Home તાજા સમાચાર gujrati ‘દીકરીઓ કહેતી કે કોરિયા જઈશું અને ભારતીય નામોથી ખીજ ચઢતી હતી’, ગાઝિયાબાદમાં...

‘દીકરીઓ કહેતી કે કોરિયા જઈશું અને ભારતીય નામોથી ખીજ ચઢતી હતી’, ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આપઘાતનું રહસ્ય

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગાઝિયાબાદ, મોબાઇલ ફોન

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, શુભાંગી મિશ્રા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • 8 ફેબ્રુઆરી 2026, 16:19 IST

    અપડેટેડ 6 કલાક પહેલા

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક સોસાયટીમાં ત્રણ સગીરાનાં મોતના સમાચાર પછી એક વખત ફરીથી ટૅક્નૉલૉજીના આ સમયમાં પેરેન્ટિંગ પર ફરીથી ચર્ચા શરૂ થઈ છે.

ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડનની આ ઘટના સમાચારોમાં છે.

શાલીમાર ગાર્ડનના એસીપી અતુલકુમાર સિંહે પત્રકારોને જણાવ્યું કે, “ચાર ફેબ્રુઆરીની રાત્રે લગભગ સવા બે વાગ્યે સમાચાર મળ્યા કે ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભારત સિટીમાં એક ઘટના બની છે.”

”માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. આ ત્રણ બાળકીઓનાં ઊંચી ઇમારતથી પડીને મોત થઈ ગયાં હતાં. તેમને108 ઍમ્બ્યુલન્સમાં લોનીની એક હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, ડૉક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કરી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.”

જોકે આ મામલામાં અત્યાર સુધી પોલીસે કોઈ કેસ નથી નોંધ્યો. પોલીસ અનુસાર આ બાળકીઓ પાસેથી તેમનો ફોન લઈ લેવામાં આવ્યો હતો.

ટ્રાન્સ હિંડન ગાઝિયાબાદના ઉપાયુક્ત નિમિષ પાટીલે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે પોલીસ હજુ તપાસ કરી રહી છે કે આ આત્મહત્યાનો મામલો હતો કે નહીં.

પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગાઝિયાબાદ, મોબાઇલ ફોન

ડેપ્યુટી કમિશનર નિમિષ પાટીલ કહે છે કે, “પોલીસે હાલ આ મામલામાં કોઈ એફઆઇઆર દાખલ નથી કરી. શરૂઆતની તપાસમાં ફોન અને કોરિયન સંસ્કૃતિ પ્રત્યે ઝનૂન આ ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે.”

“છોકરીઓ કોરિયન સંગીત, ડ્રામા, હસ્તીઓ, જાપાની ફિલ્મો અને ‘ડોરેમોન’ સિવાય ‘શિન-ચેન’ જેવાં કાર્ટૂનની સાથોસાથ ઓનલાઇન ગેઇમ્સનો શોખ હતો.”

“સાથે જ તેઓ કોરિયન કલ્ચરથી એટલી હદ સુધી પ્રભાવિત હતું કે તેમણે પોતાનાં નામ પણ બદલી દીધાં હતાં. પરંતુ બ્લુ વ્હેલ જેવી ટાસ્ક-આધારિત ગેઇમને ઘટનાનું એકમાત્ર કે મુખ્ય કારણ ન માની શકાય.”

પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કહેવાયું છે કે ત્રણ બાળકીઓનાં મૃત્યુ શરીરમાંથી વધુ લોહી નીકળવા અને ઈજાને કારણે થયાં છે. ઊંચાઈથી પડવાને કારણે ઘણાં હાડકાં ભાંગી ગયાં હતાં.

નિમિષ પાટીલનું કહેવું છે કે સુસાઇડ નોટમાં એક વાત મારઝૂડની પણ હતી, પરંતુ પોસ્ટમૉર્ટમમાં એવી કોઈ ઈજા નથી મળી.

નિમિષ પાટીલે જણાવ્યું કે, “પરિવાર આર્થિક તંગીનો માર વેઠી રહ્યો હતો અને ઘરમાં કંકાસે પણ સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી હતી. કોવિડ બાદ પરિવારને ભારે આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું અને તેમના પર ઘણું દેવું થઈ ગયું. અમુક વર્ષ પહેલાં છોકરીઓને પરિવારે શાળામાંથી ઉઠાડી દીધી હતી.”

તેમણે કહ્યું, “પરિવારમાં ઝઘડા પણ થતા. દીકરીઓ સાથે ખૂબ કઠોર વર્તન કરતા. શરૂઆતમાં આ બાળકીઓ પાસે બે મોબાઇલ હતા, જેને તે શૅર કરતી. પરંતુ આર્થિક દબાણને પગલે પિતાએ છ મહિના પહેલાં એક મોબાઇલ વેચી નાખ્યો. પછી બીજો મોબાઇલ ઘટનાના દસ-15 દિવસ પહેલાં વેચી દીધો હતો.”

બાળકીઓના પિતા અને સોસાયટીના લોકોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગાઝિયાબાદ, મોબાઇલ ફોન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

જ્યારે આર્થિક તંગી વિશે મૃત છોકરીઓના પિતા ચેતનકુમારે પત્રકારોના સવાલના જવાબ આપતાં કહ્યું હતું, “મારું 20-30 લાખ રૂ.નું નુકસાન જરૂર થયું હતું, પરંતું એનો અર્થ એ નથી કે બાળકો આત્મહત્યા જેવું પગલું ભરી લે. તેમણે પોતાનાં નામ સુધ્ધાં બદલી નાખ્યાં હતાં.”

પોલીસે જણાવ્યું, “ચેતનકુમારની બે પત્નીઓ હતી, જે સગી બહેનો છે. ઘરમાં તેમની સાથે એક સાળી પણ રહે છે. બે પત્નીઓથી તેમને કુલ પાંચ બાળકો છે.”

ચેતન વ્યવસાયે સ્ટૉક બ્રોકર છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, “દીકરીઓ કહેતી કે પપ્પા અમે કોરિયા જઈશું. તેમને ભારતીય નામોથી ખીજ ચઢવા લાગી હતી.”

બીબીસીએ સ્થાનિકો સાથે આ ઘટના અંગે વાત કરી તો સોસાયટીમાં આ બાળકીઓના ઘરથી ઠીક બે માળ નીચે રહેતા આરકે સિંઘાનિયાની ઊંઘ એ રાત્રે ધડાકાના એક અવાજથી તૂટી ગઈ.

અવાજ સાંભળ્યા બાદ સોસાયટીના લોકો ઘરની બહાર આવવા લાગ્યા અને જોયું કે જમીન પર ત્રણ બાળકીઓના મૃતદેહ હતા, જે બાદ તરત પોલીસને માહિતી અપાઈ.

સોસાયટીના સચિવ રાહુલકુમાર જાએ બીબીસી ન્યૂઝને જણાવ્યું કે, “જ્યારે હું પ્રાથમિક પુરાવા તરીકે ઉપર ગયો. તો એ રૂમ અંદરથી બંધ હતી. બાળકીઓ આ જ રૂમમાંથી કૂદી હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે એ દરવાજો તોડ્યો. અંદર પરિવારની તસવીરો તળિયા પર વિખેરાયેલી પડી હતી અને રૂમમાં એક સુસાઇટ નોટ પણ મળી. જેમાં ‘સૉરી પાપા’લખેલું.”

આ ઘટના બાદ બાળકોને બાળકોમાં ફોનની લત અંગેની ચર્ચા ફરી વાર વ્યાપક બની છે.

સોસાયટીનાં એક રહેવાસી કુસુમ કહે છે કે, “અમારાં બાળકો રાત્રે સૂઈ નથી રહ્યાં. એ ઘણાં ગભરાયેલાં છે. હું માનું છું કે ઓછામાં ઓછું માબાપને ખબર હોવી જોઈએ કે બાળકના ફોનમાં શું ચાલી રહ્યું છે.”

સાથે જ સોસાયટીમાં રહેતા લોકો ફોન મૅનેજમેન્ટ અને કાઉન્સેલિંગ અંગે વિચાર-વિમર્શ કરતા દેખાયા.

