Source : BBC NEWS
ગુજરાતી એટલે કોણ, અસ્મિતા એટલે શું? લેખક સલીલ ત્રિપાઠી સાથે ખાસ વાતચીત
2 કલાક પહેલા
પ્રખ્યાત લેખક, પત્રકાર તથા માનવાધિકાર કાર્યકર્તા સલિલ ત્રિપાઠીએ ગુજરાતીઓ વિશે એક દળદાર ગ્રંથ લખ્યો છે.
મૂળ મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા સલિલભાઈએ ગુજરાતી સમુદાયની લગભગ તમામ મોટી બાબતો વણી લેતું આ પુસ્તક લખ્યું છે.
તેમણે ગુજરાતીઓની વિસ્તૃત ઓળખ આ પુસ્તકમાં આપી છે.
ગુજરાતીઓનો ઇતિહાસ કેવો ભવ્ય છે? ગુજરાતીઓમાં ગાંધી કેટલા વસે છે, ગુજરાતીઓ ખરેખર અહિંસક છે?
ગુજરાતની અસ્મિતા એટલે શું? ગુજરાતી હોવાની સાચી ઓળખ શું છે?
ગુજરાતીઓ વિશેના ઘણા સવાલોના જવાબ આ પુસ્તકમાંથી મળી શકે તેમ છે.
ગુજરાત દિવસના અવસરે જુઓ સલિલ ત્રિપાઠીનો આ વિશેષ ઇન્ટરવ્યૂ…

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS