Source : BBC NEWS
બંને પગ ગુમાવનાર આ ગુજરાતી યુવક પૅરાલિમ્પિકમાં ભાગ લેવા કેવી તૈયારી કરે છે?
2 કલાક પહેલા
વ્યક્તિ નાની મોટી સમસ્યા સામે હતાશ થઈને હાર માની લે છે, ત્યારે ગુજરાતના વાવ-થરાદના ગંગદાસભાઈ પરમાર તેમના માટે પ્રેરણારૂપ છે.
ગંગદાસભાઈએ વર્ષ 2017માં વીજ કરન્ટ લાગવાથી બંને પગ ગુમાવી દીધા છે. લગભગ બે વર્ષ સુધી તેમનું જીવન અસામાન્ય રહ્યું અને 2019માં તેમનાં જીવનમાં નવો વળાંક આવ્યો.
સમગ્ર સંઘર્ષ દરમિયાન પરિવાર તેમની સાથે રહ્યો અને આજે તેઓ પૅરાલિમ્પિક્સ માટે દોડની તૈયારી કરી રહ્યા છે.
શું છે ગંગદાસભાઈ પરમારની કહાણી, તેમની પાસેથી જ જાણીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



