Home તાજા સમાચાર gujrati ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ: એ ભારતીયો જેની જિંદગી બૉમ્બમારાને કારણે હંમેશા માટે બદલાઈ ગઈ

ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ: એ ભારતીયો જેની જિંદગી બૉમ્બમારાને કારણે હંમેશા માટે બદલાઈ ગઈ

4
0

Source : BBC NEWS

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ: એ ભારતીયો જેની જિંદગી બૉમ્બમારાને કારણે હંમેશા માટે બદલાઈ ગઈ

2 કલાક પહેલા

શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાને તાત્કાલિક અસરથી ગોળીબાર બંધ કરવાની તથા સૈન્યકાર્યવાહીને અટકાવવાની જાહેરાત કરી હતી.

જેના કારણે બારામુલાથી લઈને ગુજરાતના લાખી નાળા સુધીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હશે.

ભારતીય સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે, ગત ત્રણેક દિવસથી આ વિસ્તારમાં પાકિસ્તાનથી આવતાં ડ્રૉન દેખાઈ રહ્યાં હતાં.

જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણરેખાની પાસેના રહેણાક વિસ્તારોમાં ડ્રૉન ઉપરાંત ગોળીબાર અને બૉમ્બમારાની અસર જોવા મળી હતી.

સંઘર્ષવિરામની જાહેરાત થઈ, તેની ગણતરીના કલાકો પહેલાં બીબીસીએ આવા જ એક પરિવારની મુલાકાત લીધી, જેનાં માતા-પુત્રીનો તોપમારામાં આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમનાં ઘરને ભારે નુકસાન પહોંચ્યું હતું.

બીબીસીએ સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી, એવામાં જ માઇક ઉપર સાર્વજનિક જાહેરાત થઈ હતી અને ઇન્ટરવ્યૂનું પરિદૃશ્ય બદલાઈ ગયું હતું.

સંઘર્ષવિરામના ગણતરીના કલાકો પહેલાં જમ્મુમાં પ્રવર્તમાન તંગ વાતાવરણ વિશે જુઓ આ વીડિયો.

ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ, જમ્મુ-કાશ્મીરમાં ગોળીબાર અને બૉમ્બમારાની અસર, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS