકરમાં કોઈ પણ હથિયાર ન રાખી શકો. સાથે જ તમે લૉકરમાં કોઈ પણ ખતરનાક વસ્તુ ન રાખી શકો.

માનો કે લૉકરમાંથી કોઈ વસ્તુ ગુમ થઈ જાય તો તેની જવાબદારી કોની?

બૅન્ક લૉકર, ગ્રાહકસેવા, બીબીસી ગુજરાતી, બૅન્કિંગ સેવા

ઇમેજ સ્રોત, Getty Images

જો લૉકરમાંથી કોઈ વસ્તુ ગુમ થઈ જાય તો શું થશે?

આપણે માનીએ છીએ કે લૉકર સુરક્ષિત હોય છે, પણ શું લૉકર ખરેખર 100 ટકા જોખમમાંથી મુક્ત હોય છે?

બૅન્કો પહેલાં જ સ્પષ્ટ કહી દે છે કે લૉકરમાં મૂકેલી વસ્તુઓ માટે તે જવાબદાર નથી.

એટલે એવી સલાહ આપવામાં આવે છે કે તમે તમારા લૉકરમાં રાખલી કોઈ પણ કિંમતી વસ્તુ અથવા ઘરેણાંનો વીમો કરાવી લો.

પણ માની લો કે લૉકરમાંથી કંઈક ચોરાઈ જાય, ગુમ ગાયબ થઈ જાય તો શું બૅન્કની જવાબદારી નથી?

બૅન્કની દેણદારી સીમિત હોય છે.

આ પરિસ્થિતિમાં બૅન્ક લૉકરના વાર્ષિક ભાડાના 100 ટકા સુધીની રકમ માટે જવાબદાર હશે. એટલે કે જો તમારા લૉકરનું વાર્ષિક ભાડું 5000 રૂપિયા છે તો તમને પાંચ લાખ રૂપિયા સુધીના નુકસાનથી સુરક્ષા મળશે. આ કવરેજ આગ, ચોરી, લૂંટ, ઇમારત પડવા જેવી ઘટનાઓ માટે છે.

એટલે નિષ્ણાતો સૂચવે છે કે જ્યારે ઘરેણાં જેવી કિંમતી વસ્તુઓને લૉકરમાં રાખવામાં આવે ત્યારે તેમનું મૂલ્યાંકન કરવું અને એ પ્રમાણે તેનો વીમો કરાવવો જોઈએ.

જો મારી લૉકરની ચાવી ખોવાઈ જાય તો

બૅન્કના લૉકરની બે ચાવી હોય છે. એક ચાવી લૉકરધારક પાસે હોય છે. આ ચાવીની કોઈ નકલી ચાવી નથી. બીજી ચાવી બૅન્ક પાસે હોય છે. બંને ચાવીને એકસાથે રાખ્યા વિના લૉકર ન ખોલી શકાય.

જો કોઈ વ્યક્તિ પાસે રહેલી લૉકરની ચાવી ખોવાઈ જાય તો શું થાય? કારણ કે લૉકરની કોઈ નકલી ચાવી નથી તો લૉકર કેવી રીતે ખૂલશે?

આવી પરિસ્થિતિમાં લૉકર તોડવાનો એકમાત્ર વિકલ્પ બચે છે. આ કામ બૅન્કના અધિકૃત ટેકનિશિયન જ કરે છે.

સૌથી પહેલાં લૉકરધારકની ઓળખ સાબિત કરવામાં આવે છે. સંપૂર્ણ પ્રક્રિયા તેમની ઉપસ્થિતિમાં જ કરવામાં આવે છે.

આ પૂર્ણ પ્રક્રિયા દરમ્યાન આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે એક લૉકર ખોલતી વખતે અન્ય લૉકરને કોઈ નુકસાન ન પહોંચે.

જો તમારી લૉકરની ચાવી ખોવાઈ જાય તો શું કરવું?

સૌથી પહેલા તમારે તમારી બૅન્કમાં જઈને લેખિતમાં ફરિયાદ આપવી પડશે. આમાં તમારે તમારો લૉકર નંબર, તે શાખાનું નામ જ્યાં ખાતું છે અને અન્ય માહિતી ભરવાની રહેશે.

આની સાથે જ તમને પોલીસ સ્ટેશન જઈને એફઆઇઆર નોંધાવવી પડશે. તે એફઆઇઆરની એક નકલ બૅન્કમાં જમા કરાવવાની અરજી સાથે જોડવાની રહેશે.

ગ્રાહકોને બૅન્કને એ ગૅરન્ટી પણ આપવાની રહેશે કે ખોવાયેલી ચાવી મળવા પર તેને બૅન્કને પાછી આપવી પડશે.

લૉકર તોડવાનો ખર્ચ કોણ આપશે

લૉકરને હઠાવવા અને તેની જગ્યાએ નવું લૉકર લગાવવાનો ખર્ચ ગ્રાહકે ચૂકવવો પડશે. આ ખર્ચ તમારા લૉકરનાં આકાર અને બૅન્ક પર નિર્ભર કરે છે.

બૅન્ક ખર્ચના અનુમાનની વિગતો પહેલાં જ ગ્રાહકોને આપે છે. બૅન્ક લૉકરની ચાવીની સંપૂર્ણ જવાબદારી ગ્રાહકની હોય છે.

બૅન્ક લૉકર માટે કરાર કરતી વખતે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે ચાવી ખોવાઈ જાય તો જવાબદારી ગ્રાહકની હશે.

શું બૅન્ક બધી લેખિત કાર્યવાહી પૂરી થયા પછી પણ લૉકર ખોલવા પર રોક લગાવી શકે છે?

આ સંબંધમાં આરબીઆઇના નિર્દેશ સ્પષ્ટ છે. બૅન્ક આવું ન કરી શકે. જો ગ્રાહક પર કોઈ અયોગ્ય દબાણ કરવામાં આવે તો તે બૅન્કિંગ લોકપાલ, ગ્રાહક ન્યાયાલય અથવા અદાલતમાં જઈ શકે છે.

શું બૅન્કને લૉકર તોડવાની મંજૂરી હોય છે?

બૅન્ક લૉકર, ગ્રાહકસેવા, બીબીસી ગુજરાતી, બૅન્કિંગ સેવા

ઇમેજ સ્રોત, Getty Images

બૅન્ક કેટલીક અસાધારણ પરિસ્થિતિમાં તમારું લૉકર ખોલી શકે છે.

એટલે જો બૅન્કને જાણકારી મળે કે તમે તમારા લૉકરમાં ગેરકાયદે વસ્તુઓ રાખી છે તો બૅન્ક આવું કરી શકે.

જો તમે સતત ત્રણ વર્ષ સુધી બૅન્ક લૉકરનું ભાડું ન ચૂકવો તો બૅન્ક લૉકર ખોલી શકે છે.

અને માની લો કે જે વ્યક્તિના નામ પર લૉકર છે તેનું મૃત્યુ થઈ જાય અને કોઈ નૉમિની વ્યક્તિ નથી તો એવી પરિસ્થિતિમાં બૅન્કને આ અધિકાર મળેલો છે.

પણ તેની પહેલાં બૅન્કોને આના માટે નોટિસ આપવી પડશે. જો આ નોટિસનો જવાબ ન આપવામાં આવે તો બૅન્ક અધિકારીઓ અને નિષ્પક્ષ સાક્ષીઓની સામે લૉકર ખોલી શકાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS