Home તાજા સમાચાર gujrati સાપ જેમને 200 વખત કરડ્યો અને 700 વખત તેમણે ઝેરનાં ઇન્જેક્શનો લીધાં…શા...

સાપ જેમને 200 વખત કરડ્યો અને 700 વખત તેમણે ઝેરનાં ઇન્જેક્શનો લીધાં…શા માટે?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સાપ, પ્રકૃતિ, સાપનું ઝેર, સાપના ઝેરનું મારણ,

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, જેમ્સ ગેલાઘર
  • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
  • 4 મે 2025, 12:27 IST

    અપડેટેડ 5 કલાક પહેલા

વૈજ્ઞાનિકોની એક ટીમ અમેરિકા રહેતા ટિમ ફ્રીડેના લોહીથી ટૂંક સમયમાં ઍન્ટિવેનમ (સાપના ઝેરનું મારણ) તૈયાર કરવાનો દાવો કરી રહી છે.

ટિમ ફ્રીડેએ ગત 20 વર્ષમાં 200 વખત જાતે ઝેરી સાપના ડંખ ખાધા. આનાથી તેમના લોહીમાં સાપના ઝેરના ઝેરને નિષ્ક્રિય બનાવવાની ક્ષમતા આવી ગઈ. હવે તેમના લોહીમાં હાજર આ ઍન્ટિબૉડીઝના ઉપયોગથી દવા બનાવાઈ રહી છે.

હાલના ઍન્ટિવેનમ માત્ર સાપની ખાસ પ્રકારની પ્રજાતિઓના ઝેરને નિષ્ક્રિય કરવામાં કામ લાગે છે. પરંતું ટિમના લોહીથી એવું ઍન્ટિવેનમ તૈયાર કરવામાં મદદ મળી શકે છે, જે તમામ પ્રકારના સાપના ઝેર માટે ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રાણીઓ પર થયેલાં પરીક્ષણોમાં ખબર પડી છે કે ટિમ ફ્રીડેના લોહીમાં મળેલા ઍન્ટિબૉડીઝ સાપના ઝેરની ઘણી ઘાતક અસરો સામે સુરક્ષા પ્રદાન કરે છે.

ફ્રીડેનું 18 વર્ષનું મિશન તમામ પ્રકારના સાપના ઝેરનું ઍન્ટિવેન તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે.

સાપના કરડવાથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ એક લાખ 40 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. આંકડા એવું પણ જણાવે છે કે શરીરમાં સાપનું ઝેર ફેલાવાને કારણે દર વર્ષે પાંચ લાખ અંગ કાપવાં પડે છે અથવા તો આવા લોકો સ્થાયીપણે વિકલાંગ બની જાય છે.

ફ્રીડેએ જાતે 200 કરતાં વધુ વખત સાપના ડંખ ખાધા. તેમણે સૌથી ખતરનાક સાપ – જેમ કે મંબા, કોબરા, તાઇપન અને કરૈતમાંથી ઝેર લઈને પોતાની જાતને 700 કરતાં વધુ ઇન્જેક્શન માર્યાં. તેઓ અગાઉ સાપને સંભાળતી વખત પોતાની જાતને બચાવવા માટે ઇમ્યુનિટી વધારવા માગતા હતા. તેમણે આના વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કર્યા.

સાપના ડંખ ખાધા બાદ લોહી પર શું પરીક્ષણ થઈ રહ્યું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સાપ, પ્રકૃતિ, સાપનું ઝેર, સાપના ઝેરનું મારણ,

ઇમેજ સ્રોત, Jacob Glanville

પૂર્વ ટ્રક મિકેનિક ફ્રિડેએ જણાવ્યું કે શરૂઆતમાં તેમનાથી ભૂલ થઈ ગઈ હતી અને બે વખત તેઓ કોબરાના ડંખને કારણે કૉમામાં જતા રહ્યા હતા.

તેમણે કહ્યું, “હું મરવા નહોતો ઇચ્છતો. હું મારી એક આંગળી નહોતો ગુમાવવા માગતો. હું કામ નહોતો મૂકવા માગતો.”

ફ્રીડે કહે છે કે તેમનો હેતુ વિશ્વ માટે સારો ઉપચાર શોધવાનો હતો.

તેમણે કહ્યું, “આ એક રીતે મારી જીવનશૈલીનો ભાગ બની ગયો. હું શક્ય હોય એટલા પ્રયાસ કરતો રહ્યો. તમે એ લોકો માટે કોશિશ કરી કે જેઓ હજારો કિલોમીટર દૂર સાપ કરડવાથી મરી જાય છે.”

ઍન્ટિવેનમ હાલ ઘોડા જેવાં પ્રાણીઓમાં સાપનું ઝેર થોડી માત્રામાં ઇન્જેક્ટ કરીને બનાવાય છે. તેમની ઇમ્યુનિટી ઝેરથી લડનારા ઍન્ટિબૉડી બનાવે છે, જે જમા કરીને ઇલાજ માટે ઉપયોગમાં લેવાય છે.

પરંતુ ઝેર અને ઍન્ટિવેનમને બારીકાઈથી એકબીજા સાથે મેળવવાં જરૂરી હોય છે, કારણ કે કરડનારા સાપની પ્રજાતિ તૈયાર કરાયેલ ઍન્ટિવેનમ કરતાં અલગ હોય છે.

સાપની એક જ પ્રજાતિમાં પણ વ્યાપક વિવિધતા છે. ભારતમાં સાપથી બનાવાયેલ ઍન્ટિવેનમ શ્રીલંકામાં એ જ પ્રજાતિ સામે ઓછું અસરકારક છે.

સંશોધકોની ટીમે એક પ્રકારની ઇમ્યૂન ડિફેન્સ સિસ્ટમની શોધ શરૂ કરી જે મોટા પાયે નિષ્ક્રિય કરનારા ઍન્ટિબૉડી કહેવામાં આવે છે.

ઝેરને ખાસ બનાવનારા ભાગને સ્થાને વૈજ્ઞાનિકોએ તમામ ઝેરોમાં મળી આવતા સામાન્ય ભાગને ટાર્ગેટ કર્યા.

એ દરમિયાન બાયોટેક કંપની સેન્ટિવેક્સના ચીફ એક્ઝિક્યુટિવ ડૉક્ટર જેકબ ગ્લેનવિલેની મુલાકાત ટિમ ફ્રીડે સાથે થઈ.

તેમણે કહ્યું, “તરત જ મારા મનમાં એવો વિચાર આવ્યો કે જો વિશ્વમાં કોઈ વ્યક્તિમાં મોટા પાયે ઝેરને નિષ્ક્રિય કરનારા ઍન્ટિબૉડી બન્યા છે, તો એ આ (ફ્રીડે) જ હશે, તેથી મેં તમનો સંપર્ક કર્યો.”

“પ્રથમ કૉલમાં મેં કહ્યું કે આ સાંભળવામાં અજુગતું લાગી શકે છે, પરંતુ તમારું લોહી મળે શકે તો સારું રહેશે.”

ફ્રીડે આના માટે રાજી થઈ ગયા, કારણ કે આ કામમાં તેમનું માત્ર લોહી જ લેવાનું હતું અને તેમાં તેમને વધુ ઝેર આપવાની વાત સામેલ નહોતી.

નિષ્ણાતો શું કહે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સાપ, પ્રકૃતિ, સાપનું ઝેર, સાપના ઝેરનું મારણ,

ઇમેજ સ્રોત, Jacob Glanville

સંશોધનનું ફોક્સ એલાપિડ્સ પર હતું. જે ઝેરી સાપના બે પ્રજાતિઓ પૈકી એક છે, જેમ કે કોરલ સાપ, મામ્બા, કોબરા, તાઇપન અને કરૈત.

એલાપિડ્સ પોતાના ઝેરમાં ન્યૂરોટૉક્સિનનો ઉપયોગ કરે છે. તેમના ઝેરથી લકવો થઈ શકે છે કે પછી શરીરની કેટલીક જરૂરી માંસપેશીઓ કામ કરવાનું બંધ કરી શકે છે.

સંશોધકોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આઇડેન્ટિફાય કરાયેલા સૌથી ખતરનાક સાપમાંથી 19 એલાપિડ્સને પસંદ કર્યા. એ બાદ ફ્રીડેએ બ્લડની તપાસ શરૂ કરી.

જર્નલ સેલમાં તેમના કામની વિગતો છપાઈ. તેમાં ન્યૂરોટૉક્સિનના બે વર્ગોને નિષ્ક્રિય કરનારા ઍન્ટિબૉડીની ઓળખ કરી.

તેમણે પોતાના ઍન્ટિવેનમ કૉકટેલને બનાવવા એક દવાને જોડી, જે ત્રીજા વર્ગને ટાર્ગેટ કરે છે.

ઉંદર પર કરાયેલા આ પ્રયોગોમાં આ કૉકટેલનો ઉપયોગ કરાયો. આનાથી ઉંદર 19માંથી 13 સાપના ઝેરથી બચી ગયા. અન્ય છથી તેમને થોડી સુરક્ષા મળી.

આ ટીમ ઍન્ટિબૉડી પર વધુ કામ કરી રહી છે, તેઓ એ જોઈ રહ્યા છે કે કયું ચોથું તત્ત્વ ભેળવીને તમામ પ્રકારના એલાપિડ્સના ઝેરને નિષ્ક્રિય બનાવી શકાય.

સાપની બીજી શ્રેણી વાઇપર ન્યૂરોટૉક્સિનના સ્થાને હિમોટૉક્સિન પર વધુ આધાર રાખે છે. તેની અસર સીધી ખૂન પર થાય છે.

કુલ્લે સાપના ઝેરમાં લગભગ એક ડઝન જેટલાં ઝેર હોય છે. તેમાં સાઇટોટૉક્સિન પણ સામેલ છે, જે સીધા કોશિકાઓને મારે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સાપ, પ્રકૃતિ, સાપનું ઝેર, સાપના ઝેરનું મારણ,

ઇમેજ સ્રોત, Getty Images

કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચર પ્રોફેસર પીટર ક્વાંગ કહે છે કે, “મને લાગે છે કે આગામી દસ કે 15 વર્ષમાં આપણી પાસે દરેક પ્રકારના ઝેર માટે કોઈ ને કોઈ અસરકારક ઉપાય હશે.”

તેમજ ફ્રીડેના બ્લડ સૅમ્પલ પર સતત સંશોધન ચાલી રહ્યું છે.

પ્રોફેસર ક્વાંગ કહે છે કે, “ટિમના ઍન્ટિબૉડીઝ ખરેખર અસાધારણ છે, તેમણે પોતાની ઇમ્યૂન સિસ્ટમનો મોટા પાયે વિસ્તાર કર્યો છે.”

આખરે આશા એ છે કે કાં તો એક એવું ઍન્ટિવેનમ હોય, જે બધા પર કામ કરે, અથવા તો એક ઇન્જેક્શન જે એલાપિડ્સ (સાપ) માટે હોય.

લિવરપુલ સ્કૂલ ઑફ ટ્રૉપિકલ મેડિસિનના પ્રોફેસર નીક કેસવેલનું કહેવું છે કે આ રિપોર્ટ નવો છે અને નિશ્ચિતપણે મજબૂત પુરાવા રજૂ કરે છે.

પરંતુ તેમણે ચેતવ્યા કે હજુ આના પર ઘણું કામ કરવાનું બાકી છે.

સાથે જ તેઓ કહે છે કે લોકો પર આનો ઉપયોગ કરતા પહેલાં આ મારણ પર હજુ પણ મોટા પાયે ટેસ્ટિંગ કરવાની જરૂર છે.

ફ્રીડે અહીં સુધી પહોંચવા અંગે કહે છે કે, “આનાથી મને સારું લાગી રહ્યું છે. હું માણસ જાત માટે કંઈક સારું કરી રહ્યો છું. આ મારા માટે ખૂબ જરૂરી હતું. મને આ વાત પર ગર્વ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS