Source : BBC NEWS
‘મેં 200 રૂપિયાની લૉટરીની ટિકિટ લીધી અને દોઢ કરોડ જીતી ગયો’
33 મિનિટ પહેલા
“હું 40 વર્ષથી લૉટરીની ટિકિટ ખરીદી રહ્યો છું. મેં 200 રૂપિયાની લૉટરી ટિકિટ ખરીદી અને દોઢ કરોડ રૂપિયા જીત્યા.”
પોતાના પરિવાર સાથે ઉજવણી કરી રહેલા પંજાબના નવાંશહરમાં રહેતા ગુરચરણસિંહ કંઈક આવી રીતે પોતાની ખુશી વ્યક્ત કરે છે.
તેઓ સામાન્ય પરિવારના છે, પણ દોઢ કરોડ રૂપિયાની લૉટરી જીતી તેઓ કરોડપતિ બની ગયા છે.
તેમણે પંજાબ સરકારની માસિક લૉટરી ખરીદી હતી.
ગુરચરણસિંહ પેઇન્ટર અને ફંક્શનમાં તબલાવાદકનું કામ કરે છે.
તેમણે કહ્યું કે તે 40 વર્ષથી લૉટરી ખરીદતા રહ્યા છે, પણ આ વખતે તેમણે તેમના દીકરાના નામે લૉટરીની ટિકિટ ખરીદી હતી, જેમાં તેમને ઇનામ લાગ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS


