Home તાજા સમાચાર gujrati ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘હાથ મિલાવવા’ પર બંને કૅપ્ટને શું સંકેત આપ્યો?

ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘હાથ મિલાવવા’ પર બંને કૅપ્ટને શું સંકેત આપ્યો?

10
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, પાકિસ્તાન, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

14 ફેબ્રુઆરી 2026, 19:19 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

ટી20 વર્લ્ડકપમાં કોલંબોમાં થનારી મૅચ પહેલાં ભારત અને પાકિસ્તાનના કપ્તાનોએ અલગ-અલગ પ્રેસ કૉન્ફરન્સ કરી છે.

ભારતના કપ્તાન સૂર્યકુમાર યાદવે જ્યાં હૅન્ડશેક અને અભિષેક શર્મા સાથે સંકળાયેલા સવાલોના જવાબ આપ્યા છે.

ત્યાં બીજી તરફ પાકિસ્તાના કપ્તાન સલમાન આગાને પણ ઉસ્માન તારિક અને હૅન્ડશેક અંગે સવાલ કરાયા હતા.

સૂર્યકુમાર યાદવે હૅન્ડશેક અંગે કહ્યું છે, “અમે હૅન્ડશેકને ટૉસ સમયે જોઈશું. 24 કલાકની રાહ જુઓ.”

ભારતના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાના સવાલ અંગે સલમાન આગાએ કહ્યું, “એ અંગે કાલે જોઈશું.”

આ સિવાય ભારતના ઓપનર બૅટ્સમૅન અભિષેક શર્મા અંગે પણ સૂર્યકુમારે કહ્યું કે તેઓ પાકિસ્તાન વિરુદ્ધ રમશે.

ઉસ્માન તારિક વિશે પાકિસ્તાની કૅપ્ટને શું કહ્યું?

પ્રેસ કૉન્ફરન્સમાં સ્પિનર ઉસ્માન તારિકના બૉલિંગ ઍક્શન વિશે બોલતા સલમાન આગાએ કહ્યું કે તારિક તેમના ‘ટ્રમ્પ કાર્ડ’ છે.

સલમાન આગાએ કહ્યું, “તારિક અમાર ટ્રમ્પ કાર્ડ છે. તેમના બૉલિંગ ઍક્શન અંગે વાત થઈ રહી છે, પરંતુ અમને એની પરવા નથી. ઉસ્માનના ઍક્શનને બે વખત ક્લીનચિટ મળી ચૂકી છે અને મને એ નથી સમજાતું કે આ અંગે વારંવાર ચર્ચા કેમ થઈ રહી છે.”

તેમણે કહ્યું, “મને આશા છે કે એ જ ભાવના સાથે રમત રમાશે, જે ભાવનાથી એ શરૂઆતથી રમાઈ રહી છે.”ભારતના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાના સવાલ અંગે સલમાન આગાએ કહ્યું,”અમે આ અંગે કાલે જોઈશું.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, પાકિસ્તાન, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Joe Allison/Getty Images

સલમાન આગાએ કહ્યું, “વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ અમારો રેકૉર્ડ સારો નથી, પરંતુ અમે ઇતિહાસ ન બદલી શકીએ.”

આગાએ કહ્યું કે સ્ટાર બૅટ્સમૅન બાબર આઝમના ફૉર્મ અંગે ટીમમાં કોઈ ચિંતા નથી, ખાસ કરીને ભારત સામેની મૅચ પહેલાં.

તેમણે કહ્યું, “બાબર આઝમ અમારા માટે ચિંતાનો વિષય નથી. તેઓ રન બનાવી રહ્યા છે. આશા છે કે તેઓ કાલે પણ રન બનાવશે અને ટીમની મદદ કરશે. અમે બેટિંગ ઑર્ડરમાં વધુ બદલાવ નથી કરવા માગતા.”

અભિષેક શર્મા વિશે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, પાકિસ્તાન, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Asanka Ratnayake/Getty Images

સલમાન આગાએ અભિષેક શર્મા અંગે પણ વાત કરી અને કહ્યું કે તેઓ મોટા ખેલાડી છે, પાકિસ્તાન ઇચ્છે છે કે તેઓ ફિટ થઈને મૅચ રમે, પાકિસ્તાન સૌથી સારી ટીમ સામે મેદાન પર ઊતરવા માગે છે.

તેમણે કહ્યું, “મને આશા છે કે અભિષેક શર્મા કાલે રમશે.”

હાલના દિવસોમાં સૌથી મોટી ચર્ચા ભારતના સ્ટાર બૅટ્સમૅન અભિષેક શર્માની ફિટનેસ અંગે થઈ રહી છે.

પેટના ચેપને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને આ જ કારણે તેઓ નામીબિયા વિરુદ્ધ ગત મૅચમાં રમી નહોતા શક્યા.

ઉસ્માન તારિક કોણ છે, જેમની ઍક્શનની ચર્ચા થઈ રહી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, પાકિસ્તાન, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ મૅચમાં ઉસ્માન તારિકની ઍક્શને બધાનું ધ્યાન ખેંચ્યું.

એ બાદ સોશિયલ મીડિયામાં તેમની ઍક્શન અંગે ચર્ચા થવા લાગી.

કેટલાક યૂઝર્સે ઉસ્માન તારિકની બૉલિંગ ઍક્શન અંગે સવાલ ઉઠાવ્યા અને કેટલાકે એવો પણ સવાલ ઉઠાવ્યો કે ઉસ્માન જે રીતે બૉલ ફેંકતા પહેલાં થોડા રોકાઈ જાય છે, શું એ નિયમ પ્રમાણે ઠીક નથી.

શ્રીવત્સ ગોસ્વામીએ આ વીડિયો સાથે લખ્યું, “ફૂટબૉલમાં પણ કેલાડીઓને જ્યારે પેનલ્ટી-ર અપ દરમિયાન પૉઝની મંજૂરી નતી. તો આ કેવી રીતે ઓકે છે? ઍક્શન ઠીક છે. પરંતુ પૉઝ? અને એ પણ ત્યારે જ્યારે બૉલ ફેંકવાનો છે. આ ન ચાલી શકે.”

આર. અશ્વિને શ્રીવત્સ ગોસ્વામીની આ પોસ્ટને ક્વૉટ કરતા લખ્યું, “એ વાત સાચી છે કે ફૂટબૉલમાં આની મંજૂરી નથી, પરંતુ જો બૅટ્સમૅનને અમ્પાયરને જણાવ્યા વગર બીજી તરફ સ્વિચ કરવા કે રિવર્સ કરવાની મંજૂરી છે, તો બધી પાબંદીઓ માત્ર બૉલર પર જ કેમ હોય? બૉલરને તો અમ્પાયરને જાણ કર્યા વગર બીજા હાથ વડે બૉલ ફેંકવાનીય મંજૂરી નથી. પહેલા આ નિયમને બદલવો જોઈએ.”

તેમજ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપરાએ એક વીડિયોમાં પાકિસ્તાની સ્પિન બૉલિંગને મજબૂત ગણાવતા ઉસ્માન તારિકની ઍૅક્શનને રસપ્રદ ગણાવી.

તેમણે કહ્યું, “ઉસ્માનની ઍક્શન રસપ્રદ છે. એવું લાગે છે કે તમે ટીવી જોઈ રહ્યા છો અને કોઈએ અચાનક પૉઝ કરી દીધું. તેઓ રોકાઈ જાય છે અને પછી બૉલ ફેંકે છે. ધીમો બૉલ નાખે છે. મને નથી લાગતું કે તેમાં કોઈ પરેશાની છે. એ ઠીક છે. તમે ઊભા રહી પૉઝ લઈને બૉલિંગ કરી શકો છો. એના માટે કોઈ નિયમ નથી અને જો ધીમો બૉલ નાખો, તો તેમના પણ કોણી વળતી નથી દેખાતી.”

જોકે, આકાશ ચોપરાએ એવું જરૂર પૂછ્યું કે શું હાથને વાળ્યા વગર બૉલની ગતિને 20થી 25 કિમી સુધી વધારવું સંભવ છે ખરું.

ચર્ચા એટલી વધી ગઈ કે આર. અશ્વિને એક્સ પર ફરી એક વાર એક લાંબી પોસ્ટ લખી નાખી. તેમણે લખ્યું, “પહેલી વાત તો એ કે ઍક્શન ઠીક છે કે નહી, એની તપાસ તો આઇસીસીના બૉલિંગ ઍક્શન ટેસ્ટિંગ સેન્ટર પર જ થઈ શકે છે.”

“બીજી વાત એ કે એક 15 ડિગ્રીનો નિયમ છે, જે અંતર્ગત બૉલરે પોતાની કોણી સીધી રાખવાની હોય છે અને અમ્પાયર માટે મેદાન પર એ નક્કી કરવું અશક્ય છે કે 15 ડિગ્રી પર જ બૉલ ફેંકી રહ્યો છે કે નહીં.”

ઉસ્માનની બૉલિંગનો સામનો કરવા માટે અશ્વિનની ટિપ્સ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ભારત, પાકિસ્તાન, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

આર. અશ્વિને પોતાના યૂટ્યૂબ શોમાં કહ્યું કે ઉસ્માન તારિકની બૉલિંગ દરમિયાન તેમના ઍક્શન અંગે બૅટ્સમૅનોને જો કોઈ શંકા હોય તો તેમને ક્રીઝ પરથી હઠી જવાનો પૂરો અધિકાર છે.

તેમણે કહ્યું, “જો ઉસ્માન બૉલ ફેંકતા પહેલાં રોકાઈ જાય છે તો બૅટ્સમૅન ક્રીઝથી હઠી શકે છે અને કહી શકે છે કે મને લાગે છે કે તેઓ રોકાઈ રહ્યા છે. આ એક રસપ્રદ મામલો હશે અને અમ્પાયર માટે મુશ્કેલી સર્જી દેશે. આવું કરવાથી બૉલર પર પણ માનસિક દબાણ હશે.”

અશ્વિને કહ્યું કે જો તેઓ બેટિંગ કરી રહ્યા હોત તો આ જ વ્યૂહરચના અપનાવી હોત.

તેમણે કહ્યું, “જો હું બેટિંગ કરી રહ્યો હતો તો નિયમો પ્રમાણે આવું જ કર્યું હોત. હું એટલું કહેત કે બૉલ ક્યારે ફેંકશે અને હઠી જાત.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS