Home તાજા સમાચાર gujrati પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહી બાદ આજે થશે સર્વદલીય બેઠક- ન્યૂઝ અપડેટ

પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહી બાદ આજે થશે સર્વદલીય બેઠક- ન્યૂઝ અપડેટ

7
0

Source : BBC NEWS

ભારતનું ઑપરેશન સિંદૂર, ભારત, પાકિસ્તાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાતીમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાતના સમાચાર, ન્યૂઝ

ઇમેજ સ્રોત, ANI

8 મે 2025, 07:07 IST

અપડેટેડ 27 મિનિટ પહેલા

પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હુમલા બાદ કેન્દ્ર સરકારે પહેલી વખત સર્વદલીય બેઠક બોલાવી છે. આ બેઠક આજે એટલે કે 8મી મેના રોજ યોજાશે.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ ઍક્સ પર તેની જાણકારી આપતા લખ્યું, “સરકારે 8મી મેના રોજ સવારે 11 કલાકે નવી દિલ્હીમાં પાર્લામેન્ટ લાઇબ્રેરી બિલ્ડિંગની કમિટી રૂમ જી-074માં સર્વદલીય નેતાઓની બેઠક બોલાવી છે.”

કૉંગ્રેસે આ બેઠકને લઈને આશા વ્યક્ત કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ દળો સાથે વાત કરીને તેમને વિશ્વાસમાં લેશે.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ઑપરેશન સિંદૂર બાદ પહેલી સર્વદલીય બેઠક હશે.

તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, “24મી એપ્રિલના રોજ સર્વદલીય બેઠકની માગ કરી હતી. તે દિવસે સર્વદલીય બેઠક બોલાવવામાં આવી હતી. અમને આશા હતી કે વડા પ્રધાન તેની અધ્યક્ષતા કરશે. પરંતુ કોઈ કારણસર વડા પ્રધાન તેમાં ઉપસ્થિત નહોતા.”

જયરામ રમેશે 8મી મેના રોજ થનારી સર્વદલીય બેઠક મામલે કહ્યું, “અમને આશા છે કે વડા પ્રધાન આ બેઠકની અધ્યક્ષતા કરે. આ બેઠકમાં રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. અમે આશા રાખીએ છીએ કે પીએમ મોદી તમામ દળો સાથે વાત કરીને તેમને વિશ્વાસમાં લેશે.”

પાકિસ્તાને કહ્યું કે ભારતની કાર્યવાહીમાં 31 લોકો માર્યા ગયા, 57 ઘાયલ

ભારતનું ઑપરેશન સિંદૂર, ભારત, પાકિસ્તાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાતીમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાતના સમાચાર, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે બુધવારે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલાઓ કર્યાની જાણકારી આપી. ભારતે આ કાર્યવાહીને ‘ઑપરેશન સિંદૂર’ નામ આપ્યું.

ભારતે કહ્યું કે તેણે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નવ જગ્યાને નિશાન બનાવી હતી જ્યારે પાકિસ્તાને કહ્યું કે હુમલાઓ છ જગ્યાઓ પર થયા હતા.

પાકિસ્તાને દાવો કર્યો કે તેણે પાંચ ભારતીય જેટ અને એક ડ્રૉનને પાડી નાખ્યું છે જ્યારે કે ભારતે તેની પુષ્ટિ નથી કરી.

પાકિસ્તાને કહ્યું છે કે ભારતની આ કાર્યવાહીમાં મરનારા લોકોની સંખ્યા વધીને 31 થઈ છે જ્યારે કે 57 લોકો ઘાયલ થયા છે.

ભારતીય સેનાએ કહ્યું છે કે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની બૉમ્બમારામાં ઓછામાં ઓછા 15 નાગરિકો માર્યા ગયા છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું, ‘હવે ભારતે ભૂલનું પરિણામ ભોગવવું પડશે’

ભારતનું ઑપરેશન સિંદૂર, ભારત, પાકિસ્તાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાતીમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાતના સમાચાર, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું કે “ભારતે હવે ગઈ કાલે રાત્રે ઉગ્રતા દાખવીને કરેલી ભૂલનું પરિણામ ભોગવવું પડશે.”

તેમણે કહ્યું કે, “કદાચ તેમને લાગ્યું હશે કે અમે પીછેહઠ કરશું.”

શહબાઝ શરીફે કહ્યું, “અમે આ જંગને તાર્કિક અંત સુધી લઈ જઈશું અને શહીદોના લોહીનાં એક એક ટીપાંનો હિસાબ લેવાશે.”

પોતાના સંબોધનમાં શહબાઝ શરીફે કહ્યું, “મારા વહાલા દેશવાસીઓ, સંખ્યાબળમાં વધુ શક્તિશાળી શત્રુને હરાવવામાં અમુક કલાકનો સમય લાગ્યો. ભારતનાં પાંચ ફાઇટર વિમાનો તોડી પડાયાં. ભારતનાં ગૌરવ ગણાતાં વિમાનો ધૂળમાં મેળવી દેવાયાં.”

તેમણે કહ્યું કે, “ગઈ કાલે રાત્રે અમારાં ફાલ્કન વિમાનોએ આકાશમાં વાવાઝોડું સર્જી દીધું.”

તેમના દાવા પ્રમાણે, “પોતાના બચાવમાં યોગ્ય જવાબ આપતા પાકિસ્તાનને આવડે છે, એ વાત આપણે ગઈ કાલે સિદ્ધ કરી બતાવી.”

તેમણે કહ્યું કે ભારતીય હુમલામાં 26 નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 46 ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે કહ્યું કે હુમલામાં માર્યા ગયેલામાં બાળકો પણ સામેલ છે.

શહબાઝ શરીફે કહ્યું કે, “ગઈ કાલે રાત્રે પાકિસ્તાને ફરી એક વાર પરંપરાગત હથિયારોના જંગમાં પણ શત્રુ સામે પોતાની શ્રેષ્ઠતા બતાવી હતી.”

તેમણે કહ્યું કે, “હું સૈન્ય દળોના વડા અને તમામ સૈનિકોને સલામ કરું છું.”

અમેરિકાએ કહ્યું અમારી ભારત અને પાકિસ્તાન પર નજર

ભારતનું ઑપરેશન સિંદૂર, ભારત, પાકિસ્તાન, અમેરિકા, બીબીસી ગુજરાતી, ગુજરાતીમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, ગુજરાતના સમાચાર, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર નજર રાખી રહ્યું છે.

પ્રવક્તાએ કહ્યું, “અમેરિકાના અધિકારીઓ બંને પક્ષના સંપર્કમાં છે અને બંનેને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ એક જવાબદાર સમાધાનને હાંસલ કરવા માટે કામ કરે. જે દીર્ઘકાલિક શાંતિ અને દક્ષિણ એશિયામાં ક્ષેત્રીય સ્થિરતા બનાવવામાં મદદ કરે.”

આ પહેલાં વિદેશ મંત્રાલય કવર કરતા બીબીસી સંવાદદાતા ટૉમ બૅટમૅને કહ્યુ હતું કે પાકિસ્તાન પર ભારતીય હુમલા બાદ અમેરિકા દ્વારા સંયમ વર્તવાની સ્પષ્ટ અપીલનો અભાવ દર્શાવે છે કે કેટલાંક વર્ષોમાં અમેરિકા અને ભારતના સંબંધો મજબૂત થયા છે. જ્યારે કે તુલનાત્મક રૂપે પાકિસ્તાન અલગ પડી ગયું છે.

ગઈ રાત્રે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ટ્રમ્પના એક નિવેદનને ફરી વખત ટાંકતા એ વાત પર ભાર મૂક્યો હતો કે તેમને આશા છે કે આ તણાવ જલદી સમાપ્ત થઈ જશે અને એક શાંતિપૂર્ણ સમાધાનની દિશામાં કામ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS