Home તાજા સમાચાર gujrati રાજકોટના જંગલેશ્વરમાં જે લોકોને ઘર તોડવાની નોટિસ મળી એ લોકો શું બોલ્યા?

રાજકોટના જંગલેશ્વરમાં જે લોકોને ઘર તોડવાની નોટિસ મળી એ લોકો શું બોલ્યા?

5
0

Source : BBC NEWS

રાજકોટના જંગલેશ્વરમાં જે લોકોને ઘર તોડવાની નોટિસ મળી એ લોકો શું બોલ્યા?

3 કલાક પહેલા

થોડા દિવસ પહેલાં ગુજરાત સરકારે રાજકોટ શહેરના જંગલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોનાં 1358 મકાનોમાં રહેતા લોકોને તે મકાનો ખાલી કરવાની નોટિસ ફટકારી હતી. જે ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠેરવી દેતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ફરી ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે. નગરરચના યોજના નંબર 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરનાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંતિમ સૂચના આપવામાં આવી છે.

આજી અને ખોખડદડી નદીના પશ્ચિમ કાંઠે આવેલાં આ મકાનોમાં સાત હજાર કરતાં વધારે લોકો રહે છે.

સરકારે ‘આ મકાનો સરકારી જમીન પર બાંધવામાં આવ્યાં છે અને તેથી સરકારી જમીન પર દબાણ હોઈ’ તેને સાત દિવસની અંદર ખાલી કરવા જણાવાયું હતું.

જંગલેશ્વર ઉપરાંત તેની દક્ષિણે આવેલા બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે વિસ્તારોમાં નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ આ આખો વિસ્તાર લોકોમાં જંગલેશ્વર તરીકે ઓળખાય છે.

વળી, આ વિસ્તારમાં મિશ્ર વસ્તી છે- જંગલેશ્વર વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે, જ્યારે અન્ય સોસાયટીઓમાં હિંદુઓ મોટી સંખ્યામાં છે.

શું કહી રહ્યાં છે સ્થાનિકો જુઓ આ વીડિયોમાં.

વીડિયો- બિપિન ટંકારિયા

ઍડિટ : અવધ જાની

રાજકોટ, જંગલેશ્વર, ડિમોલિશન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS