Home તાજા સમાચાર gujrati ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં ‘મુસાફરી’ કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકના સંશોધનમાં શું...

ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં ‘મુસાફરી’ કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકના સંશોધનમાં શું બહાર આવ્યું?

24
0

Source : BBC NEWS

ગુજરાત બીબીસી ગોવા સાંપ નાગરાજ નાગ સરિસૃપ ટ્રેન પ્રકૃતિ સંરક્ષણ પ્રાણી વન્ય પશુપ્રાણી પશુપંખી પર્યાવરણ ઇકૉલૉજી બીબીસી ગુજરાત શું ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકે કરેલા સંશોધનમાં શું બહાર આવ્યું? સંશોધન અમેરિકાની પ્રખ્યાત જર્નલ 'બાયૉટ્રોપિકા'માં પ્રકાશિત

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના પશ્ચિમ ઘાટમાં આવેલાં ગાઢ જંગલો કિંગ કોબ્રા માટે પ્રાકૃતિક નિવાસસ્થાન છે. કિંગ કોબ્રા સામાન્ય રીતે જંગલોમાં જ રહે છે, કારણ કે તેને ત્યાં જ શિકાર, પાણી અને સુરક્ષિત સ્થાન મળે છે.

જોકે, એક સંશોધન એવું થયું છે જેને કારણે જંગલોમાં રહેનારા કિંગ કોબ્રાના સંરક્ષણ સામે સવાલ ઊભો થયો છે.

સુરતના વૈજ્ઞાનિક અને સંશોધક હર્પેટૉલૉજિસ્ટ દિકાંશ પરમારે અનોખું સંશોધન કર્યું છે. તેમણે કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં કિંગ કોબ્રા એટલે કે નાગરાજ કદાચ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે. આખરે જંગલોમાં રહેનારા કિંગ કોબ્રા રેલવેના પાટા સુધી કે ટ્રેન સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે?

ગોવા જતી ઘણી રેલવેલાઇન ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કિંગ કોબ્રા ક્યારેક શિકાર કે આશ્રયની શોધમાં પાટા પાસે કે ટ્રેનમાં પહોંચી જાય છે. આ પ્રકારે તેઓ પ્રકૃતિથી દૂરના વિસ્તારોમાં પહોંચી જાય છે જ્યાં તેમના માટે ન ભોજન હોય છે, ન સુરક્ષિત આશ્રયસ્થાન.

આ જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જણાવાયું છે કે દુનિયાનો સૌથી લાંબો ગણાતો ઝેરી સાપ, કિંગ કોબ્રા (Ophiophagus kaalinga) કદાચ અજાણતાં લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યો હોય તેવું જણાય છે.

આ જર્નલમાં રિસર્ચ પ્રકાશિત થવું એ વૈજ્ઞાનિકો માટે મહત્ત્વની વાત છે, કારણ કે તેમાં રિસર્ચ પ્રકાશિત થવા માટેની સફળતાની ટકાવારી માત્ર 36 ટકા છે.

આ અભ્યાસ સૂચવે છે કે કિંગ કોબ્રાના વિચરણ વિસ્તારમાં જે પ્રકારે ફેરફાર થઈ રહ્યો છે તેને કારણે આ સાપની પ્રજાતિની સુરક્ષા, સંરક્ષણ તથા જાહેર સુરક્ષા માટે પડકાર ઊભો થઈ રહ્યો છે.

દિકાંશ પરમારે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમ સાથે ગોવામાં કિંગ કોબ્રાનાં 47 સ્થળો પર અભ્યાસ કર્યો. જે લગભગ પશ્ચિમ ઘાટનાં અંતરિયાળ જંગલોની આસપાસના વિસ્તારો હતા.

આ માટે તેમણે ઍનિમલ રૅસ્ક્યૂ સ્ક્વૉડ, ગોવાની મદદ પણ લીધી હતી. આ સ્ક્વૉડ વર્ષોથી સાપો સહિતનાં વાઇલ્ડ ઍનિમલને રૅસ્ક્યૂ કરવાનું કામ કરે છે.

ગોવાનાં પાંચ રેલવે સ્ટેશનો નજીક મળી આવ્યા કિંગ કોબ્રા

ગુજરાત બીબીસી ગોવા સાંપ નાગરાજ નાગ સરિસૃપ ટ્રેન પ્રકૃતિ સંરક્ષણ પ્રાણી વન્ય પશુપ્રાણી પશુપંખી પર્યાવરણ ઇકૉલૉજી બીબીસી ગુજરાત શું ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકે કરેલા સંશોધનમાં શું બહાર આવ્યું? સંશોધન અમેરિકાની પ્રખ્યાત જર્નલ 'બાયૉટ્રોપિકા'માં પ્રકાશિત

ઇમેજ સ્રોત, Sourabh Yadav

દિકાંશ પરમારે ઍનિમલ રૅસ્ક્યૂ સ્ક્વૉડ, ગોવા દ્વારા કોબ્રાનું રૅસ્ક્યૂ થયું હોય તેવાં 47 સ્થળોનો અભ્યાસ કર્યો. જે પૈકી 18 સ્થળ ઉત્તર ગોવાનાં હતાં અને 29 સ્થળો દક્ષિણ ગોવાનાં હતાં.

દિકાંશ પરમાર તેમના અભ્યાસ વિશે જાણકારી આપતાં બીબીસી ગુજરાતીને જણાવે છે, “કિંગ કોબ્રાને ભારતના નૅશનલ રેપ્ટાઇલ ઓળખવામાં આવે છે. ભારતભરમાં તેની પ્રજાતિ એક જ માનવામાં આવતી હતી, ભલે તેની બેન્ડિંગ પૅટર્ન અલગ-અલગ હતી, છતાં તેની અલગ પ્રજાતિ નહોતી. વૈજ્ઞાનિકોને આશંકા હતી કે તેની અન્ય પ્રજાતિ પણ હોવી જોઈએ. તેથી તેમણે અહીં, ખાસ કરીને વૅસ્ટર્ન ઘાટમાં જોવા મળતા નાગરાજને ઓફિફેગસ કાલિંગા (Ophiophagus kaalinga) હોવાની માન્યતા આપી. આ સાપ સંરક્ષિત હેઠળની કૅટેગરીમાં આવે છે.”

તેઓ જણાવે છે કે જો આ નાગરાજ કરડે તો માણસ પાણી માગતો નથી અને લગભગ તરત જ તેનું મૃત્યુ થાય છે.

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે આ તમામ સ્થળો કાં તો રેલવે સ્ટેશનની નજીક હતાં, અથવા તો રેલમાર્ગની નજીક હતાં.

તેઓ જણાવે છે, “ઍનિમલ રૅસ્ક્યૂ સ્ક્વૉડ, ગોવાએ વર્ષ 2002થી 2024 સુધી કુલ 120 કિંગ કોબ્રા રૅસ્ક્યૂ કર્યા હતા. અમે તમામ સ્થળોનો અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે તે પૈકી 47 સ્થળો રેલવેની આસપાસ હતાં. એક નાગરાજ તો ગોવાના એક રેલવે સ્ટેશનના પાટા પાસે મળી આવ્યો હતો.”

ગુજરાત બીબીસી ગોવા સાંપ નાગરાજ નાગ સરિસૃપ ટ્રેન પ્રકૃતિ સંરક્ષણ પ્રાણી વન્ય પશુપ્રાણી પશુપંખી પર્યાવરણ ઇકૉલૉજી બીબીસી ગુજરાત શું ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકે કરેલા સંશોધનમાં શું બહાર આવ્યું? સંશોધન અમેરિકાની પ્રખ્યાત જર્નલ 'બાયૉટ્રોપિકા'માં પ્રકાશિત

ઇમેજ સ્રોત, Mehul Thakur

ગોવા ખાતેના ઍનિમલ રૅસ્ક્યૂ સ્ક્વૉડના પ્રમુખ કાર્યકર અમૃતસિંહ બીબીસી ગુજરાતીને જણાવે છે, “દક્ષિણ ગોવામાં એક રેલવે સ્ટેશન છે. તેનું નામ ચાંદોર છે. ત્યાંથી અમને કિંગ કોબ્રા હોવાની માહિતી મળી હતી અને અમે તેને રૅસ્ક્યૂ કરીને વનવિભાગને સોંપી દીધો હતો. તે ઈજાગ્રસ્ત હાલતમાં હતો. આ એવી જગ્યા હતી જ્યાં સામાન્ય રીતે આ પ્રકારના સાપ જોવા નથી મળતા.”

અમેરિકાની પ્રખ્યાત જર્નલ બાયૉટ્રોપિકામાં છપાયેલા આ સંશોધનની વિગતો પ્રમાણે, “ચાંદોર રેલવે સ્ટેશન પરથી મળી આવેલા કિંગ કોબ્રાના કેસને કારણે અમે એ વાત અંગે ધ્યાનથી તપાસ કરવા માટે પ્રેરાયા કે આ નાગરાજ પર્યાવરણીય રીતે અણગમતી જગ્યાએ આ પ્રકારે અહીં કેવી રીતે પહોંચ્યો હશે?”

આ પ્રકારના કિંગ કોબ્રા કર્ણાટકના કૅસલ રૉક ખાતે તથા ડાંડેલી ટાઇગર રિઝર્વ ખાતે મળી આવે છે. હવે આ ટ્રેનો જ્યારે ગોવામાં પ્રવેશે છે ત્યારે સાપના આ વિસ્તારમાં રોકાય છે. સપ્ટેમ્બર, 2021માં વાસ્કો-દ-ગામા પાસે ગોવાના ઍનિમલ રૅસ્ક્યૂ સ્ક્વૉડે એક નાગરાજને રૅસ્કયૂ કર્યો હતો. તે રેલવે સ્ટેશનની માત્ર 200 મીટર દૂર મળી આવ્યો હતો. અન્ય ત્રણ નાગરાજો લોલીમ, પેલોલેમ અને પેડણે રેલવે સ્ટેશનની આસપાસ પણ મળી આવ્યા હતા.

દિકાંશના જણાવ્યા પ્રમાણે આ પાંચેય સ્થાન કિંગ કોબ્રાનાં સ્વાભાવિક નિવાસસ્થાન નહોતાં, જેને કારણે આ વૈજ્ઞાનિકોને સાપ અને રેલવે વચ્ચેની આ ‘અદ્ભુત કડી’ જોવા મળી.

‘આ કિંગ કોબ્રા ટ્રેનમાં સફર કરીને અહીં આવ્યા હોવા જોઈએ’

ગુજરાત બીબીસી ગોવા સાંપ નાગરાજ નાગ સરિસૃપ ટ્રેન પ્રકૃતિ સંરક્ષણ પ્રાણી વન્ય પશુપ્રાણી પશુપંખી પર્યાવરણ ઇકૉલૉજી બીબીસી ગુજરાત શું ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકે કરેલા સંશોધનમાં શું બહાર આવ્યું? સંશોધન અમેરિકાની પ્રખ્યાત જર્નલ 'બાયૉટ્રોપિકા'માં પ્રકાશિત

ઇમેજ સ્રોત, AMRUT SINGH

આ રિસર્ચના મુખ્ય રિસર્ચર અને વૈજ્ઞાનિક દિકાંશ પરમાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “અમે તપાસ કરી કે રેલવે સ્ટેશન પાસે સાપ કેવી રીતે પહોંચ્યો? હવે, જે ટ્રેનો કર્ણાટકમાંથી ગોવા અવરજવર કરે છે તે મહદંશે કર્ણાટકના કૅસલ રૉક ખાતેથી આવે છે. આ વિસ્તારોમાં ગાઢ જંગલો છે અને અહીં આ કિંગ કોબ્રા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.”

દિકાંશ પરમાર કહે છે, “સંશોધનને આધારે, અમારી ટીમે નવી “રેલવે ડિસ્પર્સલ હાઇપોથિસિસ” રજૂ કરી. જે સૂચવે છે કે કિંગ કોબ્રા ક્યારેક જંગલવાળા હિલ સાઇડ રેલવે યાર્ડમાં ઉંદર અથવા અન્ય જીવજંતુનો શિકાર કરતી વખતે માલગાડી કે પૅસેન્જર ટ્રેનમાં ચડી જતા હોવા જોઈએ, અને અજાણતાં ઘણા કિલોમીટર દૂર, સંપૂર્ણપણે અયોગ્ય પરિસ્થિતિઓમાં ઊતરી જતા હોવા જોઈએ.”

દિકાંશનો દાવો છે કે આ રિસર્ચને ભારતભરમાં જોવા મળી રહેલી સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અને અન્ય સમાચારોનું સમર્થન મળ્યું, જે મુજબ ટ્રેન કે રેલવે સ્ટેશનની આસપાસ સાપ જોવા મળે છે, જેમાં કિંગ કોબ્રા પણ સામેલ છે.

દિકાંશ પરમાર કહે છે, “અમે જ્યાં રિસર્ચ કર્યું ત્યાં સામાન્ય રીતે નાગરાજનું રહેઠાણ નથી, પરંતુ તેનાથી દૂર કર્ણાટક પાસેનાં જંગલોમાં આ નાગરાજ જોવા મળે છે. અમને જે કિંગ કોબ્રા જોવા મળ્યા તે લગભગ રેલવે સ્ટેશનોની આસપાસ હતા. તેથી તારણ કાઢી શકાય કે તેઓ કોઈ પણ કારણસર રેલવે મારફતે અહીં ગોવાની આસપાસ પહોંચ્યા હોવા જોઈએ.”

આ પહેલાં લગભગ વર્ષ 2017માં દિકાંશ પરમાર સુરત રેલવે સ્ટેશન પાસેથી પણ આ જ પ્રકારે એક સાપને રૅસ્ક્યૂ કરી ચૂક્યા છે.

‘નાગની સફર’ અકસ્માત કે પછી ખોરાકની શોધ?

ગુજરાત બીબીસી ગોવા સાંપ નાગરાજ નાગ સરિસૃપ ટ્રેન પ્રકૃતિ સંરક્ષણ પ્રાણી વન્ય પશુપ્રાણી પશુપંખી પર્યાવરણ ઇકૉલૉજી બીબીસી ગુજરાત શું ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકે કરેલા સંશોધનમાં શું બહાર આવ્યું? સંશોધન અમેરિકાની પ્રખ્યાત જર્નલ 'બાયૉટ્રોપિકા'માં પ્રકાશિત

ઇમેજ સ્રોત, DIKANSH PARMAR

સંશોધકોની ટીમનું કહેવું છે કે રેલવેની આસપાસ જોવા મળતા કિંગ કોબ્રા પાછળનું કારણ વ્યાવહારિક પણ હોઈ શકે છે. અનાજ કે ફળ અથવા તો અન્ય પૅકેજ્ડ ફૂડના કચરાને કારણે રેલવેની આસપાસ ઉંદરોનો જમાવડો હોય છે. ઉંદર ત્યાં રહેઠાણ બનાવીને રહેતા હોય છે. જે સાપો માટે ભોજન છે.

વરસાદ જેવી ઋતુમાં જ્યારે પાણીનો ભરાવો થાય તેવી સ્થિતિમાં સુરક્ષિત આશ્રયસ્થાન શોધવા માટે પણ તેઓ ટ્રેનનો આશરો લઈ શકે છે.

આ રિસર્ચમાં કૅલિફોર્નિયાના વિક્ટર કૉલેજના પ્રોફેસર ડૅનિસ રૉડર અને જર્મનીની બૉન યુનિવર્સિટીના ઍસો. પ્રોફેસર ડૉ. હેનરીક કૅઇસર પણ સામેલ હતા.

ડૉ. હેનરીકે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, “અમે સામાન્ય રીતે રોડ અને રેલવેને વન્ય પ્રાણીઓ માટે અવરોધરૂપ ગણીએ છીએ અથવા તો તે તેમના માટે મોતના ગાળિયા સમાન છે, પરંતુ આ રિસર્ચ સૂચવે છે કે અજાણતાં જ આ ઝડપી કૉરિડૉર તેમના વહન તરીકે પણ કામ કરી શકે છે.”

તેઓ જણાવે છે કે “અકસ્માતે આ કિંગ કોબ્રા ભોજનની શોધમાં કે પછી અન્ય કારણસર ટ્રેન મારફતે સફર કરતા હોય અથવા તો રેલવે માર્ગ પાસે પહોંચ્યા હોય.”

ડૉ. ડૅનિસ રૉડર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “આ રિસર્ચ બતાવે છે કે અનાયાસે આ માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ શિકારી પ્રાણીની ચાલને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.”

તેઓ જણાવે છે કે આ વૈજ્ઞાનિક સંશોધન છે અને તે પુરાવા આધારિત છે. તેઓ કહે છે, “તથ્યો અને તર્ક બંને પુરાવા સાથે મૂક્યાં છે.

સાપ અંગેનું આ રિસર્ચ કેમ મહત્ત્વનું છે?

ગુજરાત બીબીસી ગોવા સાંપ નાગરાજ નાગ સરિસૃપ ટ્રેન પ્રકૃતિ સંરક્ષણ પ્રાણી વન્ય પશુપ્રાણી પશુપંખી પર્યાવરણ ઇકૉલૉજી બીબીસી ગુજરાત શું ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકે કરેલા સંશોધનમાં શું બહાર આવ્યું? સંશોધન અમેરિકાની પ્રખ્યાત જર્નલ 'બાયૉટ્રોપિકા'માં પ્રકાશિત

ઇમેજ સ્રોત, DIKANSH PARMAR

આ સવાલનો જવાબ આપતાં ડૉ. રૉડર કહે છે, “કિંગ કોબ્રાનું સંરક્ષણ અનિવાર્ય છે. માલગાડી કે પૅસેન્જર ટ્રેન મારફતે તેઓ જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો તે માનવજીવન માટે અને ખુદ તેમને માટે ખતરનાક છે. તેથી આ રિસર્ચ મારફતે લોકજાગૃતિ કેળવીને માનવજીવન સામે જોખમ ટાળવું જોઈએ અને કિંગ કોબ્રાનું પણ સંરક્ષણ થવું જોઈએ.”

દિકાંશ પરમાર કહે છે, “કિંગ કોબ્રા અતિ ઝેરી સાપ છે. તેથી તે દેખાતાની સાથે જ લોકો તેને મોટા ભાગે મારી નાખે છે. વળી તે માનવ વસાહતમાં રહેઠાણ બનાવે તો તે માનવજીવનને જોખમી છે. તેથી જંગલમાં સંતુલન બનાવવા અને બાયૉડાઇવર્સિટી માટે તેનું સંરક્ષણ જરૂરી છે. આ રિસર્ચ તેના પર ભાર મૂકે છે.”

સંશોધકો એ વાત પર ભાર મૂકે છે કે જંગલ વિસ્તારમાં ટ્રેનોને બિનજરૂરીપણે રોકવી ન જોઈએ, ટ્રેનના ડબ્બામાં બચેલું ભોજન ન રાખવું જોઈએ- જેથી ઉંદર તેનાથી આકર્ષાય. તથા જંગલોનો વિનાશ અટકાવવો જોઈએ જેથી સાપ જેવા વન્ય પ્રાણી રેલવેના પાટા સુધી આવવા મજબૂર ન થાય.

દિકાંશ કહે છે, “ભલે તેઓ ટ્રેન કે અન્ય રૂટ મારફતે આ પ્રકારના માનવ વસાહતોની આસપાસ આવી જાય, પરંતુ તેમના જીવવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેથી તેમનું સંરક્ષણ થવું જોઈએ.”

તેમના મત અનુસાર માનવ વસાહતોમાં કિંગ કોબ્રા મળવાને કારણે માનવ-સાપ સંઘર્ષની શક્યતાઓ વધી જાય છે. સાપને આ પ્રકારનાં સ્થળોએ આવી પહોંચેલા સાપોને ભૂખ, તાણ અને મૃત્યુનાં જોખમો હોય છે.

ડૉ. રૉડર કહે છે, “આ રિસર્ચ રસપ્રદ ઇકૉલૉજિકલ સ્ટોરી નથી, પરંતુ વન્ય પ્રાણીઓનાં સંરક્ષણ અને જાહેર સુરક્ષા માટેનું ઍલર્ટ પણ છે. જો રેલવે અનાયાસે ઝેરી સાપોને ખસેડી રહી છે, તો આ મામલે જાગૃતિ અને સ્પષ્ટ માર્ગદર્શિકાની જરૂર છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS