Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2006. બિહારનો છપરા જિલ્લો.
લાખો અન્ય બાળકોની જેમ ગૌરવ ગોવિંદ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કરવા માગતા હતા.
તેમની પહેલી પસંદગી ક્રિકેટ હતી, પરંતુ જીવને બેટના બદલે હાથમાં સ્કેચ પેન્સિલ પકડાવી દીધી.
રૅમ્પ વૉક કરતા મૉડલ, ઝગમગતી રોશની, સુંદર ડિઝાઇન પર તાલીઓનો ગડગડાટ… અહીંથી જ ગૌરવની મુલાકાત ફૅશનની દુનિયા સાથે થાય છે.
ત્યાર પછી ગૌરવે હિમાચલપ્રદેશમાં કાંગડાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેકનૉલોજી (NIFT)માંથી અભ્યાસ કર્યો, જાણીતા ડિઝાઇનરની સાથે કામ કર્યું, સ્ટાર્ટ-અપ બનાવ્યું અને હવે NIFTના વારાણસી કૅમ્પસમાં ભણાવી રહ્યા છે.
તેમની કહાણી દર્શાવે છે કે ફૅશન ડિઝાઇનિંગ કરિયરનો એક સંપૂર્ણ માર્ગ છે. પરંતુ આ રસ્તા સુધી પહોંચવું કઈ રીતે અને આ રસ્તે ચાલનારનું ભવિષ્ય કેવું હોય છે?
કરિયર કનેક્ટર સિરીઝની આ કડીમાં આજે આપણે આ જ સમજીશું.
આ ઇન્ડસ્ટ્રી દેશ માટે કેટલી જરૂરી છે?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં, અત્યારના સમયમાં ગૌરવ ગોવિંદ જેવા હજારો લોકો ફૅશનજગતને પોતાની કરિયર બનાવી રહ્યા છે.
અહીંની ટેક્સટાઇલ અને અપૅરલ ઇન્ડસ્ટ્રી લગભગ 4.5 કરોડ લોકોને રોજગાર આપે છે.
આને કૃષિ પછી દેશની બીજી સૌથી વધુ રોજગાર આપતી ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે.
ખાસ વાત એ છે કે તેમાં મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારના લોકોની પણ સારી એવી ભાગીદારી છે.
ભારતની જીડીપીમાં 2.3 ટકા અને દેશની કુલ નિકાસમાં 12 ટકા ભાગીદારી આ ઇન્ડસ્ટ્રીની છે.
ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ છે અને સરકારે તેને આગામી પાંચ વર્ષમાં 15થી 20 ટકાની ઝડપે વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.
સરકારી નીતિઓ, વધતો ઘરેલુ વપરાશ, ઈ-કૉમર્સનું વિસ્તરણ અને વૈશ્વિક માગ – આ બધાં કારણે ફૅશન બિઝનેસને નવો આકાર મળ્યો છે. આ જ કારણે ઇન્ડસ્ટ્રીને હવે એવા પ્રોફેશનલ જોઈએ જે ફક્ત ડિઝાઇન જ નહીં, પરંતુ મૅનેજમેન્ટ, બ્રાન્ડિંગ, ડેટા અને સ્ટ્રૅટેજીની પણ સમજ ધરાવતા હોય.
પરંતુ એવી કઈ ખાસિયત છે જે આ ફીલ્ડમાં કરિયર બનાવવા માટે હોવી જોઈએ?
યંગ વીમેન ક્રિશ્ચિયન એસોસિએશન (YWCA)માં ફૅશન ડિઝાઇનિંગ કોર્સ ભણાવી ચૂકેલાં સુનયના દ્વારિદાસ જણાવે છે, “ફૅશન ડિઝાઇનર એવા પ્રોફેશનલ છે, જેઓ પોતાની ક્રિએટિવ વિચારધારા, રિસર્ચ અને કલ્પના દ્વારા કપડાં, એસેસરીઝ અને ફૅશન પ્રોડક્ટ ડિઝાઇન કરે છે.”
“તેઓ માત્ર સુંદર કપડાં નથી બનાવતા, પરંતુ દરેક ડિઝાઇન દ્વારા એક કહાની, ઓળખ અને વિચાર રજૂ કરે છે. એક ફૅશન ડિઝાઇનરનું કામ ત્યાંથી શરૂ નથી થતું કે કપડાં કેવાં દેખાશે, બલકે તેની પહેલાં તેઓ બદલાતા ફૅશન ટ્રેન્ડને સમજે છે, લોકોની પસંદ અને બજારની માગનું અધ્યયન કરે છે, ફૅબ્રિક–રંગ–ટેક્સ્ચર પર રિસર્ચ કરે છે અને પછી પોતાના આઇડિયાને સ્કેચ અને ડિઝાઇનમાં ઢાળે છે.”
તેઓ કહે છે, “ફૅશન ડિઝાઇનર એ પણ નક્કી કરે છે કે કઈ ડિઝાઇન માટે કયા પ્રકારનું ફૅબ્રિક યોગ્ય રહેશે, તેની પૅટર્ન કેવી હશે અને તે પહેરવામાં કેટલું આરામદાયક અને ઉપયોગી છે.”
“આજના સમયમાં ફૅશન ડિઝાઇનરનો રોલ માત્ર ક્રિએટિવ નહીં, પરંતુ સ્ટ્રૅટેજિક પણ થઈ ગયો છે. તેમણે ટ્રેન્ડ એનાલિસિસ, બ્રાન્ડ આઇડેન્ટિટી, કસ્ટમર બિહેવિયર અને પ્રોડક્શન માર્કેટિંગની સમજ પણ કેળવવી પડે છે.”
ગૌરવ ગોવિંદ કહે છે કે ફૅશન ડિઝાઇનર એ હોય છે, જેઓ કપડાં દ્વારા લોકોની ઓળખ બનાવે છે અને ફૅશનને કળાથી બિઝનેસ સુધી સાંકળે છે.
ફૅશન ડિઝાઇનિંગનો મતલબ માત્ર સિલાઈ છે?
સુનયના કહે છે કે ફૅશન ડિઝાઇનિંગ એવા દરેક સ્ટુડન્ટ માટે છે જેઓ ક્રિએટિવ હોય અને જેમનામાં અપૅરલ, ટેક્સટાઇલ અને એસેસરીઝ ડિઝાઇનિંગનું ઝનૂન હોય. તેઓ કહે છે કૉમર્સ, આર્ટ્સ કે સાયન્સ, કોઈ પણ બૅકગ્રાઉન્ડના સ્ટુડન્ટ ફૅશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી શકે છે. બારમું ધોરણ પાસ હોવું જરૂરી છે.
એવું બને કે આર્ટ્સના વિદ્યાર્થી પોતાની સ્ટોરી ટેલિંગ અને કલ્ચરલ સમજના લીધે ચમકી શકે છે, સાયન્સ બૅકગ્રાઉન્ડવાળા ટેક્નૉલોજી, એનાલિટિક્સ અને સપ્લાય ચેનમાં આગળ વધી શકે છે, જ્યારે કૉમર્સ સ્ટુડન્ટ બ્રાન્ડિંગ, રિટેલ અને ફૅશન બિઝનેસમાં પોતાની જગ્યા બનાવી શકે છે.
સૃષ્ટિ જયસ્વાલ અનુસાર ફૅશન ડિઝાઇનિંગ બધા માટે ખુલ્લું છે, પરંતુ તેના માટે અમુક પ્રકારની આવડત હોવી જરૂરી છે; જેમ કે,
- ક્રિએટિવિટી અને નવા-નવા આઇડિયા
- મજબૂત ઑબ્ઝર્વેશન અને વિઝ્યુઅલ બનાવવાની સમજ
- ધીરજ અને દરેક નાનામાં નાની ડિટેલ પર ધ્યાન આપવાની આદત
- નવા ટ્રેન્ડ અને જુદી-જુદી સંસ્કૃતિઓ વિશે જાણવાની ઉત્સુકતા
- દરરોજ નવું શીખવાની ધગશ
સુનયનાનું કહેવું છે કે સામાન્ય માન્યતા અનુસાર ફૅશન ડિઝાઇનિંગનો મતલબ માત્ર સિલાઈ થાય છે, જ્યારે હકીકત એ છે કે અહીં એ સમજવું પણ જરૂરી છે કે રેસામાંથી કાપડ કઈ રીતે બને છે અને કાપડ બજાર સુધી કઈ રીતે પહોંચે છે? આ બધું એ જ કામનો ભાગ છે.
ફૅશન ડિઝાઇનરે બદલાતા ટ્રેન્ડ પર નજર રાખવી પડે છે, બજારમાં ફરવું પડે છે, ફૅબ્રિકનું સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સામાજિક મહત્ત્વ સમજવાનું હોય છે.
કલાકો સુધી સ્કેચિંગ, ટ્રાયલ–એરર અને સખત મહેનત – આ બધું આ વ્યવસાયમાં છે.
જેડી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેકનૉલૉજીનાં પ્રવક્તા સૃષ્ટિ જયસ્વાલ કહે છે કે ડિઝાઇનર હવે માત્ર બુટીક સુધી સીમિત નથી, પરંતુ તેના માટે રિટેલ, મીડિયા, મેન્યુફૅક્ચરિંગ, ઍક્સ્પૉર્ટ અને ઑન્ટ્રપ્રિન્યૉરશિપમાં પણ તકો છે.
સૃષ્ટિ અનુસાર ફૅશન ડિઝાઇનિંગ ભણતા લોકો માટે આગળ જતાં ઘણા રસ્તા ખૂલે છે; જેમ કે, તેઓ ફૅશન ડિઝાઇનર બની શકે છે.
ફૅશન સ્ટાઇલિસ્ટ બની શકે છે, અપૅરલ કે ટેક્સટાઇલ ડિઝાઇનર બની શકે છે, ફૅશન બાયર કે મર્ચેન્ડાઇઝર બની શકે છે, ઇલસ્ટ્રેટર બની શકે છે, કૉસ્ચ્યૂમ ડિઝાઇનર બની શકે છે, ફૅશન કન્ટેન્ટ ક્રિએટર કે કન્સલ્ટન્ટ પણ બની શકે છે.
તેમનું કહેવું છે કે શરૂઆતના સ્તરે ફૅશન ડિઝાઇનરને વર્ષે 3 લાખથી 6 લાખ રૂપિયા સુધીની સૅલરી મળી જાય છે, પરંતુ જેઓ સીનિયર ડિઝાઇનર હોય છે, બ્રાન્ડ ઓનર હોય છે, કન્સલ્ટન્ટ હોય છે તેઓ આનાથી ઘણા વધુ પૈસા કમાઈ શકે છે.
સૅલેરીની બાબતમાં ગૌરવ ગોવિંદનું કહેવું છે, “સૅલરી એના પર નિર્ભર કરે છે કે કોની કેટલી આવડત છે, નવા ટ્રેન્ડને સમજવામાં કેટલા ઝડપી છે અને તેમનું કામ કેવું છે.”
“જોકે, શરૂઆત આરામથી દર મહિને 30,000થી માંડીને એક લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.”
બધી સ્ટ્રીમ માટે સારા વિકલ્પ માટે શું અભ્યાસ કરવો પડે?
ઇમેજ સ્રોત, Getty Images
ગૌરવ ગોવિંદ જણાવે છે કે બારમા ધોરણ પછી જો કોઈએ આ ફીલ્ડમાં જવું હોય તો તેઓ બૅચલર ઑફ ડિઝાઇન (B.Des.) ઇન ફૅશન ડિઝાઇન, બૅચલર ઓફ સાયન્સ (B.Sc.) ઇન ફૅશન ડિઝાઇન, ડિપ્લોમા ઇન ફૅશન ડિઝાઇન કરી શકે છે.
આના ઉપરાંત ફૅશન સ્ટાઇલિંગ, પૅટર્ન મેકિંગ કે મૅનેજમેન્ટ જેવા કેટલાક સ્પેશિયલાઇઝ્ડ પ્રોગ્રામ માટે સર્ટિફિકેટ કોર્સ પણ હોય છે, જે ત્રણથી છ મહિનામાં પૂરા થઈ જાય છે.
કોઈને પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરવું હોય તો તેઓ માસ્ટર ઑફ ડિઝાઇન (M.Des.) કે પીજી ડિપ્લોમા કરી શકે છે.
તેમણે જણાવ્યું કે આ કોર્સના સિલેબસમાં હોય છે:
- ફૅશન ઇલસ્ટ્રેશન ઍન્ડ સ્કેચિંગ
- પૅટર્ન મેકિંગ ઍન્ડ ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન
- ટેક્સટાઇલ સાયન્સ ઍન્ડ ફૅબ્રિક નૉલેજ
- કમ્પ્યૂટર-એડેડ ડિઝાઇન (CAD)
- ફૅશન માર્કેટિંગ, મર્ચેન્ડાઇઝિંગ ઍન્ડ પોર્ટફોલિયો ડેવલપમેન્ટ
ફૅશન ડિઝાઇનિંગના અભ્યાસ માટે ટૉપ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે?
ઇમેજ સ્રોત, Getty Images
તેમાં એન્ટ્રસ્ટ ટેસ્ટ (NIFTEE) દ્વારા ઍડ્મિશન થાય છે, જેમાં ક્રિએટિવ એબિલિટી ટેસ્ટ અને જનરલ ઍપ્ટિટ્યુડ ટેસ્ટ હોય છે. તેના એક સેમેસ્ટર (છ મહિના)ની ફી 1.5 લાખ રૂપિયાની આસપાસ હોય છે.
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID): અંડર-ગ્રૅજ્યુએટ અને પોસ્ટ-ગ્રૅજ્યુએટ કોર્સ અહીંથી કરી શકાય છે. અમદાવાદ, ગાંધીનગર અને બૅંગલુરુમાં તેનાં કૅમ્પસ છે. ઍડ્મિશન માટે એનઆઇડી પણ અલગ એન્ટ્રસ્ટ ટેસ્ટ યોજે છે. તેની એક સેમેસ્ટર (છ મહિના)ની ફી લગભગ 2.25 લાખ રૂપિયાની આસપાસ છે.
કૉમન યુનિવર્સિટી એન્ટ્રસ્ટ ટેસ્ટ (CUET) સ્કોરના આધારે આમાં ઍડ્મિશન મળે છે. ફીની વાત કરીએ તો અંડર-ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ માટે લગભગ 2.25 લાખ રૂપિયા અને એમબીએ માટે લગભગ 2.75 લાખ રૂપિયાની જરૂર પડે છે.
આ બધા ઉપરાંત કેટલીક ખાનગી સંસ્થાઓ છે, જે B.Des. અને BBA ઉપરાંત M.Des., MBA જેવા ફુલટાઇમ કોર્સ ઑફર કરે છે અને સાથે જ અહીં ફૅશન ડિઝાઇનિંગ, કમ્યુનિકેશન, લક્ઝરી બ્રાન્ડ મૅનેજમેન્ટ જેવા કેટલાક શૉર્ટ ટર્મ પ્રોફેશનલ કોર્સ પણ કરાવવામાં આવે છે.
દિલ્હી, મુંબઈ, જયપુર અને બૅંગલુરુ જેવાં શહેરોમાં તેનાં કૅમ્પસ છે.
તેના અંડર-ગ્રૅજ્યુએટ પ્રોગ્રામના એક સેમેસ્ટરની ફી લગભગ 3.60 લાખ રૂપિયા છે અને માસ્ટર્સ પ્રોગ્રામના દરેક સેમેસ્ટરની ફી લગભગ 3 લાખ રૂપિયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