બાળકોના ફોનના વ્યસનને કેવી રીતે કાબૂ કરવું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ગાઝિયાબાદ, મોબાઇલ ફોન

ઇમેજ સ્રોત, Getty Images

બાળ મનોચિકિત્સક નીલેશ દેસાઈ કહે છે કે ફોન એડિક્શન રાસાયણિક પદાર્થોની આદત જેવું છે.

દેસાઈ કહે છે કે, “કિશોરાવસ્થા એક નાજુક અવસ્થા છે. જ્યાં બદલાતા સમાજ સાથે ટેકનૉલૉજીનું આક્રમણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં જ્યારે કોઈ કિશોર કે કિશોરી પાસેથી પરિવાર અચાનક ફોન છીનવી લે, તો એક આપદા જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. એક બાળક માટે આ એક રાસાયણિક પદાર્થના એડિક્શનથી ઓછું નથી.”

તેઓ કહે છે કે, “ફોનનો ઉપયોગ ડોપામાઇન હિટ આપે છે એટલે એક એવો હાર્મોન જે ખુશી લાવે છે. આ કોઈ રાસાયણિક જેટલું શક્તિશાળી હોય છે. જ્યારે માતાપિતા બાળક પાસેથી તેનો ફોન છીનવી લે છે તો તે કેમિકલ વિદ્ડ્રૉલમાં જતા રહે છે.”

દિલ્હીથી મનોચિકિત્સક ડૉ. ભાવના બર્મી જણાવે છે કે, “લાંબા સમયથી શાળા ન જવાનો અર્થ એમ નથી કે માત્ર ભણતર છૂટી રહ્યું છે. આ મનોવૈજ્ઞાનિક નબળાઈનો એક સિલસિલો ઊભો કરી દે છે. શાળા કિશોરોને સ્વસ્થ વિકાસ માટે માત્ર તથ્ય શીખવાની જગ્યાથી આગળ એક મહત્ત્વપૂર્ણ માળખા તરીકે કામ કરે છે.”

ડૉ ભાવના કહે છે, “મેં કેટલાક કિશોરો અને પરિવારને સલાહ આપી છે, જ્યાં કે-પૉપ, કે-ડ્રામા, કોરિયન સૌંદર્ય ટ્રેન્ડ અને આઇડલ્સ પ્રત્યે તીવ્ર આકર્ષણ એક સામાન્ય રુચિથી વધારે ઊંડાઈમાં ઊતરી ગયું છે. અંતહીન કૉન્ટેન્ટ અને એઆઈ ચેટબૉટ્સ સાથે રોલ-પ્લે કરવું વધુ હાનિકારક હોઈ શકે છે.”

તેઓ કહે છે કે, “જ્યારે બાળકો એકલાં રહેવા લાગે છે, જેમ વર્ષો સુધી શાળાએ ન જાય તો ભાઈ-બહેન એક જ પ્રકારના કૉન્ટેન્ટ પર વધુ ઊંડાઈથી જોડાઈ શકે છે. તેઓ સાથે જ જોવે છે, ચર્ચા કરે છે અને સંયુક્ત વ્યક્તિત્વ વિકસાવે છે. તેઓ એક ‘અમારી વિરુદ્ધ દુનિયા’નું બબલ બનાવી લે છે જ્યાં કલ્પના જ તેમની એકમાત્ર સુરક્ષિત અને રોમાંચક જગ્યા બની જાય છે.”

બંનેજ મનોચિકિત્સક જણાવે છે કે આવી પરિસ્થિતિમાં માતાપિતાએ ગભરાવવું ન જોઈએ.

  • માતાપિતા બાળકોના ફોન એડિક્શન પર કાબૂ મેળવવા માટે આ ઉપાયો કરી શકે છે –
  • તેઓ જાતે ફોનનો વપરાશ કરવાનું ઘટાડે અને તેમના માટે રોડ મોડલ બને
  • ફોન વાપરવાની એક સમયસીમા નક્કી કરે અથવા જણાવે કે એક દિવસમાં કેટલા કલાક ફોન કે આઈપૅડ જોઈ શકે
  • રમતગમતને પ્રોત્સાહન આપો, તેમની સાથે વાતચીત કરતા રહો

(આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પાસેથી મદદ લઈ શકો છો, તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS