Home તાજા સમાચાર gujrati લોકોને ન્યાય અપાવવામાં ઉત્તર ભારતના રાજ્યો કેમ પાછળ રહી ગયા? ઇન્ડિયા જસ્ટિસ...

લોકોને ન્યાય અપાવવામાં ઉત્તર ભારતના રાજ્યો કેમ પાછળ રહી ગયા? ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ શું કહે છે?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત ઉત્તર દક્ષિણ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ મહિલા પોલીસ અદાલત ન્યાયતંત્ર સુપ્રીમ કૉર્ટ આઈપીએસ

ઇમેજ સ્રોત, Getty Images

આ અહેવાલમાં પોલીસ, જેલ, કાનૂની સહાય, ન્યાયતંત્ર અને માનવ અધિકારોનાં ધોરણોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

જોકે, તેમાં કેટલીક ચિંતાની બાબતો પણ છે. ન્યાયના મામલે સુધારો મુખ્યત્વે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જોવા મળ્યો છે. દક્ષિણનાં પાંચ રાજ્યો – કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ અને તામિલનાડુ આ રિપોર્ટમાં ટોચનાં પાંચ સ્થાનો પર છે.

બીજી તરફ ઉત્તર ભારતનાં રાજ્યોના દેખાવમાં ન્યાયના મામલે સામાન્ય સુધારો થયો છે, જ્યારે કેટલાક રાજ્યોનો દેખાવ સરેરાશ કરતાં પણ નીચો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને રાજસ્થાનનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે.

ઉત્તર અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં તફાવત કેમ?

બીબીસી ગુજરાતી ભારત ઉત્તર દક્ષિણ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ મહિલા પોલીસ અદાલત ન્યાયતંત્ર સુપ્રીમ કૉર્ટ આઈપીએસ

ઇમેજ સ્રોત, Getty Images

લખનૌસ્થિત ઍસોસિયેશન ફૉર ઍડ્વોકસી ઍન્ડ લિગલ ઇનિશિયેટિવ (એએએલઆઈ)ના ડાયરેક્ટર અને ઍડ્વોકેટ રેણુ મિશ્રાએ બીબીસીને જણાવ્યું,

“ઉત્તરનાં રાજ્યો અને દક્ષિણનાં રાજ્યોની માનસિકતામાં અંતર છે. ઉત્તર ભારતના સામાજિક માળખામાં કંઈ ખોટું કરવામાં આવે તો સજા કરવા જેવો માહોલ જ નથી.”

કર્ણાટકના રિટાયર્ડ ડીજીપી અને ભારતના વિજિલન્સ કમિશનર આર. શ્રીકુમાર ઉત્તર અને દક્ષિણ ભારતનાં રાજ્યો વચ્ચેના તફાવતને અલગ રીતે જુએ છે.

તેઓ કહે છે કે, “દક્ષિણના રાજ્યોએ પોલીસ આધુનિકીકરણ, ન્યાયપ્રણાલીના ડિજિટલાઇઝેશન, પોલીસ અને ન્યાયતંત્રમાં લીંગ આધારિત પ્રતિનિધિત્વ વગેરે પહેલ કરી છે અને લોકોની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી છે.”

કર્ણાટકમાં ફરજ બજાવતા અગાઉ શ્રીકુમારે ઉત્તર પ્રદેશમાં આઈપીએસ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર પછી તેમણે દિલ્હી અને તામિલનાડુમાં 11 વર્ષ સુધી સીબીઆઈમાં કામ કર્યું. ત્યાર પછી ફરી કર્ણાટકમાં સેવા આપી.

શ્રીકુમાર કહે છે, “મેં જોયું કે ઉત્તર ભારતનાં રાજ્યોમાં તમારે સતત ફાયર ફાઇટિંગના મોડમાં રહેવું પડે છે. ત્યાં પ્રાથમિકતાઓ પર વિચાર કરવાનો, યોજના બનાવવાનો અને તેને લાગુ કરવાનો બહુ ઓછો સમય મળતો હતો.”

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ સંપૂર્ણપણે સરકારી આંકડા પર આધારિત છે. આ રિપોર્ટનાં તારણોનો ઉપયોગ કરીને નીતિ નિર્ધારકો ન્યાય પ્રદાન કરવામાં પરિવર્તન અથવા સુધારાની વ્યાપક યોજના બનાવી શકે એ તેનો હેતુ છે.

આ રિપોર્ટને ટાટા ટ્રસ્ટના અડધા ડઝનથી વધુ સંગઠનોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.

પોલીસદળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું

બીબીસી ગુજરાતી ભારત ઉત્તર દક્ષિણ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ મહિલા પોલીસ અદાલત ન્યાયતંત્ર સુપ્રીમ કૉર્ટ આઈપીએસ

ઇમેજ સ્રોત, Getty Images

આ રિપોર્ટમાં અપાયેલા આંકડા દેશમાં આ સમસ્યા કેટલી ગંભીર છે તે દેખાડે છે.

રિપોર્ટમાં કહેવાયું છે, “દરેક રાજ્યએ અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે વૈધાનિક રીતે અનિવાર્ય ક્વોટા નક્કી કર્યો છે, પરંતુ કર્ણાટકને બાદ કરતાં કોઈ રાજ્યે તેનું પાલન નથી કર્યું.”

“મહિલાઓ માટે પણ કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશે પોતાના અનામત ક્વોટાને પૂરો નથી કર્યો. પોલીસમાં મહિલાઓની હિસ્સેદારી 11.8 ટકા છે અને તેને 33 ટકા સુધી લઈ જવાની છે.”

આઈજેઆર પ્રમાણે “રાષ્ટ્રીય સ્તરે પોલીસમાં મહિલાઓની હિસ્સેદારી 3.31 ટકાથી વધારીને 11.8 ટકા સુધી લઈ જવામાં જાન્યુઆરી-2007થી લઈને જાન્યુઆરી-2022 સુધી 15 વર્ષ લાગી ગયા.”

ઘણા રાજ્યોએ પોલીસ સ્ટેશનોમાં મહિલા ડેસ્ક બનાવવાના મામલે સુધારા કર્યા છે. આંધ્ર પ્રદેશ અને બિહાર જેવાં કેટલાક રાજ્યો ત્રણ વર્ષમાં સામાન્ય ખાલી જગ્યાઓનું બેકલૉગ પૂરો કરી શકે છે.

પરંતુ ઝારખંડ, ત્રિપુરા જેવાં કેટલાંક રાજ્યો અને આંદમાન અને નિકોબાર જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલાઓનાં પદ ભરવામાં કદાચ કેટલીય પેઢીઓ લાગી શકે છે.

મહિલાઓ વિરુદ્ધ ગુના પ્રત્યે સંવેદનહીનતા?

બીબીસી ગુજરાતી ભારત ઉત્તર દક્ષિણ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ મહિલા પોલીસ અદાલત ન્યાયતંત્ર સુપ્રીમ કૉર્ટ આઈપીએસ

ઇમેજ સ્રોત, Getty Images

રેણુ મિશ્રાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનના સ્તરે મહિલાઓને લગતી ફરિયાદોનો નિકાલ કેવી રીતે થાય છે.

તેઓ કહે છે, “તાજેતરમાં નિમણૂક પામેલા એક જજે મને કહ્યું કે બિહારના એક જિલ્લામાં ઘરેલુ હિંસાનો એક પણ કેસ નોંધાયો નથી. આ ચોંકાવનારી વાત હતી, કારણ કે ત્યાં સમુદાયમાં બધા જાણે છે કે ઘરેલુ હિંસા થાય છે.”

“પરંતુ પછી મને યાદ આવ્યું કે મારે પોતાને એક ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશનમાં આખો દિવસ રાહ જોવી પડી હતી, કારણ કે કૉન્સ્ટેબલ ફરિયાદ ન લેવાના બહાના કાઢતા હતા.”

રેણુ મિશ્રાએ બીજી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું, “એક મહિલા પર પોતાની દીકરીના મંગેતર સાથે ભાગી જવાનો આરોપ લગાવાયો હતો. તેને બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચેના સંબંધ તરીકે જોવાયો ન હતો.”

“મહિલા એટલા માટે જતી રહી હતી, કારણ કે તે ઘરેલુ હિંસાનો ભોગ બની હતી. પોલીસ સ્ટેશનમાં પણ આ પાસા પર કોઈ ધ્યાન નથી આપતું, કારણ કે તે પુરુષવાદી વ્યવસ્થા છે.”

રેણુ મિશ્રા કહે છે, “ગુનો કરનારાઓને ખાતરી હોય છે કે તેમને કંઈ નહીં થાય. સૌથી પહેલાં તો ફરિયાદ દાખલ જ નથી થતી. ફરિયાદ નોંધાય થાય તો કોઈ કાર્યવાહી નથી થતી.”

આ મામલે ભારતના પ્રથમ મહિલા આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારી કિરણ બેદીએ બીબીસી હિંદીને જણાવ્યું કે, “અસલી પરિવર્તન ત્યારે આવે છે જ્યારે મહિલાઓ માત્ર ક્વોટા ન ભરે, પરંતુ નેતૃત્વ કરે, નિર્ણય લે અને વ્યવસ્થાને આકાર આપે.”

તેમણે કહ્યું કે, “આના માટે હજુ પણ ઇકૉસિસ્ટમ નથી. તે હજુ પણ સામંતવાદી વિચારસરણી અને પુરુષોની દુનિયા છે.”

પરંતુ પટણા હાઈકોર્ટનાં ભૂતપૂર્વ ન્યાયાધીશ અંજના પ્રકાશ નથી માનતા કે મહત્ત્વનાં પદો પર મહિલાઓ હશે, ત્યારે જ પરિવર્તન આવશે.

તેમણે બીબીસીને જણાવ્યું, “આપણે મહિલાઓને તેમના કામમાં નિપુણતા મેળવતી જોઈ રહ્યા છીએ. તેઓ કોઈ પણ હોદ્દા પર હોય, પછી તે હોદ્દો મહત્ત્વનો હોય કે ન હોય.”

અદાલત અને જેલ

બીબીસી ગુજરાતી ભારત ઉત્તર દક્ષિણ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ મહિલા પોલીસ અદાલત ન્યાયતંત્ર સુપ્રીમ કૉર્ટ આઈપીએસ

ઇમેજ સ્રોત, Getty Images

ન્યાયપ્રણાલીના શરૂઆતના પૉઇન્ટ ગણાતા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો કૉન્સ્ટેબલ અને અધિકારીના સ્તરે સ્ટાફની અછતથી સમસ્યા વધી જાય છે.

આઈજેઆર રિપોર્ટ મુજબ કૉન્સ્ટેબલની 21 ટકા અને અધિકારી સ્તરે 28 ટકા જગ્યાઓ ખાલી છે.

ત્યાર પછીના સ્તરે જોવામાં આવે તો 140 કરોડની વસતી માટે ન્યાયતંત્રમાં 21,285 જજ છે. તેની સામે કાયદાપંચે 10 લાખની વસતીએ 50 જજની ભલામણ કરી છે.

વડી અદાલતોમાં 33 ટકા જગ્યાઓ ખાલી છે, જિલ્લા અદાલતોમાં 21 ટકા પદ ખાલી છે.

ઉદાહરણ તરીકે જોવામાં આવે તો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં એક જજ દીઠ 15 હજાર કેસનો બોજ છે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો જિલ્લા ન્યાયાલયોમાં એક જજ દીઠ 2,200 કેસનો બોજ છે.

પશ્ચિમ બંગાળમાં 1,14,334 લોકો દીઠ માત્ર એક જજ છે.

દેશની અડધા કરતાં વધુ જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદી પૂરાયેલા છે. તેમાંથી 76 ટકા કેદીઓ અંડરટ્રાયલ છે.

ઉત્તર પ્રદેશની મુરાદાબાદ અને જ્ઞાનપુર જેલ, પશ્ચિમ બંગાળની કોંડી ઉપ જેલ, દિલ્હીમાં તિહાર સેન્ટ્રલ જેલ નંબર એક અને ચાર વગેરે એવી જેલ છે, જ્યાં તેની નિર્ધારિત ક્ષમતાં કરતા 400 ટકા વધુ કેદી રખાયા છે.

ન્યાયપ્રણાલિને સુધારવામાં રાજકીય નેતૃત્વની ભૂમિકા

બીબીસી ગુજરાતી ભારત ઉત્તર દક્ષિણ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ મહિલા પોલીસ અદાલત ન્યાયતંત્ર સુપ્રીમ કૉર્ટ આઈપીએસ

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીકુમાર કહે છે, “ન્યાય વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરશે તેનો આધાર રાજકીય નેતૃત્વ પર છે. એક સક્રિય અને દૂરંદેશી નેતૃત્વ સુધારાઓને આગળ ધપાવી શકે છે અને બધા લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરી શકે છે. જ્યારે ઉપેક્ષા, રાજનીતિકરણ અને અવ્યવસ્થાથી ગતિરોધ પેદા થઈ શકે છે.”

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ગોપાલ ગૌડા માને છે કે, “કોર્ટ પાસે કારોબારી તંત્રને અસરકારક રીતે કાર્ય કરવા માટે ફરજ પાડવાની સત્તા છે, શરત એટલી કે તેમની પાસે જાહેર હિત પ્રત્યે પ્રતિબદ્ધતા હોવી જોઈએ. ન્યાયાધીશોએ લોકોની સામાજિક, આર્થિક સ્થિતિ અને તેમના માનવાધિકારને સમજવાની જરૂર છે. જો કારોબારી અને કાયદો નિષ્ફળ જાય તો અદાલતે હસ્તક્ષેપ કરવો જોઈએ.”

હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ પ્રકાશ પણ માને છે, “અદાલતો ભૂલોના મામલે સતર્ક રહે, તો તે ન્યાયતંત્રની કામગીરીની દિશા બદલી શકે છે.”

ખામીઓ દૂર કરવી કેટલી હદે સંભવ?

બીબીસી ગુજરાતી ભારત ઉત્તર દક્ષિણ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ મહિલા પોલીસ અદાલત ન્યાયતંત્ર સુપ્રીમ કૉર્ટ આઈપીએસ

ઇમેજ સ્રોત, Getty Images

આઈજેઆરના તર્ક પ્રમાણે કાયદા દ્વારા સમાન ન્યાયનો વાયદો હજુ પૂરો નથી થયો.

હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ પ્રકાશ કહે છે, “ચોક્કસપણે આ હકીકત છે. આપણે એ વાત સ્વીકારવાથી પણ દૂર છીએ કે આપણે એક કાર્યશીલ લોકશાહી છીએ અને આપણા લોકો માટે એકસમાન રીતે કામ કરવાનું છે. આપણે પાયાની વાતોની નજીક પણ જવું હોય તો દૃષ્ટિકોણ બદલવો પડશે.”

આઈઆઈટીમાંથી પાસ થયેલા શ્રીકુમારને વિશ્વાસ છે, “મિશન મોડના વલણ સાથે કામ કરીને ઓછામાં ઓછા બેથી ત્રણ વર્ષમાં ડિજિટલ પરિવર્તન લાવવાનું, ખામીઓ ઓળખીને સિસ્ટમમાં સુધારા કરવા સંભવ છે. ડિજિટલ બદલાવ માટે ક્લાઉડ કમ્પ્યૂટિંગ, મોબાઇલ ઍપ, બ્લૉક ચેઇન, એઆઈ (આર્ટિશિયલ ઇન્ટલિજન્સ) અથવા એમએલ (મશીન લર્નિંગ) ટૂલ્સ જેવી કિફાયતી ટૅક્નોલોજી ઉપલબ્ધ છે.”

તેઓ કહે છે કે વર્ષ 1973ની બૅચના આઈપીએસ અધિકારીઓએ પોલીસ તપાસમાં સુધારા માટે એક રૂપરેખા આપી હતી. તેમાં રિટાયર્ડ અધિકારીઓની દરેક બૅચ બે-ત્રણ વર્ષ માટે અધિકારીઓને સલાહ આપવા અને પરિવર્તન માટે ઓળખવામાં આવેલા મૉડ્યુલની દેખરેખ માટે સ્વેચ્છાએ કામ કરશે.

શ્રીકુમાર કહે, “ન્યાય કરવા માટે હંમેશા નિષ્પક્ષ આકલન જરૂરી છે. તેવી જ રીતે અદાલતોમાં ન્યાય માટે નિશ્ચિત સમયમર્યાદા નક્કી થવી જોઈએ. જેમ કે, એફઆઈઆર દાખલ થયાની તારીખથી બે મહિનાની અંદર અદાલતી કાર્યવાહી શરૂ થવી જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS