Home તાજા સમાચાર gujrati બૅંગ્લુરુ ભાગદોડ મામલે પોલીસ કમિશનર સહિત અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ- ન્યૂઝ અપડેટ

બૅંગ્લુરુ ભાગદોડ મામલે પોલીસ કમિશનર સહિત અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ- ન્યૂઝ અપડેટ

7
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી અમેરિકા ચીન ડોનાલ્ડ ટ્રમ્પ ભારત બૅંગ્લુરુ પોલીસ જિનપિંગ

ઇમેજ સ્રોત, AFP VIA Getty Images

22 મિનિટ પહેલા

ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલી ભાગદોડમાં લગભગ 11 લોકોનાં મોત પછી કર્ણાટક સરકારે બૅંગ્લુરુના પોલીસ કમિશનર સહિત કેટલાય ટોચના પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ એક પત્રકારપરિષદ યોજીને એડીજીપી રેન્કના અધિકારી બી દયાનંદને સસ્પેન્ડ કરવાના કૅબિનેટના નિર્ણયની માહિતી આપી હતી. બી દયાનંદ તાજેતરનાં વર્ષોમાં લાંબા સમયથી બૅંગ્લુરુના પોલીસ કમિશનર રહ્યા છે.

કર્ણાટકમાં ભૂતકાળમાં ક્યારેય બૅંગ્લુરુના પોલીસ કમિશનરને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. સીપી ઉપરાંત અધિક પોલીસ કમિશનર વિકાસકુમાર વિકાસ, ડીસીપી સેન્ટ્રલ શેખર એચટી, એસીપી બાલકૃષ્ણને પણ સસ્પેન્ડ કરાયા છે.

કૅબિનેટે હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ માઇકલ કુન્હાની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ સમિતિ રચવાનો નિર્ણય લીધો છે.

સિદ્ધારમૈયાએ જણાવ્યું કે “આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે, કારણ કે તેઓ બેજવાબદાર અને લાપરવાહ છે. હું ધારાસભ્ય, મંત્રી, ઉપમુખ્ય મંત્રી અને મુખ્ય મંત્રી બન્યા પછી આવી ઘટના નથી થઈ. આ ઘટનાએ અમને આંચકો આપ્યો છે.”

આઈપીએલમાં આરસીબીના વિજય પછી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે તેની ઉજવણી થવાની હતી. આ દરમિયાન ભાગદોડમાં 11 લોકોનાં મોત થયાં હતાં અને 33ને ઈજા થઈ હતી.

શી જિનપિંગ સાથે ચર્ચા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ચીન યાત્રાની યોજના બનાવી

બીબીસી ગુજરાતી અમેરિકા ચીન ડોનાલ્ડ ટ્રમ્પ ભારત બૅંગ્લુરુ પોલીસ જિનપિંગ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી છે અને હવે તેઓ ચીન જવાની યોજના બનાવી રહ્યા છે.

તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને અમેરિકા આવવા આમંત્રણ પણ આપ્યું છે. જોકે, બંને દેશોએ હજુ સુધી કોઈ પ્રવાસની સત્તાવાર પુષ્ટિ નથી કરી.

ચીનના મીડિયા મુજબ વ્હાઇટ હાઉસના અનુરોધ પર બંને દેશો વચ્ચે ફોન પર વાત થઈ હતી.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે બંને વચ્ચે દોઢ કલાક સુધી વાતચીત ચાલી હતી અને આ દરમિયાન મોટા ભાગની વાતો વેપારને લગતી હતી. તેમણે લખ્યું કે “બંને દેશો માટે તેનું પરિણામ સકારાત્મક રહ્યું.”

ઓવલ ઑફિસમાં જર્મનીના ચાન્સલર ફ્રેડ્રિક મર્ત્ઝ સાથે બેઠક દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે “શી જિનપિંગે મને ચીન આવવા માટે કહ્યું અને મેં તેમને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું. અમે બંનેએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.”

ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાનાં પત્ની સાથે ચીન જશે અને તેમને આશા છે કે શી જિનપિંગ પણ પોતાનાં પત્ની સાથે અમેરિકાના પ્રવાસે આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS