Home તાજા સમાચાર gujrati હોર્મુઝની સામુદ્રધુની અંગે હવે ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે આપી આ ચેતવણી – ન્યૂઝ...

હોર્મુઝની સામુદ્રધુની અંગે હવે ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે આપી આ ચેતવણી – ન્યૂઝ અપડેટ

11
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

23 માર્ચ 2026, 07:33 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 3 મિનિટ

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)એ કહ્યું છે કે જો અમેરિકા ઈરાનનાં ઊર્જા ઠેકાણાં પર હુમલો કરે તો હોર્મુઝ સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ કરી દેવાશે.

જોકે, ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ નથી અને માત્ર અમેરિકા અને ઇઝરાયલના વલણને કારણે આ રસ્તેથી સમુદ્રી જહાજ પસાર થવામાં ખચકાઈ રહ્યાં છે.

આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 21 માર્ચના રોજ કહ્યું હતું કે ઈરાન પાસે 48 કલાકનો સમય છે. જો તેણે હોર્મુઝની સામુદ્રધુની ન ખોલી તો તેના તમામ પાવર પ્લાન્ટ્સ તબાહ કરી દેવાશે.

ઈરાની મીડિયાને આપેલા નિવેદનમાં આઇઆરજીસીએ કહ્યું, “ઈરાનનાં ઊર્જા ઠેકાણાં પર હુમલા થયા તો હોર્મુઝની સામુદ્રધુનીને ત્યાં સુધી નહીં ખોલીએ, જ્યાં સુધી અમારા તબાહ થયેલા પાવર પ્લાન્ટ્સ ફરી વાર ન બની જાય.”

બહરીન, યુએઇ, કુવૈતે નવા મિસાઇલ હુમલા અને ડ્રોન હુમલાનું ઍલર્ટ જાહેર કર્યું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Saeed Qaq/Anadolu via Getty Images

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા જંગ વચ્ચે ઘણા દેશોએ મિસાઇલ અને ડ્રોન હુમલા અંગે માહિતી આપી.

બહરીનમાં ગૃહ મંત્રાલયે હાલ જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “એલાર્મ સાયરનને સક્રિય કરી દેવાયું છે. લોકોને વિનંતી છે કે તેઓ શાંત રહે અને નિકટના સુરક્ષિત સ્થળે પહોંચે.”

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે લોકો આધિકારિક માધ્યમો વડે મળનારી માહિતીનું પાલન કરે.

તેમજ સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે થોડી વાર પહેલાં કહ્યું છે કે દેશની ઍર ડિફેન્સ સિસ્ટમ ઈરાન તરફથી આવી રહેલાં મિસાઇલ અને ડ્રોનના ખતરાનો જવાબ આપી રહી છે.

સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે જે અવાજો સંભળાઈ રહ્યા છે એ મિસાઇલો અને ડ્રોનોને રોકવાને કારણે આવી રહ્યા છે.

જ્યારે કુવૈતના સૈન્યે અમુક સમય પહેલાં જણાવ્યું કે ઍર ડિફેન્સ દુશ્મનનાં મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા છે.

આર્મીના જનરલ સ્ટાફે જણાવ્યું કે ઍર ડિફેન્સ સિસ્ટમ વડે દુશ્મના હુમલા રોકવાના કારણે આ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે.

કુવૈત આર્મીએ તમામ લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ સંબંધિત અધિકારીઓ તરથી જાહેર કરાયેલા સુરક્ષા નિર્દેશોનું પાલન કરે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિએર સ્ટાર્મરે હોર્મુઝની સામુદ્રધુની મુદ્દે ચર્ચા કરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાતચીત કરી છે.

ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તા પ્રમાણે, “બંને નેતાઓએ મધ્ય પૂર્વની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. ખાસ કરીને ગ્લોબલ શિપિંગને ફરી શરૂ કરવા અંગે હોર્મુઝની સામુદ્રધુનીને ફરી શરૂ કરવાની જરૂરિયાત અંગે વાત કરી.”

“બંને નેતા એ વાતે સંમત થયા કે વિશ્વના ઊર્જા બજારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવી જરૂરી છે.”

પ્રવક્તાએ જણાવ્યું કે બંને નેતા જલદી જ ફરી એક વાર વાતચીત કરશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે ઈરાનને એક નવી ડેડલાઇન આપી છે. તેમણે કહ્યું હતું કે હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવા માટે ‘ઈરાન પાસે 48 કલાકનો સમય છે.’

આમ, ટ્રમ્પની ડેડલાઇન પ્રમાણે હવે ઈરાન પાસે એક દિવસનો સમય છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ઈરાન વગર શરતે હોર્મુઝની સામુદ્રધુનીને નહીં ખોલે તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ સંપૂર્ણપણે તબાહ કરી દેશે.

ટ્રમ્પની ધમકી બાદ ઈરાને પણ બદલાની કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી.

ઈરાનના હુમલા બાદ ઇઝરાયલની બધી સ્કૂલો બંધ, હવે શિક્ષણ ઑનલાઇન અપાશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, અમેરિકા, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલના શિક્ષણમંત્રીએ જણાવ્યું કે ડિમોના અને અરદમાં થયેલા ઈરાની હુમલા બાદ તેમણે હોમ ફ્રન્ટ કમાન્ડના મેજર જનરલ સાથે ચર્ચા કરી છે.

તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “મેં નિર્ણય કર્યો છે કે રવિાર અને સોમવારે તમામ પ્રકારની છૂટ સમાપ્ત થઈ જશે અને કોઈ પણ ફિઝિકલ ક્લાસની પરવાનગી નહીં હોય.”

શિક્ષણમંત્રી યોઆવ કીશે જણાવ્યું કે આ દરમિયાન વિશેષ શિક્ષણ માટે અપાયેલી છૂટ પણ રદ રહેશે અને આખા દેશમાં ડિસ્ટન્સ ઍજ્યુકેશન રિમોટ લર્નિંગ (ઓનલાઇન ક્લાસ) જ થશે. તેમણે કહ્યું કે આ દરમિયાન યલો એરિયા (બાળકો માટે) પણ બંધ રહેશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે મંગળારે પહેલાં સ્થિતિનું ફરી એક વાર આકલન કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવાશે.

ઇઝરાયલમાં ઇમર્જન્સી સેવાઓનું કહેવું છે કે દક્ષિણે આવેલા શહેર અરદ ખાતે ઈરાની મિસાઇલ હુમલામાં ઘણું નુકસાન થયું છે. આ હુમલામાં 88 લોકોના ઈજાગ્રસ્ત થવાની જાણકારી અપાઈ છે, ઈજાગ્રસ્તો પૈકી ઘણાની સ્થિતિ ગંભીર છે.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને ‘અત્યંત મુશ્કેલ સાંજ’ ગણાવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS