Source : BBC NEWS
હાડકાંની બીમારીથી પીડાતાં 29 વર્ષનાં ગિરીજા જાતે ખાઈ નથી શકતાં છતાં આર્ટવર્કથી કેવી રીતે પગભર બન્યાં?
અપડેટેડ 2 કલાક પહેલા
29 વર્ષના ગિરીજા ઑસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટાથી પીડાય છે. આ કારણે, તેઓ ન તો બરાબર ચાલી શકે છે અને ન તો બરાબર બેસી શકે છે.
તેમને ડૉક્ટરો ‘કાચની ઢીંગલી’ કહે છે કારણ કે તેમનાં હાડકાં આટલા નાજુક છે. તેમને ફ્રૅક્ચર થઈ જવાનો ડર કાયમ રહે છે.
ગિરિજાને મૅકઅપ ખૂબ ગમે છે, તેમને હાથથી વસ્તુઓ બનાવવાનું પસંદ છે. અને જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી.
તેમનાં માતા તેમને મદદ કરે છે અને ગિરિજા આર્ટવર્ક કરે છે. આ રીતે તેઓ પગભર બન્યાં છે.
ગિરિજા અને તેમનાં માતાએ બીબીસી સાથે તેમની કહાણી શૅર કરી હતી ત્યારે તેમનાં માતા અતિશય ભાવુક થઈ ગયાં હતાં.
રિપોર્ટ: શિલ્પા ઠાકુર
શૂટ અને ઍડિટિંગ: અરિબા અંસારી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



